નમસ્તે મિત્રો આજે આપણે પૌવા ની ચકરી બનાવવાની રીત – Pauva ni chakri banavani rit શીખીશું. ચકરી તો તમે ઘણા પ્રકરણ લોટ માંથી બનાવી હશે પણ આજ આપણે જે ચકરી બનાવશું, do subscribe Krishna’s Cuisine YouTube channel on YouTube If you like the recipe , એ કોઈ પણ પ્રકારના જંજટ વગર ખૂબ ઝડપથી તૈયાર કરી લેશું અને આ ચકરી માં તમે તમારી પસંદ ના મસાલા નાખી ને પણ તૈયાર કરી શકો છો, આ જેટલી ઝડપથી બને છે એટલી ઝડપથી ખલાસ પણ થઈ જશે તો ચાલો જાણીએ Pauva ni chakri recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
પૌવા ની ચકરી બનાવવા જરૂરી સામગ્રી
- પાતળા પૌવા / નાયલોન પૌવા 250 ગ્રામ
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- લીલા મરચા ની પેસ્ટ 1 ચમચી
- બેકિંગ સોડા ¼ + ¼ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
પૌવા ની ચકરી બનાવવાની રીત | Pauva ni chakri recipe in gujarati
પૌવા ની ચકરી બનાવવા સૌપ્રથમ પાતળા પૌવા / નાયલોન પૌવા લ્યો અને ચારણી થી બરોબર ચાળી ને સાફ કરી કચરો હોય એને અલગ કરી લ્યો ત્યાર બાદ ચારણી માં નાખી ને પાણી થી બરોબર ધોઇ લ્યો ને બરોબર ધોઇ લીધા બાદ દબાવી ને વધારાનું પાણી કાઢી લ્યો મે ચારણી ને પંદર વીસ મિનિટ પાણી નીતરવા તપેલી પર મૂકી દયો.
હવે એક મોટા વાસણમાં કાઢી લ્યો અને અડધા ભાગ માં અલગ કરી લ્યો હવે એક વાસણમાં મુકેલ પૌવા માં ચીલી ફ્લેક્સ, બેકિંગ સોડા, મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરો હાથ માં તેલ લગાવી મિશ્રણ માંથી ગોલા બનાવી લ્યો.
બીજા વાસણમાં પૌવા નાં મિશ્રણ માં લીલા મરચા ની પેસ્ટ , બેકિંગ સોડા અને મીઠું (મીઠું અને મરચા પેસ્ટ તમારી પસંદ મુજબ ઓછી કરી શકો છો) નાખી મિક્સ કરી લ્યો હાથ માં તેલ લગાવી તૈયાર મિશ્રણ માંથી ગોલા બનાવી લ્યો.
હવે સેવ મશીન માં તેલ લગાવી ચકરી પ્લેટ મૂકી એમાં તૈયાર કરેલ પૌવા નું મિશ્રણ મૂકો હવે ઘર માં કે બહાર પ્લાસ્ટિક મૂકી એના પર ગોળ ગોળ ફેરવી ચકરી બનાવો અથવા લાંબી લાંબી સેવ જેમ પાડતા જાઓ.
જો પંખા નીચે સૂકવી હોય તો બે ત્રણ દિવસ સૂકવી લેવી અને જો તડકામાં સૂકવી હોય તો ને દિવસ સુકાવશો તો બરોબર સુકાઈ જસે ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો.
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ પૌવા ચકરી ને નાખો ને બરોબર તરી લ્યો ને મજા લ્યો પૌવા ચકરી.
Pauva ni chakri banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Krishna’s Cuisine ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
લીલી મકાઈ નો ચેવડો બનાવવાની રીત | lili makai no chevdo in gujarati
મીઠી મઠરી બનાવવાની રીત | meethi mathri banavani rit | meethi mathri recipe in gujarati
નારિયલ બરફી બનાવવાની રીત | nariyal barfi banavani rit | nariyal barfi recipe in gujarati
ફુદીના ના પરોઠા બનાવવાની રીત | pudina paratha banavani rit | pudina paratha recipe in gujarati
લસણ ડુંગળી વગર ની પાવભાજી બનાવવાની રીત | dungri lasan vagar ni pav bhaji banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે