Ratadu French Fries | રતાળુ ફ્રેંચ ફ્રાઈસ

Ratadu French Fries - રતાળુ ફ્રેંચ ફ્રાઈસ
Image credit – Youtube/Sheetal's Kitchen – Gujarati
Advertisement

મિત્રો અત્યાર સુંધી આપણે બહાર કે ઘર માં નવા બટાકા અથવા બટાકા માંથી બનાવેલ ફ્રેંચ ફ્રાઈસ તો ઘણી વખત મજા લીધી છે પણ આજ આપણે બટાકા કરતા હેલ્થી માનવામાં આવે છે એવા રતાળુ માંથી Ratadu French Fries – રતાળુ ફ્રેંચ ફ્રાઈસ બનાવતા શીખીશું. જે સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી પણ બને છે.

Ingredients list

  • રતાળુ 1 કિલો
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ તરવા મટે

 મસાલો બનાવવાની સામગ્રી

  •  જીરું 1 ચમચી
  • આખા ધાણા 2 ચમચી
  • તજ નો ટુકડો 1
  • વરિયાળી 1 ચમચી
  • લવિંગ 2-3
  • મરી 5-7
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • સૂંઠ પાઉડર ½ ચમચી
  • સંચળ ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Ratadu French Fries banavani rit

રતાળુ ફ્રેંચ ફ્રાઈસ બનાવવા સૌપ્રથમ આપણે ફ્રેંચ ફ્રાઈસ પર છાંટવા નો મસાલો બનાવી લેશું જેના માટે ગેસ પર કડાઈમાં જીરું, તજ નો ટુકડો, આખા ધાણા. વરિયાળી, લવિંગ , મરી  નાખી ધીમા તાપે શેકી લ્યો મસાલા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી પીસી પાઉડર બનાવી લ્યો.

હવે એ મિક્સર જાર માં સૂંઠ પાઉડર, આમચૂર પાઉડર, મીઠું સ્વાદ મુજબ, સંચળ અને લાલ મરચાનો પાઉડર નાખી ફરી એક વખત ફેરવી ને મિકા કરી લ્યો અને મસાલો તૈયાર કરી લ્યો.

Advertisement

રતાળુ ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ હાથ પર તેલ લગાવી લ્યો અને ત્યાર બાદ રતાળુ ને ચાકુની મદદ થી છોલી સાફ કરી લ્યો. રતાળુ છોલી ને સાફ કરી લીધા બાદ ફરી એક વખત પાણીથી ધોઈ લ્યો અને ત્યાર બાદ ચાકુથી એમાંથી લાંબા લાંબા કટકા કરી લ્યો કટકા ને ચટણી માં નાખતા જાઓ.

હવે ગેસ પર એક કડાઈમાં બે ગ્લાસ પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી ઢાંકી પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે એમાં ચારણી મૂકી ઢાંકી પાંચ થી સાત મિનિટ બાફી લ્યો. ત્યાર બાદ બહાર કાઢી કપડા પર નાખી કોરી કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં કોરી કરેલી રતાળુ ના કટકા નાખો અને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.

ગોલ્ડન અને ક્રિસ્પી થાય એટલે ઝારા થી કાઢી લ્યો અને બીજા કટકા ને પણ તરી લ્યો આમ બધી ફ્રેંચ ફ્રાઈસ ને તરી લ્યો અને અને ઉપર તૈયાર કરેલ મસાલો અથવા મીઠું મરી છાંટી ને મજા લ્યો  તો તૈયાર છે રતાળુ ફ્રેંચ ફ્રાઈસ.

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

Advertisement