નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Nirmla Nehra YouTube channel on YouTube આજે આપણે પૌવા ના પરાઠા બનાવવાની રીત શીખીશું. આપણે બટકા પૌવા , ડુંગરી પૌવા, દૂધ પૌવા તો બનાવ્યાં જ હસે પણ આજ આપણે પૌવા નાં પરાઠા બનાવવાની રીત,પૌવા ના પરોઠા બનાવવાની રીત, pauva na paratha banavani rit, pawan paratha recipe in gujarati શીખીએ તેના માટે નીચે મુજબની સામગ્રી જોઈશે
પૌવા ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી
- પૌવા 1 કપ
- બાફેલા બટાકા 2-3
- ઘઉંનો લોટ 3-4 ચમચી
- આદુ મરચાની પેસ્ટ 1-2 ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ચાર્ટ મસાલો ½ ચમચી
- ધાણા જીરું પાઉડર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- તેલ જરૂર મુજબ
pawan paratha recipe in gujarati | પૌવા ના પરોઠા બનાવવાની રીત
પૌવા ના પરાઠા બનાવવા સૌ પ્રથમ પૌવા ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને પૌવા ડૂબે એટલું પાણી નાખી પૌવા ને દસ મિનિટ પલાળો
દસ મિનિટ પછી પૌવા પાણીમાં પલાડી લીધા બાદ પૌવા ને ચારણીમાં નાખી બે ત્રણ મિનિટ પાણી નિતારી લ્યો
હવે એક વાસણમાં બાફેલા બટાકા ને મેસ કરો એમાં નીતરેલા પૌવા નાખો ને હાથ વડે બરોબર મિક્સ કરો હવે એમાં થોડો ઘઉંનો લોટ , આદુ મરચાની પેસ્ટ, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ચાર્ટ મસાલો, સ્વાદ મુજબ મીઠું ને લીલા ધાણા સુધારેલા નાખી મસળી ને લોટ બાંધો (ઘઉં નો લોટ જરૂર મુજબ વધુ ઓછી માત્રામાં નાખી શકો)
જો લોટ નરમ લાગે તો થોડો ઘઉંનો લોટ નાખી ફરી લોટ ને મસળી લ્યો મસડેલ લોટ ને ઢાંકી ને પાંચ સાત મિનિટ સુધી એક બાજુ મૂકો
હવે ગેસ પર એક તવી મિડીયમ તાપે ગરમ મૂકો
બાંધેલા લોટ ને ફરી એક વાર મસળી લેવો ને જે સાઇઝ ના પરોઠા બનાવવા હોય એ સાઇઝ ના લુવા બનાવો ને લુવા ને ઘઉંના કોરા લોટ સાથે લઈ વણી લ્યો (આ પરોઠા ને પ્લાસ્ટિક ની બે થેલી વચ્ચે કે બટર પેપર વચ્ચે મૂકી ને પણ વણી શકો છો)
વનેલો પરોઠા ને તવી પર નાખી બને બાજુ તેલ લગાડી ગોલ્ડન શેકી લ્યો આમ બધા પરોઠા તૈયાર કરી લેવા તો તૈયાર છે પૌવા ના પરાઠા જેને અથાણું, દહીં કે ચા સાથે સર્વ કરો
pauva na paratha banavani rit video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત | mix vegetable bhajiya banava ni rit
ફાડા લાપસી બનાવવાની રીત | Fada lapsi banavani rit | fada lapsi recipe in gujarati
જલજીરા બનાવવાની રીત | Jal Jeera Recipe in Gujarati | Jal Jeera banavani rit
મોહનથાળ બનાવવાની રીત | Mohanthal banavani rit | mohanthal recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે