રબડી ટાર્ટ બનાવવાની રીત | Rabdi Tart banavani rit

રબડી ટાર્ટ - Rabdi Tart - રબડી ટાર્ટ બનાવવાની રીત - Rabdi Tart banavani rit
Image credit – Youtube/Sattvik Kitchen
Advertisement

ઘરે રબડી ટાર્ટ બનાવવાની રીત – Rabdi Tart banavani rit શીખીશું. ઉતર ભારત તરફ અને હોળી ના ત્યોહાર પર રબડી ટાર્ટ વધારે બનાવવામાં આવે છે, do subscribe Sattvik Kitchen YouTube channel on YouTube If you like the recipe , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. એકવાર તમે ઘરે જરૂર બનાવો. સાથે જોતા જ ખાવાનું મન થાય તેવું સુંદર દેખાય છે.

ટાર્ટ બનાવવાની સામગ્રી

  • મેંદો 150 ગ્રામ
  • બટર 75 ગ્રામ
  • ખાંડ 1 ½ ચમચી
  • મીઠું ½ ચમચી
  • લીંબુ નો રસ 2-3 ટીપાં
  • પાણી 3 ચમચી

રબડી બનાવવા માટેની સામગ્રી

  • દૂધ 750 ml
  • કેસર 1 ચપટી
  • કંદેસ્ન્ડ મિલ્ક ½ કપ
  • એલચી પાવડર ¼ ચમચી
  • મિક્સ ડ્રાય ફ્રુટ 1 ચમચી

ટાર્ટ બનાવવા માટેની રીત

ટાર્ટ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં મેંદો લ્યો. હવે તેમાં બટર, ખાંડ, મીઠું અને લીંબુ નો રસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં પાણી નાખો અને સરસ થી ટાઈટ લોટ ગુંથી લ્યો. હવે તેને ઢાંકી ને ત્રીસ મિનિટ સુધી ફ્રીઝ માં સેટ થવા માટે રાખી દયો.

Advertisement

ત્યાર બાદ તેને ફ્રીઝ માંથી કાઢી ને તેને સરસ થી ગુંથી લ્યો. હવે તેની મિડીયમ થીક રોટલી વણી લ્યો. હવે વાટકી ની મદદ થી તેના રાઉન્ડ સેપ માં કટ કરી લ્યો.

હવે મોલ્ડ માં તેને રાખી ને સરસ થી સેટ કરી લ્યો. આવી રીતે બધા જ મોલ્ડ તૈયાર કરી લ્યો. હવે તેને એક ટ્રે માં રાખી દયો. હવે કાંટા વાળી ચમચી ની મદદ થી વચ્ચે એક થી બે વાર છેદ કરી લ્યો. હવે તેને માઇક્રોવેવ માં રાખી ને 180ડિગ્રી પર બાર થી પંદર મિનિટ સુધી બેક કરી લ્યો. ત્યાર બાદ તેને માઇક્રોવેવ માંથી બારે કાઢી લ્યો. હવે તૈયાર છે આપણા ટાર્ટ.

રબડી બનાવવા માટેની રીત

રબડી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં દૂધ નાખો. હવે તેમાં કેસર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ફૂલ આંચ પર પાંચ થી સાત મિનિટ સુધી ઉકાળી લ્યો.

ત્યાર બાદ તેમાં કાંદેસન્ડ મિલ્ક નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં એલચી નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે દૂધ અડધું થાય ત્યાં સુધી તેને ઉકાળી લ્યો. ત્યાર બાદ તેમાં એક ચમચી જેટલો મિક્સ ડ્રાય ફ્રુટ નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેને ફરી થી ત્રણ થી ચાર મિનિટ સુધી ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેને ફ્રીઝ માં ત્રીસ મિનિટ સુધી રાખી ને ઠંડું કરી લ્યો.

રબડી ટાર્ટ બનાવવાની રીત

રબડી ટાર્ટ બનાવવા માટે સૌથી પહેલાં એક પ્લેટ બનાવી ને રાખેલ ટાર્ટ મૂકો. હવે તેમાં ચમચી ની મદદ થી રબડી નાખો. હવે તેની ઉપર ડ્રાય ફ્રુટ છાંટી ને ગાર્નિશ કરો. હવે તૈયાર છે આપણું ટેસ્ટી અને હેલ્ધી રબડી ટાર્ટ . હવે તેને સર્વ કરો અને રબડી ટાર્ટ ખાવાનો આનંદ માણો.

Rabdi Tart banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Sattvik Kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sattvik Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ડુંગરી લસણ વગર સંભાર | dungri lasan vagar sambhar

ફૂલવડી બનાવવાની રીત | fulvadi banavani rit | fulwadi recipe in gujarati language

લીલા મરચાં નું શાક બનાવવાની રીત | Lila marcha nu shaak banavani rit

રાગી વેજીટેબલ સૂપ બનાવવાની રીત | Ragi vegetable soup banavani rit | Ragi vegetable soup recipe in gujarati

બિહારી દાલ પૂરી બનાવવાની રીત | Bihari dal puri banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement