નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું પંજાબી પીની જે શિયાળામાં તેનું પંજાબ ની અંદર સેવન કરવામાં આવે છે જેવીરીતે આપણા ગુજરાત ની અંદર શિયાળામાં અડદિયા બનાવવામાં આવે છે. પંજાબી પીની રેસીપી – Punjabi Atta Pinni Recipe in Gujarati, Punjabi Pinni Recipe in Gujarati.
Punjabi Pinni Recipe
પંજાબી પીની બનાવવા નીચે મુજબની સામગ્રી
- ૧૦૦ ગ્રામ ગુંદ
- ૨ કપ ઘી(જરૂર પ્રમાણે વધુ ઓછું કરી લેવું)
- પા કપ બદામ ના કટકા
- પા કપ અખરોટ ના કટકા
- પા કપ કીસમીસ
- ૨-૩ ચમચી મગતરી ના બીજ
- પા કપ કાજુ ના કટકા
- પા ચમચી એલચી નો ભૂકો
- ૪૦૦ગ્રામ /૨ કપ ખાંડ/ ગોળ
- ૫૦૦ ગ્રામ ઘઉં નો લોટ
Punjabi Atta Pinni Recipe in Gujarati
પીની ( Atta Pinni Recipe ) બનાવવા સૌપ્રથમ એક વાસણમાં થોડું ઘી લઈ તેમાં ગૂંદ ને બરોબર તરી લઈ કાઢી લ્યો ને ઠંડો થવા દયો ત્યાર પછી તેને અધકચરો પીસી લ્યો ને એક બાજુ મૂકી દયો ત્યાર બાદ એજ કડાઈ માં કટકા કરેલ કાજુ, બદામ ,અખરોટ, મગતારી ના બીજ ને કીસમીસ નાખી સેકી ને કાઢી લ્યો.
હવે એક વાસણમાં બાકી રહેલ ઘી લઈ તેમાં ઘઉં નો લોટ નાખી મીડી યમ તાપે ઘી છૂટું થાય ત્યાં સુધી( બ્રાઉન) સેકો બરોબર શેકાઈ જાય એટલે તેને એક વાસણ માં બિલકુલ ઠંડુ થવા મૂકી દયો ઘઉં નું મિશ્રણ ઠંડુ થાય ત્યાર બાદ તેમાં પીસેલી ખાંડ(ગોળ) નાખી હાથ વડે મિશ્રણ ને બરોબર મિક્સ કરો ત્યાર બાદ તેમાં તરેલું ગૂંદ ને તરેલા ડ્રાય ફ્રૂટ નાખી ફરી મિક્સ કરો
મિશ્રણ તૈયાર થઈ જાય એટલે તેને મનગમતા આકાર આપી તૈયાર કરી લ્યો તો તૈયાર છે
પંજાબી પીની રેસીપી વિડીયો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ઘરે બનાવો આ રીતે પંજાબી રાજમા – Panjabi Rajma in Gujarati
ઘઉં ના લોટ નો ટેસ્ટી ક્રિષ્પી નાસ્તો સમોસા ને પણ ભૂલી જશો- testy Snack
પાલક પનીર રેસેપી પંજાબી સ્ટાઈલ નું – Palak Paneer Recipe
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે