પોષ વડા બનાવવાની રીત | Posh vada banavani rit

પોષ વડા - Posh vada - પોષ વડા બનાવવાની રીત - Posh vada banavani rit
Image credit – Youtube/Pink City Tadka
Advertisement

જયપુર ના ફેમસ પોષ વડા બનાવવાની રીત – Posh vada banavani rit શીખીશું. આજે આપણે ગોવિંદ દેવજી ના મંદિર માં મળતા પ્રસાદ અને જયપુર ના ફેમસ પોષ વડા બનાવતા શીખીશું, do subscribe Pink City Tadka YouTube channel on YouTube If you like the recipe , તેની સાથે સોજી નો સિરો અને ગ્રીન ચટણી સર્વ કરવામાં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી જયપુર ના ફેમસ પોષ વડા બનાવતા શીખીએ.

પોષ વડા બનાવવા જરૂરી સામગ્રી

  • મગ ની દાળ 1 કપ
  • મઠ 1 કપ
  • ચોળી ની દાળ 1 કપ
  • આદુ 2 ઇંચ
  • લાલ મરચાં 4-5
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • લાલ મરચું પાવડર 1 ½ ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • આખા ધાણા 1 ચમચી
  • મરી 15
  • હિંગ 1 ચપટી
  • ઝીણી સુધારેલી પાલક 200 ગ્રામ
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 50 ગ્રામ
  • આમચૂર પાવડર 1 ચમચી
  • તેલ 2 ચમચી

પોષ વડા બનાવવાની રીત

પોષ વડા બનાવવા માટે સૌથી પહેલાં પલાળેલી દાળ બે ચમચી જેવી સાઇડ કરી દેવી.હવે બાકી દાળ ને એક  મિક્સર જારમાં નાખો. હવે તેમાં આદુ અને લાલ મરચાં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.

તેમાં આખા ધાણા, વરિયાળી અને મરી ને દર દરૂ કૂટી ને તેમાં નાખો. હવે તેને વિસ્ક્ ની મદદ થી સરસ થી ફેટી લ્યો. હવે તેમાં સાઇડ માં રાખેલ દાળ ને તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

Advertisement

હવે તેમાં હિંગ, ઝીણી સુધારેલી પાલક, સ્વાદ પ્રમાણે મીઠું, ઝીણા સુધારેલા લીલાં ધાણા, આમચૂર પાવડર અને બે ચમચી જેટલું તેલ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તળવા માટે તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં વડા નું મિશ્રણ લઈ હાથ થી ગોળ સેપ આપતા તળવા મટે તેલ માં નાખો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સરસ થી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા વડા બનાવી ને તૈયાર કરી લ્યો.

તૈયાર છે આપણા ટેસ્ટી પોષ વડા. હવે તેને એક કટોરી માં સોજી નો શીરો અને બાજુ માં વડા રાખો. હવે તેની ઉપર ગ્રીન ચટણી નાખો. હવે તેને સર્વ કરો અને ગરમા ગરમ પોષ વડા ખાવાનો આનંદ માણો.

Posh vada banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Pink City Tadka

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Pink City Tadka ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઝુણકા બનાવવાની રીત | Zunka banavani rit

અમૃતસરી આલુ કૂલચા બનાવવાની રીત | Amritsari aloo Kulcha banavani rit

આલુ ગાજર મટર નું શાક બનાવવાની રીત | Aloo gajar ane matar nu shaak banavani rit

વેજ કોલ્હાપુરી બનાવવાની રીત | Vej Kolhapuri banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement