રીંગણ ખાવાના ફાયદા અને નુકશાન | Ringan na fayda | brinjal benefits

રીંગણ ખાવાના ફાયદા - રીંગણ ના ફાયદા - રીંગણ ના નુકશાન - ringan na fayda - brinjal benefits in Gujarati
Advertisement

ભારત માં પ્રાચીન કાળ થી રીંગણનું ઉત્પાદન થાય છે અને તેનો ઉપયોગ થાય છે. રીંગણા ને શિયાળુ પાક ના રાજા તરીકે ગણવામાં આવે છે. ઉનાળો આવતા જ તેનો સ્વાદ બદલાય છે અને તે ગરમ લાગવા માંડે છે.આજે અમે તેમને એજ રીંગણ ના ફાયદા- રીંગણ ખાવાના ફાયદા – ringan na fayda , રીંગણ ના નુકશાન, brinjal benefits in Gujarati જણાવીશું.

રીંગણ ના ફાયદા

રીંગણમાં મુખ્યત્વે બે જાત આવે છે. કાળા રીંગણ અને સફેદ રીંગણ.કાળા રીંગણા વધુ ગુણકારી મનાય છે. દિવાળી પહેલા રીંગણ નું સેવન ના કરવાનો ખ્યાલ આરોગ્ય ની દ્રષ્ટિ એ ખુબ જ હિતકારી છે. શરદ ઋતુ માં પિત્તનો પ્રકોપ થાય છે, તેથી શરદ ઋતુ માં રીંગણ ખાવા નહિ.વસંત ઋતુની શરૂઆતમાં રીંગણ નું સેવન લાભકારક છે. કેમકે તે કફનાશક છે.

રીંગણમા કાર્બોહાઈડ્રેટ, ચરબી, પ્રોટીન, અને બીજા ક્ષારો વતા-ઓછા પ્રમાણ માં હોય છે. તેમાં વિટામીન “એ” વિટામીન “બિ”, વિટામીન ‘સી” અને આયારના પણ હોય છે.

Advertisement

રીંગણ અને ટામેટા નો સૂપ બનાવીને પીવાથી મંદાગ્ની મટે છે અને આમ નું પાચન થાય છે.

કુમળા રીંગણાને આગ પર શેકીને રોજ સવારે નરણા કોઠે ગોળ સાથે ખાવાથી મલેરિયાના તાવ થી બરોળ વધી ગઈ હોય અને શરીર પીળું પડી ગયું હોય તો ફાયદો થાય છે.

કુમળા રીંગણાને અંગારા માં શેકી, મધમાં મિલાવી, સાંજે ચાટી જવાથી ઊંઘ સારી આવે છે. આ પ્રયોગ થોડા દિવસ કરવાથી અનિદ્રા મટે છે.

રીંગણ ખાવાના ફાયદા

રીંગણા નું શાક, ભડથું, કે સૂપ બનાવીને હિંગ અને લસણ સાથે લેવાથી પેટનું વાયુ નું જોર ઘટે છે.

રીંગણનું શાક ખાવાથી પેશાબ છૂટ થઇ શરૂઆત ની નાની પથરી ઓગળી જાય છે.

રીંગણ ની પોટીસ ગુમડા પર બાંધવાથી ગુમડા જલ્દી પાકી જાય છે.

રીંગણ ખાવાના ફાયદા વજન ઘટાડવામાં રીંગણા નો ઉપયોગ કરી શકાય છે કારણકે તેમાં કેલેરીનું પ્રમાણ ખુબ જ નહીવત હોય છે અને ફાઈબર ભરપૂર માત્રા માં હોય છે. જેથી વજન ઝડપ થી ઘટાડી શકાય છે.

રીંગણનું શાક નું સેવન કરવાથી ગેસ ની સમસ્યા માંથી છુટકારો મેળવી શકો છો. જે વ્યક્તિઓને ખુબ જ પસીનો વળતો હોય તો તેઓએ રીંગણ નો રસ નીકાળીને હાથ અને પગ પર લગાવવો જોઈએ.

રીંગણ નું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે. રીંગણ માં આયરન ની માત્રા સારા એવા પ્રમાણ માં હોવાથી તેનું સેવન કરવું હાડકા માટે ફાયદેમંદ છે. રીંગણ માં પોટેશિયમ પણ હોય છે, જે શરીર માં કેલ્શિયમ ની માત્રા ને વધારવામાં મદદ કરે છે.

Ringan na fayda ane Gharelu upchar

આપણા બધાના સ્વાસ્થ્ય ને સારું રાખવા માટે જરૂરી છે લોહતત્વ. જેની ઉણપ થી એનીમિયા થાય છે. એનીમિયા ને કારણે માથાનો દુખાવો, થકાન, કમજોરી, વગેરે જેવી સમસ્યા થાય છે. રીંગણ માં રહેલું આયરન એનીમિયા થી રક્ષણ આપવામાં મદદ કરે છે. રીંગણ માં તાંબુ પણ હોય છે. આ બન્ને ખનીજ તત્વો ને કારણે શરીર માં લાલ રક્ત કણો ની માત્રા વધારી શકાય છે.

હૃદય રોગીઓએ રીંગણ નું સેવન ફાયદાકારક નીવડે છે. તેનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થઇ જાય છે. અને સારું કોલેસ્ટ્રોલ બનાવવામાં મદદ મળે છે. રીંગણ માં આ બધા ગુણો હોવાને કારણે હૃદય રોગીઓએ તેનું સેવન અચૂક કરવું જોઈએ.

રીંગણામાં સારી માત્રા માં ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ મળી રહે છે. જે ડાયાબીટીશ ને કન્ટ્રોલ માં રાખવાનું કામ કરે છે. રીંગણામાં રહેલું ગ્લુકોઝ અને ઇન્સ્યુલીન ડાયાબીટીશ ને કન્ટ્રોલ માં રાખવામાં મદદ કરે છે.

રીંગણમાં ફોલિક એસીડ હોય છે જે ગર્ભવતી સ્ત્રીઓ માટે ખુબ જ ફાયદેમંદ છે માટે તેઓએ રીંગણ નું સેવન કરવું જોઈએ.

રીંગણામાં સારી એવી માત્રા માં ખનીજ તત્વો, વિટામીન અને પાણી હોય છે જે વાળને જળમૂળ થી પોષણ આપે છે. રીંગણ ને એકદમ બારીક પીસીને માથાના મૂળમાં લગાવો. પછી વાળ ધોઈ લો, વાળ મજબૂત થાય છે અને સાથે સાથે કરતા પણ બંધ થઇ જાય છે.

રીંગણા ના ફાયદા ત્વચા માટે

રીંગણા ખનીજ તત્વો, વિટામીન અને ફાઈબર થી ભરપૂર છે. જે આપણા શરીર ને અંદર થી સુધારવાનું કાર્ય છે અને ત્વચા ને સુંદર બનાવે છે.

સૂર્ય પ્રકાશ થી બળી ગયેલી ત્વચા માટે રીંગણ નું સેવન સારું માનવામાં આવે છે, કારણકે રીંગણ માં પાણી ની માત્રા સારા એવા પ્રમાણ માં હોય છે. જે શરીર ને હાઈડ્રેટ કરે છે અને ખનીજ તત્વો, ત્વચામાં ચીકાશ કાયમ રાખવામાં મદદ કરે છે.

શિયાળામાં ત્વચા શુષ્ક અને બેજાન થઇ જાય છે, એવામાં રીંગણ નું સેવન ખુબ જ ફાયદો કરે છે. ૫૦ ગ્રામ રીંગણ, બે ચમચી એલોવેરા જેલ, અને એક ચમચી મધ લઈને સારી એવી પેસ્ટ બનાવી લો, આ પેસ્ટ ને ચહેરા પર લગાવીને ૧૫ મિનીટ સુધી રહેવા દો પછી નવસેકા પાણી ની મદદ વડે ચહેરો સાફ કરી લો. અને તુઅર્ન્ત જ બરફ વડે ચહેરા ને મસાજ કરો, નિયમિત કરવાથી સારું રીઝલ્ટ મળશે.

રીંગણ ના નુકશાન

શિયાળા માં રીંગણા પાચક હોવા છતાય પિત્ત પ્રકોપ વાળાને, ગરમ પ્રકૃતિવાળાને, એસીડીટી વાળા ને માફક આવતા નથી.

એસીડીટી ના દર્દીઓએ પણ રીંગણાનું સસેવન કરવું જોઈએ નહિ.

જે તમને કોઇપણ પ્રકાર ની એલર્જી છે તો રીંગણ નું સેવન ઓછું કરવું.

જો તમે ડીપ્રેશન ની દવાઈ લઇ રહ્યા છો તો રીંગણ નું સેવન કરવું હિતાવહ નથી. કારણ કે તેના સેવન થી દવીની અસર ઓછી થઇ જાય છે.

રીંગણને તળીને સેવન કરવું જોઈએ નહી. તળેલા રીંગણ ખાવાથી વજન વધી શકે છે, હૃદય ને નુકસાન થઇ શકે છે.

રીંગણ ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો

રીંગણ ને અંગ્રેજી માં શું કહેવાય

રીંગણ ને અંગ્રેજી મા Brinjal કહેવાય છે

રીંગણ ની તાસીર કેવી હોય છે?

રીંગણ ની તાસીર ગરમ હોય છે, તેથી જ શિયાળામા તેનું સેવન કરવાનું વધારે કહેવામાં આવે છે.  

રીંગણ માં ક્યાં ક્યાં તત્વો હોય છે?

રીંગણ માં વિટામિન્સ, ખનીજ તત્વો, મળી રહે છે. વિટામીન-c, વિટામીન-k ,વિટામીન-b6, થાયામીન, નીયાસીન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કોપર, ફાઈબર, પોટેશિયમ, અને મેગનીઝ હોય છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

ઘરેલુ ઉપચાર | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

ગરમ પાણી પી ને આવી રીતે ઘટાડીએ વજન | how to use hot water for weight loss in Gujarati

ગરમ પાણી પીવાના ફાયદા | વિવિધ સમસ્યામા ગરમ પાણી પીવાની રીત | Garam pani na fayda | health benefits of drinking hot water in Gujarati

કોફી પીવાના ફાયદા | કોફી ના નુકશાન | coffee na fayda benefits in Gujarati

ચીકુ ના ફાયદા | ચીકુ નો ઉપયોગ ઘરગથ્થું ઉપચાર મા | ચીકુ ના બીજ ના ઉપયોગ | chiku na fayda | sapodilla benefits in Gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement