જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે પૌંઆ ની મસાલા પાપડી બનાવવાની રીત – Paua ni masala papdi banavani rit શીખીશું, do subscribe Ray Kitchen YouTube channel on YouTube If you like the recipe , ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ સરળ છે. એકવાર બનાવ્યા પછી તેને સ્ટોર કરી ને રાખી શકાય છે. સવાર ના કે સાંજ ના ચાય સાથે નાસ્તા માં ખાઈ શકાય છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય અને તમે ક્યાંક ફરવા કે યાત્રા કરવા ગયા હોવ તો સાથે લઈ જઈ શકો છો. એકદમ ક્રિસ્પી અને ચટપટી લાગે છે. તો ચાલો આજે આપણે ઘરે પૌંઆ ની મસાલા પાપડી બનાવતા શીખીએ.
પૌંઆ ની મસાલા પાપડી બનાવવા જરૂરી સામગ્રી
- પૌંઆ ૧ કપ
- પાણી ૧ ચમચી
- તેલ ૧ ચમચી
- જીરું ૧/૨ ચમચી
- હળદર ૧/૪ ચમચી
- ચીલી ફ્લેક્સ ૧ ચમચી
- કાળા તલ ૧ ચમચી
- બેસન ૧/૨ કપ
- ઝીણા સુધારેલા લીલાં ધાણા ૧/૪ કપ
- ગરમ મસાલો ૧/૪ ચમચી
- આમચૂર પાવડર ૧/૨ ચમચી
- મીઠું સ્વાદ પ્રમાણે
પૌંઆ ની મસાલા પાપડી બનાવવાની રીત
પૌંઆ ની મસાલા પાપડી બનાવવા માટે સૌથી પેહલા એક બાઉલ માં પૌંઆ લ્યો. હવે તેને બે વાર પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેમાં એક ચમચી જેટલું પાણી નાખી ને તેને પાંચ મિનિટ સુધી સેટ થવા દયો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં હિંગ અને હળદર નાખો. હવે તેમાં ચીલી ફ્લેક્સ અને કાળા તલ નાખો. હવે તેમાં બેસન નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે બેસન ને થોડો બ્રાઉન કલર નો થાય ત્યાં સુધી સરસ થી સેકી લ્યો.
હવે બેસન ના મિશ્રણ ને પૌંઆ વાળા બાઉલ માં નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેમાં ગરમ મસાલો, આમચૂર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. લોટ બાંધીએ તે રીતે સરસ થી ગુંથી લ્યો.
બને હાથ માં થોડું તેલ લગાવી લ્યો. હવે ગૂંથેલા લોટ માંથી એક લુવો લ્યો. અને હાથ થી પ્રેસ કરીને પાપડી બનાવી લ્યો. આવી રીતે બધી પાપડી બનાવી ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તલ ગરમ થાય એટલે તેમાં બનાવી ને રાખેલી પાપડી તળવા માટે નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સરસ થી તળી લ્યો. હવે તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી પાપડી બનાવી ને તૈયાર કરી લ્યો.
હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને ચટપટી પૌંઆ ની મસાલા પાપડી. હવે તેને એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો. અને જ્યારે પણ કંઈ ચટપટું ખાવાનું મન થાય ત્યારે પૌંઆ ની મસાલા પાપડી ખાવાનો આનંદ માણો.
Paua ni masala papdi recipe notes
- કાળાં તલ ની જગ્યા એ તમે સફેદ તલ નો ઉપયોગ કરી શકો છો.
- લીલાં ધાણા ની જગ્યા એ મીઠા લીમડા ને ઝીણા સુધારી ને તેનો ઉપયોગ કરી શકો છો.
- આમચૂર પાવડર ની જગ્યા એ તમે લીંબુ ના રસ નો ઉપયોગ કરી શકો છો.
Paua ni masala papdi banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ray Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
નાસી ગોરેંગ બનાવવાની રીત | Nasi goreng banavani rit
બટાકા ની ચિપ્સ નું શાક બનાવવાની રીત | Bataka ni chips nu shak banavani rit
મીઠા લીમડાની ચટણી બનાવવાની રીત | Mitha limda ni Chutney banavani rit
ફૂલાવર ની કચોરી બનાવવાની રીત | Fulavr ni kachori banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે