નમસ્તે મિત્રો આજે આપણે રવાની કેક બનાવવાની રીત – rava cake banavani rit શીખીશું. આ કેક ને તમે ચા સાથે નાસ્તા માં અથવા સ્વીટ ડેઝર્ટ તરીકે આવેલ મહેમાન ને ચા સાથે સર્વ કરી શકો છો, do subscribe Arunima Bakes YouTube channel on YouTube If you like the recipe , આ કેક ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને બનાવવો ખૂબ સરળ છે તમે બાળકો ને ટિફિન માં પણ તૈયાર કરી મે આપી શકો છો તો ચાલો જાણીએ રવો કેક બનાવવાની રીત – rava cake recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
રવાની કેક બનાવવા જરૂરી સામગ્રી
- રવો 1 ¼ કપ
- દહીં ½ કપ (ઓપ્શનલ છે )
- દૂધ ¾ કપ ( જો દહી ના નાખો તો દૂધ 1 ¼ કપ લેવું)
- વેનીલા એસેન્સ 1 ચમચી
- પીસેલી ખાંડ 1 કપ
- પિગડેલુ માખણ / ઘી / તેલ ⅓ કપ
- ટુટી ફૂટી ¼ કપ
- મેંદા નો લોટ ¼ કપ + 1 ચમચી
- બેકિંગ પાઉડર 1 ચમચી
- બેકિંગ સોડા ½ ચમચી
રવાની કેક બનાવવાની રીત | rava cake recipe in gujarati
રવાની કેક બનાવવાની સૌપ્રથમ એક વાસણમાં દૂધ, દહી ( જો તમારે દહી ના વાપરવું હોય તો દહી જેટલું બીજું દૂધ નાખી દેવું ) અને અને પીસેલી ખાંડ લઈ બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં વેનીલા એસેન્સ, માખણ / તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સાફ કરેલ સોજી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો.
હવે મિશ્રણ ને ઢાંકી ને દસ થી પંદર મિનિટ એક બીજું મૂકો. હવે એક વાટકામાં ટુટી ફૂટી લ્યો એમાં એક બે ચમચી મેંદા માં લોટ ની નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. ત્યાર બાદ કેક જેમાં બેક કરવાનો હોય એને તેલ કે ઘી થી ગ્રીસ કરી એક બીજું મૂકો.
હવે જો ઓવેન માં બેક કરવાનો હોય તો ઓવેન ને દસ મિનિટ 180 ડિગ્રી પ્રિ હિટ કરવા મૂકો અથવા જો કડાઈ મુકવા નો હોય તો કડાઈમાં કાંઠો મૂકી ઢાંકી પાંચ સાત મિનિટ ગરમ કરવા મૂકો.
પંદર મિનિટ પછી સોજી બરોબર પલળી જાય એટલે એમાં ચાળી ને મેંદા નો લોટ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ટુટી ફૂટી ની એક બે ચમચી અલગ રાખી બાકીની ટુટી ફૂટી મિશ્રણ માં નાખી મિક્સ કરી લ્યો ને તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ મોલ્ડ માં નાખી એક સરખું ફેલાવી એના પર બચેલી ટુટી ફૂટી છાંટી દયો.
હવે તૈયાર મોલ્ડ ને ઓવેન માં મૂકી 180 ડિગ્રી પર ત્રીસ થી પાંત્રીસ મિનિટ બેક કરી લ્યો અથવા કડાઈ માં મોલ્ડ મૂકી પાંચ સાત મિનિટ ફૂલ તાપે ત્યાર બાદ ગેસ ધીમો કરી પાંત્રીસ થી ચાલીસ મિનિટ બેક કરી લ્યો ત્યાર બાદ ચેક કરી લેવો.
કેક બરોબર બેક થઈ જાય એટલે બહાર કાઢી થોડો ઠંડો થવા દયો ત્યાર બાદ ચાકુ થી કિનારી અલગ કરી પ્લેટ માં ઉથલાવી ડીમોલ્ડ કરી લ્યો ને બિલકુલ ઠંડો થાય એટલે કટકા કરી ને મજા લ્યો રવા કેક.
rava cake banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Arunima Bakes ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
સરગવાની સિંગ નું સૂપ બનાવવાની રીત | Sargvani sing nu soup banavani rit
કેસર એલચી ની સીરપ બનાવવાની રીત | Kesar elchi ni syrup banavani rit
મગ નો જ્યુસ બનાવવાની રીત | Mag no juice banavani rit
અંબે દાલ બનાવવાની રીત | Ambe daal banavani rit | Ambe daal recipe in gujarati
બચેલ ભાત માંથી ઢોસા બનાવવાની રીત | Bachela bhat mathi dhosa banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે