નમસ્તે મિત્રો આજે આપણે રશિયન સલાડ બનાવવાની રીત – Russian Salad banavani rit શીખીશું , do subscribe The Terrace Kitchen YouTube channel on YouTube If you like the recipe ,ગરમી માં ઠંડી ઠંડી વાનગી ખાવાની ખૂબ મજા આવે છે તો જો જમતી વખતે બનાવતું સલાડ પણ ઠંડુ ઠંડુ ને ટેસ્ટી સલાડ બનાવવાની રીત શીખીશું તો ચાલો જાણીએ Russian Salad recipe in gujarati શીખીએ.
રશિયન સલાડ બનાવવા જરૂરી સામગ્રી
- બાફેલા બટાકા ના કટકા 3-4
- સલાડ માટેની પાનકોબી / સાદી પાનકોબી સુધારેલ 1 કપ
- બાફેલા વટાણા ½ કપ
- બાફેલા ગાજર ના કટકા ½ કપ
- કાળા ઓલિવ ના કટકા 5-7 ચમચી
- ગ્રીન ઓલિવ ના કટકા 5-6 ચમચી
- કાકડી ના કટકા ½ કપ
- મરી પાઉડર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- માયોનીઝ 4-5 ચમચી
રશિયન સલાડ બનાવવાની રીત | Russian Salad recipe in gujarati
રશિયન સલાડ બનાવવા સૌપ્રથમ બટાકા , વટાણા અને ગાજર ને અલગ અલગ બાફી લ્યો અને ઠંડા કરી લ્યો ને ઠંડા થાય એટલે એક સાઇઝ માં ચાકુ થી કાપી ને કટકા કરો ને બને તો ફ્રીઝ માં મૂકી ઠંડા થવા દયો
હવે એક વાસણમાં માયોનીઝ લ્યો ( નો મયોનીઝ ના ખાતા હો તો દહી ને કપડા માં બાંધી ટીંગાડી ને અડધો કલાક મૂકી એ પણ વાપરી શકો છો ) એમાં મરી પાઉડર અને મીઠું નાખી મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ એમાં બાફેલા વટાણા, ગાજર ના કટકા, બટાકા ના કટકા, કાળા ઓલિવ ના કટકા, લીલા ઓલિવ ના કટકા નાખી મિક્સ કરી લ્યો સાથે પાનકોબી સુધારી ને નાખી મિક્સ કરી લ્યો
(અહી તમે પાઈનેપલ ના કટકા, દાડમ ના દાણા, દ્રાક્ષ ના કટકા, ફુદીના ના પાંદડા, કેપ્સીકમ ના કટકા કરી ને પણ નાખી શકો છો ) આ બધી સામગ્રી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ,
ત્યાર બાદ ફ્રીઝ માં મૂકો ને ઠંડુ થવા દયો જ્યારે જમવા બેસો ત્યારે ફ્રીઝ માંથી કાઢી ઠંડા ઠંડા સલાડ ની મજા લ્યો તો તૈયાર છે રશિયન સલાડ.
Russian Salad banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Terrace Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
મેંગો ફ્રુટી બનાવવાની રીત | Mango Frooti banavani rit | Mango Frooti recipe in gujarati
પાનકોબી બેસન નું શાક બનાવવાની રીત | Pankobi besan nu shaak banavani rit
કટોરી ચાટ બનાવવાની રીત | katori chaat banavani rit | katori chaat recipe in gujarati
ગુલકંદ બનાવવાની રીત | gulkand recipe in gujarati | gulkand banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે