રાગી બ્રાઉની બનાવવાની રીત | Ragi Brownie banavani rit

રાગી બ્રાઉની - રાગી બ્રાઉની બનાવવાની રીત - Ragi Brownie banavani rit - Ragi Brownie recipe gujarati
Image credit – Youtube/Healthy Kadai
Advertisement

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે રાગી બ્રાઉની બનાવવાની રીત – Ragi Brownie banavani rit શીખીશું, do subscribe Healthy Kadai YouTube channel on YouTube If you like the recipe , બ્રાઉની નું નામ સાંભળતા જ નાના બાળકો ને તો મોઢામાં પાણી આવી જાય. તેથી બાળકો માટે સ્પેશિયલ હેલ્થી અને કેલ્શિયમ થી ભરપુર  એવા રાગી ના લોટ થી આજે આપણે રાગી બ્રાઉની બનાવતા શીખીશું.ખૂબ જ ટેસ્ટી બને છે. સાથે  ખૂબ જ સોફ્ટ બને છે. તો ચાલો આજે આપણે ઘરે હેલ્થી અને ટેસ્ટી Ragi Brownie recipe gujarati શીખીએ.

રાગી ના લોટ ની બ્રાઉની બનાવવા જરૂરી સામગ્રી

  • તેલ ૫ ચમચી
  • ગોળ પાવડર ૧/૨ કપ
  • વેનીલા એશેંશ ૩-૪ ડ્રોપ
  • રાગી નો લોટ ૩/૪ કપ
  • કોકો પાવડર ૧/૪ કપ
  • મીઠું ૧/૪ ચમચી
  • બેકિંગ પાઉડર ૧ ચમચી
  • ડાર્ક ચોકલેટ ચિપ્સ ૭૦ ગ્રામ
  • કાજુ અને અખરોટ ના ટુકડા ૨ ચમચી

રાગી બ્રાઉની બનાવવાની રીત | Ragi Brownie recipe gujarati

રાગી બ્રાઉની બનાવવા માટે સૌથી પેહલા એક બાઉલ માં તેલ નાખો. હવે તેમાં ગોળ નો પાવડર નાખો. હવે તેને વીસ્ક્ ની મદદ થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં દહી અને વેનીલા અસેન્શ નાખો. હવે તેને ફરી થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેની ઉપર એક ગારણી મૂકો. હવે તેમાં રાગી નો લોટ, કોકો પાવડર, મીઠું અને બેકિંગ પાઉડર નાખો. હવે તેને સરસ થી ચારી લ્યો. ત્યાર બાદ તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

Advertisement

  તેમાં ડાર્ક ચોકલેટ ચિપ્સ ના નાના નાના ટુકડા કરી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે બ્રાઉની ને બનાવવા માટેનું એક મોલ્ડ લ્યો. હવે તેની ઉપર બટર પેપર મૂકો. હવે તેમાં બ્રાઉની ના મિશ્રણ ને સરસ થી સેટ કરી ને નાખો. હવે તેની ઉપર કાજુ અને અખરોટ ના ટુકડા ને નાખો. હવે તેને માઇક્રોવેવ માં વીસ મિનિટ માટે ૧૬૦ ડિગ્રી ઉપર બેક થવા માટે મૂકી દયો.

ત્યાર બાદ બ્રાઉની ને માઇક્રોવેવ માંથી બારે કાઢી લ્યો. હવે તેનો એક ચોરસ પીસ કટ કરી ને પ્લેટ માં મૂકો. હવે તેને ચોકલેટ સોસ થી ગાર્નિશ કરો. હવે ટેસ્ટી અને હેલ્ધી રાગી બ્રાઉની ને સર્વ કરો.

Ragi Brownie recipe gujarati note

  • તેલ ની જગ્યા એ તમે બટર નો ઉપયોગ કરી શકો છો.
  • માઇક્રોવેવ ના હોય તો કઢાઇ માં પણ બ્રાઉની બનાવી શકાય છે. પણ તેને ત્રીસ મિનિટ સુધી બેક કરવું.

Ragi Brownie banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Healthy Kadai ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ફૂલવડી બનાવવાની રીત | fulvadi banavani rit | fulwadi recipe in gujarati language

અડદ દાળ ના લાડુ બનાવવાની રીત | adad na ladu banavani rit recipe in gujarati

સન્નાટા રાયતું બનાવવાની રીત | Sannata raitu banavani rit

સોજી બટાકા ના પરોઠા બનાવવાની રીત | Soji bataka na parotha banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement