નમસ્તે મિત્રો do subscribe Cooking Studio by Bijal YouTube channel on YouTube If you like the recipe આજે આપણે રસમ મસાલા સાથે રસમ વડા બનાવવાની રીત – rasam vada banavani rit શીખીશું. સાઉથ માં સાંભાર ની જગ્યા એ રસમ પણ ઘણા વડા સાથે સર્વ કરાતી હોય છે જે સાંભાર જેટલીજ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો જાણીએ રસમ વડા બનાવવાની રીત – rasam vada recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
રસમ મસાલો બનાવવા માટેની સામગ્રી
- આખા ધાણા 3 ચમચી
- મીઠા લીમડાના પાન 10-12
- જીરું 1 ચમચી
- મેથી દાણા 1 ચમચી
- મરી 1 ચમચી
- તુવેર દાળ 1 ચમચી
- હળદર 1 ચમચી
- હિંગ ½ ચમચી
- લાલ મરચા નો પાવડર 1 ચમચી
રસમ બનાવવા માટેની સામગ્રી
- તુવેર દાળ ½ કપ
- ટમેટા 1-2 સુધારેલ
- પાણી 1 +2 કપ
- આંબલી 2 ચમચી
- તેલ 2-3 ચમચી
- રાઈ ½ ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- મીઠા લીમડાના પાન 5-6
- સૂકા લાલ મરચા 1
- હળદર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- રસમ પાઉડર 1 ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી
વડા બનાવવા માટેની સામગ્રી
- અડદ દાળ 2 કપ
- જરૂર મુજબ પાણી
- સ્વાદ મુજબ મીઠું
- આદુ મરચા નો પેસ્ટ 1 ચમચી
- જીરું ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
રસમ વડા બનાવવાની રીત | rasam vada recipe in gujarati
સૌપ્રથમ આપણે રસમ મસાલો બનાવવાની રીત શીખીશું ત્યારબાદ રસમ બનાવવાની રીત શીખીશું ત્યારબાદ વડા બનાવવાની રીત શીખીશું
રસમ મસાલો બનાવવાની રીત
ગેસ પર એક કડાઈમાં આખા ધાણા ને બે મિનિટ ધીમા તાપે શેકી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન અને જીરું નાખી શેકી લ્યો જીરું ગોલ્ડન થાય અને મીઠા લીમડાના પાન શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ કડાઈમાં મેથી દાણા ,મરી ને પણ શેકી લ્યો
શેકાઈ જાય એટલે એને પણ ધાણા સાથે કાઢી લ્યો ત્યાર બાદ તુવેર દાળ ને પણ શેકી ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી એને પણ ઠંડા થવા દયો ત્યાર બાદ મિક્સર જાર માં શેકી રાખેલ મસાલા એની સાથે હળદર, હિંગ અને લાલ મરચા નો પાવડર નાખી ને પીસી ને મસાલો તૈયાર કરી લ્યો તો તૈયાર છે રસમ મસાલો
રસમ બનાવવાની રીત
સૌ પ્રથમ તુવેર દાળ ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ અડધો કલાક પલાળી મુકો અડધા કલાક પછી ગેસ પર એક કુકર માં એક થી દોઢ કપ પાણી મૂકો ત્યાર બાદ એમાં તુવેર દાળ ને નિતારી ને નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, હળદર અને એક ટમેટું સુધારેલ નાખો ને કુકર બંધ કરી ત્રણ ચાર સીટી વગાડી લ્યો ને ત્યાર બાદ ગેસ બંધ કરી હવા નીકળવા દયો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખીને તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચાં, લીલા મરચાં અને મીઠા લીમડાના પાનનો નાખી મિક્સ કરી લ્યો હવે એમાં આંબલી નો પલ્પ નાખી મિક્સ કરી એમાં બીજું એક ટમેટું સુધારી ને નાખો ને ચડાવી લ્યો
ટમેટું ગરી જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને રસમ મસાલો નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ દાળ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો સાથે બીજા એક થી દોઢ કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો
દાળ ને ઉકળવા દયો રસમ બરોબર ઉકળવા લાગે એટલે છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો અને ગરમ ગરમ સર્વ કરો
વડા બનાવવાની રીત | rasam vada banavani rit
અડદ દાળ ને બે ત્રણ પાણીથી ધોઈ ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક પલાળી મુકો પાંચ કલાક પછી એનું પાણી નિતારી લ્યો ને મિક્સર જાર માં પીસી લ્યો ને પીસવા માટે જરૂર પડે તો એક બે ચમચી પાણી નાખો આમ બધી દાળ પીસી લ્યો
પીસેલી દાળ એક વાસણમાં લ્યો એને હાથ વડે અથવા ચમચા વડે પાંચ મિનિટ એક બાજુ ફેરવી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, આદુ મરચા ની પેસ્ટ અને જીરું નાખી મિક્સ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં હાથ પાણી વાળા કરી વડાનું મિશ્રણ નાખતા જઈ વડા તરવા નાખો અને મિડીયમ તાપે વડા ને ગોલ્ડન તરી લ્યો
છેલ્લે ગરમ ગરમ વડા ઉપર ગરમ રસમ નાખી ગરમ ગરમ સર્વ કરો રસમ વડા
rasam vada banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking Studio by Bijal ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
સુરતી લોચો બનાવવાની રીત | surti locho banavani rit | surti locho recipe in gujarati
તળીને મોદક બનાવવાની રીત | tari ne modak banavani rit | fried modak recipe in gujarati
તંદુરી ફુલાવર બનાવવાની રીત | tandoori fulavar banavani rit | tandoori fulavar recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે