નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Foods and Flavors YouTube channel on YouTube આજે આપણે પોટેટો લોલીપોપ વીથ માયોનીઝ ડીપ બનાવવાની રીત શીખીશું. આ એક પાર્ટી નાસ્તો છે જે સ્ટાર્ટર તરીકે સર્વ થતાં હોય છે તેમજ સાંજ ની હલકી ફૂલકી ભૂખ માં બનાવી ને ખાઈ શકો છો તો ચાલો જાણીએ પોટેટો લોલીપોપ બનાવવાની રીત – potato lollipop banavani rit – potato lollipop banavani recipe – potato lollipop recipe in gujarati – પોટેટો લોલીપોપ રેસીપી બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.
પોટેટો લોલીપોપ બનાવવા જરૂરી સામગ્રી | potato lollipop ingredients
- બાફેલા બટાકા 5-6
- ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- બ્રેડ ક્રમ ½ કપ
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી / લીંબુનો રસ 1 ચમચી
- આદુ લસણ પેસ્ટ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- બ્રેડ ક્રમ ½ કપ
- ચીલી ફ્લેક્સ ½ ચમચી
- મિક્સ હર્બસ ½ ચમચી
- મેંદો 2-3 ચમચી
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
માયોનીઝ ડીપ બનાવવા જરૂરી સામગ્રી
- માયોની 3 ચમચી
- દહી તિગાળેલું ¼ કપ
- ઝીણી સુધારેલી ડુંગળી 2-3 ચમચી
- ખાંડ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 1-2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
પોટેટો લોલીપોપ બનાવવાની રીત | potato lollipop recipe in gujarati
પોટેટો લોલીપોપ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાફેલા બટાકા નો છુંદો લ્યો એમાં ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા સુધારેલા , બ્રેડ ક્રમ, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર / લીંબુનો રસ, આદુ લસણ પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ને તૈયાર મિશ્રણ ને એક બાજુ મૂકો
હવે એક વાટકા માં બે ત્રણ ચમચી મેંદા નો લોટ લ્યો ને એમાં પાંચ છ ચમચી પાણી નાખી એક મિશ્રણ તૈયાર કરી લ્યો ને તૈયાર મિશ્રણ ને એક બાજુ મૂકો
બ્રેડ ક્રમ બનાવવા બ્રેડ ની સ્લાઈસ ના કટકા કરી ને મિક્સર જાર માં પીસી લ્યો તો બ્રેડ ક્રમ તૈયાર થઈ જશે જો બ્રેડ એક દિવસ જૂની હસે તો બ્રેડ ક્રમ વધુ સારા બનશે હવે એક થાળી માં અડધો કપ બ્રેડ ક્રમ લો એમાં ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બસ નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો
હવે બટાકાના મિશ્રણ માંથી જે સાઇઝ ના લોલી પોપ બનાવવા હોય એ સાઇઝ ના બટેકાના મિશ્રણ ના ગોલી બનાવો ગોલી ને મેંદા ના મિશ્રણ માં બોળી લ્યો ત્યાર બાદ બ્રેડક્રમ માં ફેરવી લ્યો ને બને હાથ થી ફરી બ્રેડ ક્રમ ને ગોલા બરોબર લાગી જાય એમ ફેરવી લ્યો આમ બધા ગોલી ને મેંદા ના મિશ્રણ ને બ્રેડ ક્રમ લગાવી તૈયાર કરી લ્યો
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી નાખો ને તૈયાર ગોલા ને કડાઈમાં છૂટા છૂટા સમાય એટલા નાખી એમાં ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો તારેલા ગોલા ને કાઢી બીજા ગોલા નાખી ને તરી લ્યો
માયોનીઝ ડીપ બનાવવાની રીત
એક વાટકામાં તીગાડેલ દહી લ્યો એમાં પ્લેન માં નાખી સાથે ઝીણી સુધારેલી ડુંગળી, ખાંડ, લીલા ધાણા સુધારેલા, મીઠું સ્વાદ મુજબ નાખી ને મિક્સ કરી લ્યો તો તૈયાર છે ડીપ
હવે તૈયાર ડીપ સાથે તારેળ પોટેટો લોલીપોપ ને સ્ટીક લગાવી સર્વ કરો
પોટેટો લોલીપોપ રેસીપી | potato lollipop banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Foods and Flavors ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ચાઇનીઝ સમોસા બનાવવાની રીત | chinese samosa banavani rit | chinese samosa recipe in gujarati
પંજાબી વેજ ગ્રેવી બનાવવાની રીત | punjabi gravy banavani rit
ફરાળી કેસર બદામ દૂધ બનાવવાની રીત | Kesar badam doodh banavani rit
કેસર પિસ્તા શ્રીખંડ બનાવવાની પરફેક્ટ રીત | શીખંડ બનાવવાની રીત | shrikhand recipe in Gujarati
પાલક પનીર બનાવવાની રીત | palak panir banavani rit | palak panir recipe in gujarati
લીલા લસણનો ઠેસો બનાવવાની રીત | Lila lasan no theso banavani rit
મેગી બનાવવાની રીત | maggi banavani rit | maggi recipe in gujarati ma
કાજુ કરી બનાવવાની રીત | કાજુ કરી રેસીપી | kaju kari banavani rit | kaju kari recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે