નમસ્તે મિત્રો આજે આપણે રાગી ના ઢોસા બનાવવાની રીત – ragi na dosa banavani rit શીખીશું, do subscribe Ghana’s Kitchen YouTube channel on YouTube If you like the recipe , ઢોસા તો તમે ઘણી પ્રકારના દાળ ચોખા ના મિશ્રણ માંથી બનાવી ને ખાધા હસે પણ આજ આપણે એકદમ હેલ્થી ને ટેસ્ટી રાગી ઢોસા ની રીત લઈ આવ્યા છીએ જે ઝડપથી તૈયાર થઈ જાય છે ને ચટણી સોસ સાથે સર્વ કરી શકો છો તો ચાલો જાણીએ ragi dosa recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
રાગી ઢોસા બનાવવા જરૂરી સામગ્રી
- રાગી નો લોટ ½ કપ
- સોજી ¼ કપ
- ચોખા નો લોટ ¼ કપ
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- જીરું 1 ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- ઝીણી સુધારેલી ડુંગળી 1 નાની
- હિંગ 1-2 ચપટી
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
- જરૂર મુજબ તેલ
રાગી ના ઢોસા બનાવવાની રીત | ragi dosa recipe in gujarati
રાગી ના ઢોસા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચાળી ને રાગી નો લોટ અને ચોખા નો લોટ લ્યો એમાં સાફ કરેલ સોજી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, ઝીણા સમારેલા લીલાં મરચા, ઝીણા સમારેલા લીલાં ધાણા, જીરું, ઝીણી સુધારેલી ડુંગળી, હિંગ નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં થોડુ થોડુ કરી પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ બનાવો તૈયાર મિશ્રણ ના ઘણું ઘટ્ટ હોય કે ન ઘણું પાતળું થાય એનું ખાસ ધ્યાન રાખવું જો મિશ્રણ ઘણું પાતળું થઈ જશે તો ઢોસો તવી પરથી નીકડસે નહિ ને જો ઢોસો જાડો બનશે તો ખાવા ની મજા નહિ આવે
હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે તૈયાર કરેલ મિશ્રણ ને બરોબર હલાવી એક થી બે કડછી મિશ્રણ ગરમ તવી પર નાખી ફેલાવી લ્યો અને ઢોસા ને મિડીયમ તાપે ઢોસા ને બરોબર ચડાવો ઢોસો ચડવા આવે એટલે ઉપર ઘી કે તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો
ઢોસો ગોલ્ડન થાય એટલે તવી પરથી ઉતારી લ્યો અને ફરીથી મિશ્રણ ને બરોબર હલાવી ને મિશ્રણ તવી પર નાખો ને ઢોસા ને તેલ કે ઘી લગાવી ગોલ્ડન શેકી લ્યો આમ દરેક વખતે મિશ્રણ બરોબર હલાવી ને ઢોસા બનાવી લ્યો ને ઢોસા તૈયાર કરી લ્યો તો તૈયાર છે રાગી ઢોસા.
રાગી ઢોસા બનાવવાની રીત | ragi na dosa banavani rit | Recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ghana’s Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ચીલી ગાર્લિક રાઈસ બનાવવાની રીત | Chili garlic rice banavani rit
બેસન ની બરફી બનાવવાની રીત | besan ni barfi banavani rit | besan barfi recipe in gujarati
મસાલા કાજુ બદામ બનાવવાની રીત | masala kaju badam banavani rit | masala kaju badam recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે