નમસ્તે મિત્રો આજે આપણે શીખીશું ગરમી મા ઠંડક આપતું અને ઘરે સરળતાથી બનતું સાબુદાણા ફાલુદા બનાવવાની રીત, sabudana falooda recipe in Gujarati શીખીશું , do subscribe Hebbars Kitchen YouTube channel on YouTube If you like the recipe.
સાબુદાણા ફાલુદા બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે
- ૧ કપ સાબુદાણા
- દૂધ ૨-૩ કપ
- રોઝ સીરપ /ગુલાબ સરબત ૩-૪ ચમચી
- કાજુ ,બદામ, પિસ્તા ૨ -૨ ચમચી મિક્સ ડ્રાય ફ્રુટ
- તૂટી ફૂટી ૨-૩ ચમચી
- જેલી ૨-૩ ચમચી(ઓપ્શનલ)
- આઇસક્રીમ ૧ કપ
- ચેરી ૧
- જરૂર મુજબ પાણી
sabudana falooda recipe in Gujarati | સાબુદાણા ફાલુદા બનાવવાની રીત
સાબુદાણા ફાલુદા બનાવવા સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ માં ૪-૫ કપ પાણી ગરમ મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં સાબુદાણા નાખો ને બરોબર હલાવો ને હલાવતા રહો,
જ્યાં સુધી સાબુદાણા પારદર્શક થાય ત્યાં સુંધી ચડી જવા દયો જ્યારે સાબુદાણા પારદર્શક થાય એટલે તેના પાણી ને ગરણી વડે ચારી લઇ ઠંડુ બરફ નું પાણી નાખી ઠંડા કરી એક બાજુ મૂકો
હવે ગેસ પર તપેલી માં દૂધ ગરમ કરી ૧૦-૧૫ મિનિટ સુધી ઉકાળી લેવુ દૂધ ઉકાળી જાય એટલે તેને ગેસ પર થી ઉતારી ઠંડું કરી લેવું,
ત્યાર બાદ એમાં ૨ ચમચી રોઝ સીરપ/ ગુલાબ નો સરબત નાખી મિક્સ કરી તૈયાર કરી લેવું
હવે એક ગ્લાસ માં ૧ ચમચી ગુલાબ સરબત /રોઝ સીરપ નાખો ત્યાર બાદ એમાં પહેલા તૈયાર કરેલ સાબુદાણા ની ૨-૩ ચમચી નાખો,
તેના પર મિક્સ ડ્રાય ફ્રુટ ના કટકા ની ૩-૪ ચમચી નાખો,
ત્યાર બાદ એમાં જેલી ને તૂટી ફૂટી નાખો હવે તેમાં ઠંડુ કરેલ એક કપ દૂધ નાખો છેલ્લે ઉપર એક કપ આઇસક્રીમ નાખી ચેરી , ડ્રાય ફ્રુટ ને ગુલાબ શરબત થી ગાર્નિશ કરી તૈયાર કરો સાબુદાણા ફાલુદા
sabudana falooda banavani rit | સાબુદાણા ફાલુદા બનાવવાની રીત વિડીયો | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
કોલકત્તા ના ખુબજ ફેમુસ મસાલેદાર તીખા મમરા બનાવવાની રીત
હેલ્ધી અને સ્વાદિષ્ટ મિક્ષ વેજ રાયતું બનાવવા ની રીત | Mix vej raita recipe Gujarati
રેડ વેલવેટ કેક બનાવવાની સરળ રીત | Red velvet cake recipe in Gujarati
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે