નમસ્તે મિત્રો આજે આપણે રોઝ ચોકલેટ બનાવવાની રીત – rose chocolate banavani rit gujarati ma શીખીશું. do subscribe Neha’s Delights YouTube channel on YouTube If you like the recipe આ ચોકલેટ બનાવી તમે ઘરના સભ્યો, આવેલ મહેમાન ખવરાવી શકો છો સાથે તમે તમારા સગા વ્હાલા કે મિત્રો ને ગિફ્ટ પેક કરી ગિફ્ટ આપી શકો છો તો ચાલો જાણીએ રોઝ ચોકલેટ બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
રોઝ ચોકલેટ બનાવવા જરૂરી સામગ્રી | rose chocolate ingredients in gujarati
- સફેદ ચોકલેટ 200 ગ્રામ
- શેકેલ પિસ્તા કતરણ 2 +2 ચમચી
- શેકેલ કાજુ ની કતરણ 3 +3 ચમચી
- સૂકા ગુલાબની પાંદડી 1 + ½ ચમચી
- શેકેલ બદામ ની કતરણ 3 +3 ચમચી
- રોઝ એસેન્સ 3-4 ટીપાં
- લાલ ફૂડ કલર 2-3 ટીપાં
rose chocolate banavani rit gujarati ma
રોઝ ચોકલેટ બનાવવા સૌપ્રથમ ડ્રાય ફ્રુટ ને શેકી લ્યો અને ઠંડા થાય એટલે એની કતરણ કરી લ્યો અને ગુલાબની સૂકી પાંખડી ને ગરમ કડાઈ માં એક મિનિટ ફેરવી કાઢી લ્યો અને સફેદ ચોકલેટ ના નાની સાઇઝ ના ટુકડા કરી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો
હવે ગેસ પર એક મોટા વાસણમાં પાણી ગરમ મૂકી પાણી ગરમ થાય એટલે એમાં ચોકલેટ વાળુ વાસણ મૂકી ચોકલેટ ને ઓગળી લ્યો ચોકલેટ બરોબર ઓગળી જાય એટલે વાસણ બહાર કાઢી લ્યો ને બરોબર મિક્સ કરી લ્યો
ત્યાર બાદ એમાં થોડી ડ્રાય ફ્રુટ ની કતરણ એક બાજુ મૂકી બાકી ની કતરણ અને ગુલાબની પાંદડી, રોઝ એસેન્સ, લાલ ફૂડ કલર નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે ચોકલેટ મોલ્ડ માં નીચે સાઈડ માં મુકેલ ડ્રાય ફ્રુટ ની કતરણ થોડી થોડી નાખો એના પર ચોકલેટ નું મિશ્રણ નાખી બે ત્રણ વખત થપ થાપાવી લ્યો અને ફ્રીઝર માં દસ મિનિટ મૂકી દયો ત્યાર બાદ ડી મોલ્ડ કરી લ્યો આમ બધી ચોકલેટ તમારી પસંદ ના આકાર માં કરી તૈયાર કરી લ્યો
આમ બધી ચોકલેટ તૈયાર કરી લ્યો અને ડી મોલ્ડ કરેલ ચોકલેટ ને પ્લાસ્ટિક કે કોઈ રેપર માં રેપ કરી પેક કરી લ્યો અને સગા વ્હાલાઓ અને મિત્રો સાથે મજા લ્યો રોઝ ચોકલેટ.
રોઝ ચોકલેટ બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Neha’s Delights ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ઓટ્સ વેજીટેબલ ટીક્કી બનાવવાની રીત | oats vegetable tikki banavani rit
બદામ કુકી ચોકલેટ બનાવવાની રીત | Badam cookie chocolate banavani rit
બટાકાની સ્માઇલ બનાવવાની રીત | bataka ni smiley banavani rit | bataka ni smiley recipe in gujarati
વેજ કટલેસ બનાવવાની રીત | veg cutlet recipe in gujarati | veg cutlet banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે