ફુદીના ના પરોઠા બનાવવાની રીત | pudina paratha banavani rit | pudina paratha recipe in gujarati

fudina parotha banavani rit gujarati ma - pudina paratha banavani rit gujarati ma - ફુદીના ના પરોઠા બનાવવાની રીત - pudina paratha recipe in gujarati
Image credit – Youtube/Sanjeev Kapoor Khazana
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube આજે આપણે ફુદીના ના પરોઠા બનાવવાની રીત – pudina paratha banavani rit gujarati ma શીખીશું. જેને તમે સવાર ના નાસ્તા બનાવી ને તૈયાર કરી શકો જે ચા દૂધ સાથે ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો જાણીએ pudina paratha recipe in gujarati  – fudina parotha banavani rit gujarati ma બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ફુદીના ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી | pudina paratha ingredients

  • ઘઉંનો લોટ 2 કપ
  • ફુદીના ના પાન ½ કપ
  • ફુદીના પાઉડર ¼ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • માખણ જરૂર મુજબ
  • ઘી / તેલ શેકવા માટે

fudina parotha banavani rit gujarati ma | pudina paratha recipe in gujarati

ફુદીના પરોઠા બનાવવા સૌ પ્રથમ ફુદીના ના પાન ને દાડી થી અલગ કરી સાફ કરી લ્યો ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ ચારણીમાં નાખી પાણી નિતારી લેવું ને પાણી નિતારી લીધા પછી ફુદીના ના પાન ને ઝીણી ઝીણી સુધારી લેવા

હવે એક વાસણમાં ઘઉંનો લોટ ચારી ને લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સુધારેલ ફુદીના ના પાન ને સ્વાદ મુજબ મીઠું અને ને ચમચી મોણ નાખી ને લોટ ને હાથ થી બરોબર મસળી લ્યો

Advertisement

હવે એમાં થોડુ થોડુ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ મસળી લેવો ત્યાર બાદ એક ચમચી તેલ લગાવી ફરી એક મિનિટ મસળી લ્યો ને ત્યાર બાદ લોટ ને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો

પંદર મિનિટ પછી લોટ ને ફરી થોડી વાર મસળી લ્યો ને જે સાઇઝ ના પરોઠા કરવા હોય એ સાઇઝ ના લુવા કરી લ્યો હવે એક લુવો લ્યો એને કોરો લોટ લઈ વણી લ્યો ને રોટલી બનાવી લ્યો ત્યાર બાદ એના પર અડધી ચમચી માખણ કે જામેલ ઘી લાગવી લ્યો ને બે ત્રણ ચપટી કોરો લોટ છાંટી લ્યો

હવે એક બાજુ થી ઝિક ઝેક જેમ વારતા જઈ લછા બને એ રીતે ફોલ્ડ કરો ને એનો ફરી ગોળ લુવો બનાવી લ્યો (અથવા ચાકુ થી લાંબી પટ્ટી કાપી લ્યો ને પછી બધી પટ્ટી ને ભેગી કરી ફરી ગોળ લુવો બનાવી નાખો) આમ બધા લુવા વણી ને એના પર માખણ / ઘી લગાવી ફોલ્ડ કરી લુવા તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો અને તૈયાર કરેલ લુવા ને કોરા લોટ સાથે વણી લ્યો ને પરોઠા ને ગરમ તવી પ્ર નાખી બને બાજુ થોડા શેકો ત્યાર બાદ ઘી કે તેલ થી બને બાજુ બરોબર શેકી લ્યો ને પરોઠા બરોબર શેકી લીધા બાદ એના પર ફુદીના પાઉડર છાંટી ને ગેસ પર થી ઉતરી લ્યો

બીજા પરોઠા પણ આમજ  તૈયાર કરી લ્યો તૈયાર પરોઠા ને ચા, દૂધ કે ચટણી કે અથાણા સાથે ગરમ ગરમ સર્વ કરો.

ફુદીના ના પરોઠા બનાવવાની રીત | pudina paratha banavani rit gujarati ma

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement