નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Chef Ranveer Brar YouTube channel on YouTube આજે આપણે પૌવા ના વડા બનાવવાની રીત – poha na vada banavani rit gujarati ma – poha na vada recipe in gujarati શીખીશું. આપણે પૌવા માંથી ઘણી વનગીઓ બનાવતા હોઈએ છીએ પણ આજ એક અલગ વાનગી બનાવવાની રીત શીખીએ તો જોઈએ પૌવા વડા બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.
પૌવા ના વડા બનાવવા માટેની સામગ્રી
- પૌવા 1 ½ કપ
- ડુંગરી 1 ઝીણી સુધારેલી
- લીલું મરચું 1-2 ઝીણા સુધારેલા
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- આદુ છીણેલું 1 ચમચી
- દહી 2-3 ચમચી
- રાઈ 1 ચમચી
- ચણા દાળ 2 ચમચી
- અડદ દાળ 2 ચમચી
- વરિયાળી ½ ચમચી
- મીઠા લીમડાના પાન 7-8
- ખાંડ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ 2 ચમચી
- તરવા માટે તેલ
ચટણી બનાવવા માટેની સામગ્રી
- કેરી 1
- ડુંગળી 1/ લીલી ડુંગળી 2 સુધારેલ
- લીલા ધાણા સુધારેલા ½ કપ
- લીલું મરચું સુધારેલ 1
- ખાંડ 2 ચમચી
- આદુનો નાનો ટુકડો 1
- તેલ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- દહી 2 ચમચી
poha na vada recipe in gujarati | poha na vada banavani rit gujarati ma
સૌ પ્રથમ પૌવા ને ત્રણ ચાર વખત ઘણા પાણી માં ધોઇ લ્યો જેથી પૌવા પર રહેલ કચરો નીકળી જાય ત્રણ ચાર વાર ધોઇ લીધા બાદ પૌવા ને નિતારી એક વાસણમાં કાઢી લ્યો (તમે ચારણીમાં છૂટ પાણી માં નળ નીચે પણ ધોઇ શકો છો)
હવે એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ચણા દાળ, રાઈ ને અડદની દાળ નાખી ગોલ્ડન શેકો હવે એમાં મીઠા લીમડાના પાન નાખી ગેસ બંધ કરો ને વઘાર ને પૌવા પર નાખી દયો
હવે પૌવા માં ઝીણી સુધારેલી ડુંગળી, લીલા મરચાં, આદુની છીણ,લીલા ધાણા, ખાંડ , સ્વાદ મુજબ મીઠુ ને દહી નાખી બરોબર મિક્સ કરી એના વડા બનાવી પ્લેટમાં મૂકો
હવે ગેસ પર તેલ ગરમ મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે તૈયાર કરેલા વડા થોડા થોડા અંતરે નાખો
(જો વડા નજીક નજીક નાખશો તો ચોંટી જસે) ને થોડા બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો ને તરેલા વડા કાઢી લ્યો (આમ અડધા તેલ વડા ને તમે જીપ લોક બેગ માં કે એર ટાઈટ ડબ્બામાં ભરી ને ફ્રીજરમાં મૂકી ને જ્યારે ખાવા હોય ત્યારે બહાર કઢી ગરમ તેલમાં તરી ને ઓછામાં ઓછા એક બે મહિના સુધી ખાઈ શકો છો )
હવે ફરી તેલ ને ફૂલ તાપે ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં તરેલા વડા ફરી નાખો ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો આમ બધા વડા ને એક વાર થોડા ને બીજી વાર ફૂલ તરી લેવા તો તૈયાર છે પૌવા વડા
ચટણી બનાવવાની રીત
- એક મિક્સર જારમાં સુધારેલી કેરી, ડુંગરી, મરચું, આદુ ,તેલ , ખાંડ ને સ્વાદ મુજબ મીઠું નાખીને પીસી લ્યો પીસેલી ચટણીમાં દહી નાખી મિક્સ કરો ને ગરમ ગરમ પૌવા વડા સાથે સર્વ કરો
પૌવા ના વડા બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Chef Ranveer Brar ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
શક્કરિયા ની વેફર બનાવવાની રીત | shakkariya ni vefar banavani rit
પનીર ની જલેબી બનાવવાની રીત | paneer ni jalebi banavani rit
ચા નો મસાલો બનાવવાની રીત | cha no masalo banavani rit
ભટુરે બનાવવાની રીત | bhature banavvani rit | Bhature recipe in gujarati
ગુજરાતી દાળ ઢોકરી બનાવવાની રીત | gujarati dal dhokri banavani rit | dal dhokri recipe in gujarati
પંજાબી રાજમા બનાવવાની રીત | panjabi rajma banavani rit | panjabi rajma recipe in gujarati
અથાણાં નો મસાલો બનાવવાની રીત | athana no masalo banavani rit | athana no masalo recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે