રામફળ ના ફાયદા નુકશાન અને તેના પાંદ નો ઉપયોગ દવા તરીકે | Ramfal na fayda

રામફળ ના ફાયદા - રામફળ ના નુકશાન - ramfal na fayda in Gujarati
Advertisement

કસ્ટરડ એપલ જેને આપણે રામફળ ના નામથી ઓળખીએ છીએ, તે દેખાવ માં સીતાફળ જેવું જ હોય છે. રામફળ માં ઘણાબધા પોષકતત્વો મળી રહે છે. અબાલ વૃદ્ધ બધાને ભાવતું ફળ છે. રામફળ નું સેવન કરવાથી અનેક લાભો થાય છે.તો ચાલો જાણીએ રામફળ ના ફાયદા અને તેના પાંદ નો ઉપયોગ દવા તરીકે કરવાની રીત અને તેને લગતા થોડાક નુકસાનો, ramfal na fayda in Gujarati

રામફળ વિશે માહિતી

રામફળ નું સેવન કરવાથી અનેક બીમારિયો થી બચી શકાય છે. રામફળ ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે. રામફળ ના ઝાડની છાલ ભૂરા રંગ ની હોય છે, અને અંદર તે સહેજ આછા પીળા રંગ નું હોય છે.

સીતાફળ નું તુલના માં રામફળ થોડુક મોટું હોય છે. તેની અંદર નો ગર્ભ સફેદ ક્રીમ જેવો હોય છે. અને તે ખાવામાં અત્યંત મીઠું હોય છે.

Advertisement

રામફળ માં ૦.૬ ફેટ નું પ્રમાણ હોય છે, ૨.૪ ગ્રામ ફાઈબર, ૨૫.૨ ગ્રામ કાર્બોહાઈડ્રેટ, ૧.૭ ગ્રામ પ્રોટીન, ૩૦ મીલીગ્રામ કેલ્શિયમ, અને ૨૧ મિલી ગ્રામ્ ફોસ્ફરસ મળી રહે છે.

વિટામીન સી હોવાના કારણે રામફળ નું સેવન કરવું આપણા માટે ખુબ જ સારું છે. તે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ખુબ જ મદદ કરે છે અને સંક્રમણ થી બચાવે છે.

રામફળ માં વિટામીન બી-૬ ઘણું હોય છે. જે આપણા હૃદય ની આજુબાજુ જામેલ ચરબીને ઓછી કરે છે સાથે સાથે કીડની માં થવા વાળી પથરી ને પણ બનાવતા અટકાવે છે.

રામફળ માં રહેલું વિટામીન બી કોમ્લેક્સ અને વિટામીન સી ત્વચા માટે સારું છે. તેને ખાવાથી સ્કીન માં ગ્લો આવે છે. ખીલ ની સમસ્યા માંથી છુટકારો મળે છે.

રામફળ ના ફાયદા | ramfal na fayda

એનીમિયા ના દર્દીઓ માટે રામફળ નું સેવન કરવું ફાયદાકારક સાબિત થાય છે.

રામફળ ના સેવન થી શરીર માં હિમોગ્લોબીન નું પ્રમાણ વધે છે. તે આપના શરીર માં અલગ અલગ કોશિકાઓને ઓક્સીજન પહ્ચાડવામાં મદદ કરે છે.

વાળ માટે પણ રામફળ એક સારી ઔષધી છે. રામફળ નું તેલ વાળ માંથી ખોળા ને દૂર કરે છે. તેનું તેલ હાઈપર પીગમેંટેશનની અસર ને ઓછું કરે છે.

રામફળ માં એન્ટી ઈમ્ફ્લામેનટ્રી ગુણ હોય છે જે દર્દ નિવારક ગુણો થી ભરપૂર છે. તેના સેવનથી ન્યુરોન સીસ્ટમ સારી રહે છે. અને માથાના દુખાવા મા રાહત મળે છે.

કુદરતી એન્ટી બાયોટીક, એન્ટી બેકટેરીયલ તત્વો હોય છે રામફળ માં, જે ઝાડા, નીમોનીયા, અને ટાઈફોડ તાવ માં દવા સ્વરૂપે કામ આવે છે,ramfal na fayda

રામફળ પાચનશક્તિ મજબૂત બનાવે છે

રામફળ માં રહેલું ફાઈબર પેટ ને સ્વસ્થ રાખવા માટે ખુબ જ સારું છે. ફાઈબર ખોરાક ને જલ્દી પચાવવામાં મદદ કરે છે. પાચનશક્તિ મજબૂત બનાવે છે. કબજિયાતની સમસ્યાને દૂર કરે છે, પાચન ક્રિયા સારી બનાવે છે.

રામફળ ના ફાયદા જો તમને અપચો, કબજિયાત, ડાયેરિયા ને તકલીફ છે તો અવશ્ય રામફળ નું સેવન કરો.

ત્વચા ને હેલ્ધી બનાવવામાં મદદરૂપ

રામફળ માં રહેલું વિટામીન-એ અને વિટામીન બી-૬ ત્વચા ને ચમકદાર અને લચીલી બનાવે છે.

ત્વચા ના અલગ અલગ રોગો જેમકે સુકી ત્વચા, વાળ ખરવા, એક્ઝીમાં, ખીલ વગેરે થી છુટકારો અપાવે છે. રામફળ ત્વચા માં રહેલા બેક્ટેરિયા ને દૂર કરે છે.

રામફળ ના ફાયદા તે દાંતો ને સ્વસ્થ બનાવે છે

દાંત ને સ્વસ્થ બનાવવામાં રામફળ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.

દાંતના દર્દો માંથી છુટકારો મેળવવા માટે રામફળ ના ઝાડ ની છાલને સાફ કરીને તેને દાંત પર ઘસવાથી અને તેને દાતણ ની જેમ કરવાથી દાંત ના દર્દો માંથી રાહત મળે છે.

હૃદય ને મજબૂત બનાવે છે

આપણે આપના શરીર ને સ્વસ્થ રાખવાની સાથે સાથે હૃદય ને પણ સ્વસ્થ રાખવું જરૂરી બની જાય છે. હૃદય આપણા શરીર નું એક મહત્વપૂર્ણ અંગ છે.

રામફળ માં વિટામીન બી-૬ મળી રહે છે જે હૃદય માટે ખુબ જ સારું છે. જે શરીર માં વધારાની ચરબી ને દૂર કરે છે અને કોલેસ્ટ્રોલ લેવલ ને નિયંત્રિત રાખે છે. તેના નિયમિત સેવન થી હૃદય ને સ્વસ્થ રાખી શકાય છે.

રામફળ ના પાંદડા ના અમુક ફાયદાઓ

રામફળ ના ઝાડ ના પાંદ અને તેની છાલ બન્ને શરીર માટે ખુબ જ ફાયદેમંદ છે. તેની છાલ અને પાંદડા નો ઉકાળો બનાવીને વાગ્યા ઉપર લગાવી શકાય છે.

ડાયાબીટીશ માં તેના પાંદડા નો ઉપયોગ

ડાયાબીટીશ ના દર્દીઓ માટે રામફળ નું સેવન કરવું ખુબ જ ફાયદેમંદ છે. રામફળ એક હાઈપર લોકલ ફળ છે, જે ડાયાબીટીશ માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. રામફળ માં શુગર ને ઓછું કરવાના અમુક ગુણો હોય છે તેમાં એવા ખનીજ તત્વો હોય છે શુગર ને કન્ટ્રોલ માં રાખે છે.

ઝાડા માં તેની રામફળ ની છાલ નો ઉપયોગ

રામફળ માં અને તેના છાલ વાળા કાચા ફળોમાં ટેનિન નામનું તત્વ સારા એવા પ્રમાણ માં હોય છે. બહુ જ ઝાડા થઇ ગયા હોય તો કાચું રામફળ, પાંદડા અને ૧ લીટર પાણી લઈને તેને સારી રીતે ઉકાળો અને આ ઉકાળો દિવસ માં ૨-૩ વાર પીવો ઝાડા માં અવશ્ય ફાયદો થશે.

રામફળ ના નુકસાન

રામફળ ની તાસીર ઠંડી હોવાથી શરદી અને ઉધરસ હોય ત્યારે ખાવું હિતાવહ નથી.

તેના બીજ નું સેવન ક્યારેય કરવું નહિ.

રામફળ માં ફાઈબર ની માત્રા સારા એવા પ્રમાણમાં હોય છે માટે વજન ઓછું કરવા માંગતા વ્યક્તિઓ માટે તેનું સેવન ઓછું કરવું.

રામફળ વિશે લોકો ને મુજ્વતા પ્રશ્નો

રામફળ ને અંગ્રેજી માં શું કહેવાય?

રામફળ ને અંગ્રેજીમાં custard apple  કહેવામાં આવે છે.

રામફળ ની તાસીર કેવી હોય છે?

રામફળ ની તાસીર ઠંડી હોય છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

ડ્રેગન ફ્રુટ ના ફાયદા અને ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત | dragon fruit na fayda in Gujarati

ગોરસ આંબલી ના ફાયદા અને છાલ અને પાંદ ના વિવિધ ઉપયોગો | Goras ambli na fayda in Gujarati

લીચી અને લીચી ના બીજ ના ફાયદા | લીચી ના ઉપયોગો | લીચી ના નુકશાન | Litchi na fayda in Gujarati

અળવી ના ફાયદા | અળવી ના પાન ના ફાયદા | Advi na pan na fayda in Gujarati | Taro leaves benefits in Gujarati

સ્ટ્રોબેરી ના ફાયદા અને નુકશાન | Strawberry na fayda benefits in Gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement