પ્રસાદ નું દેશી ચણાનું શાક બનાવવાની રીત | prasad nu desi chana nu shaak banavani rit

પ્રસાદ નું દેશી ચણાનું શાક બનાવવાની રીત - prasad nu desi chana nu shaak recipe in gujarati - prasad nu desi chana nu shaak banavani rit
Image credit – Youtube/Easy Home Tips
Advertisement

નમસ્તે મિત્રો  If you like the recipe do subscribe Easy Home Tips YouTube channel on YouTubeઆજે આપણે પ્રસાદ નું દેશી ચણાનું શાક બનાવવાની રીત શીખીશું. ઘણા આ શાક ને કાળા ચણાનું શાક પણ કહે છે અને આ શાક નવરાત્રિમાં માતાજીની પ્રસાદી માં પણ બનાવતા હોય છે તો ચાલો જાણીએ prasad nu desi chana nu shaak recipe in gujarati , prasad nu desi chana nu shaak banavani rit માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

પ્રસાદ નું દેશી ચણાનું શાક બનાવવા જરૂરી સામગ્રી | prasad nu desi chana nu shaak ingredients

  • દેસી ચણા 250 ગ્રામ
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • તેલ 2-3 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • પાણી જરૂર મુજબ

પ્રસાદ નું દેશી ચણાનું શાક બનાવવાની રીત | prasad nu desi chana nu shaak recipe in gujarati

દેસી ચણા નું શાક બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચણા ને સાફ કરી ને લ્યો સાફ કરી લીધા બાદ બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને બે ત્રણ ગ્લાસ પાણી નાખી છ થી સાત કલાક સુધી પલાળી રાખો

ચણા બરોબર પલળી જાય એટલે એનું પાણી નિતારી લ્યો ને કૂકરમાં બે કપ પાણી ને નીતરેલ ચણા નાખો ને સ્વાદ મુજબ મીઠું ને બેકિંગ સોડા નાખી મિક્સ કરી કુકર નું ઢાંકણ બંધ કરી ફૂલ તાપે એક સીટી કરી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી ને બીજી બે સીટી થવા દયો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો

Advertisement

હવે એક વાટકામાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, આમચૂર પાઉડર લ્યો એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ નાખી એમાં પલાળી મૂકેલ મસાલા નાખી મિક્સ કરી લ્યો

મસાલા ને ધીમા તાપે શેકી લ્યો ત્યાર બાદ એમાં બાફેલા ચણા નાખી મિક્સ કરી લ્યો ને ધીમા તાપે પાંચ સાત મિનિટ સુધી ચડવા દો ત્યાર બાદ એમાં ગરમ મસાલો ને કસુરી મેથી હાથ થી મસળી નાખી મિક્સ કરી લ્યો ને પાંચ મિનિટ ચડાવી લ્યો

જો તમારે રસા વાળા ચણા બનાવવા અડધો કપ પાણી નાખી ને પાંચ સાત મિનિટ સુધી ચડવા દો તો રસા વાળુ દેસી ચણા નું શાક બનાવી શકશો

તો તૈયાર છે દેસી ચણાનું શાક જેને તમે પુરી રોટલી સાથે સર્વ કરી શકો છો ને પ્રસાદ માં પણ વાપરી શકો છો

prasad nu desi chana nu shaak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Easy Home Tips ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

કચ્છી સમોસા બનાવવાની રીત | kutchi samosa banavani rit | kutchi samosa recipe in gujarati

રતલામી સેવ બનાવવાની રીત | ratlami sev banavani rit | ratlami sev recipe in gujarati

ચાટ મસાલો બનાવવાની રીત | chat masala banavani rit | chaat masala recipe in gujarati

દહીં ભાત બનાવવાની રેસીપી | curd rice recipe in gujarati | dahi bhat banavani rit gujarati ma

કુરકુરી ભીંડી બનાવવાની રીત | kurkuri bhindi banavani rit | kurkuri bhindi recipe in gujarati

તંદુરી ફુદીના ચટણી બનાવવાની રીત | tandoori pudina chutney banavani rit | tandoori pudina chutney recipe in gujarati

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement