નમસ્તે મિત્રો If you like the recipe do subscribe YouTube channel on YouTube આજે આપણે સાબુદાણા વડા સાથે લીલી ચટણી બનાવવાની રીત શીખીશું. સાબુદાણા ની ખીચડી, સાબુદાણા ખીર ને પાપડ વગેરે તો બનાવ્યું જ હસે આજ આપણે સાબુદાણા ના વડા બનાવવાની રીત – સાબુદાણા વડા બનાવવાની રીત , sabudana vada recipe in gujarati , sabudana vada banavani rit શીખીએ.
સાબુદાણા વડા બનાવવા માટેની સામગ્રી | sabudana vada ingredients
- સાબુદાણા 1 કપ
- બાફેલા બટાકા 3-4
- શેકેલા સીંગદાણા ½ કપ
- લીલા મરચા ની પેસ્ટ 1-2 ચમચી
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- ખાંડ 1 ચમચી
- લીંબુ નો રસ 1 ચમચી
- જીરું ½ ચમચી
- સ્વાદ મુજબ ફરાળી મીઠું
- મીઠા લીમડાના પાન 8-10 ઝીણા સુધારેલ
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી
- લીલા ધાણા સુધારેલા 1 કપ
- શેકેલા સીંગદાણા ¼ કપ
- લીંબુ નો રસ 1 ચમચી
- લીલા મરચા સુધારેલા 3-4
- ખાંડ 1 ચમચી
- જીરું ½ ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
સાબુદાણા ના વડા બનાવવાની રીત | sabudana vada recipe in gujarati
જો સીંગદાણા શેકેલ ના હોય તો કડાઈમાં મિડીયમ તાપે કાચા સીંગદાણા શેકી લ્યો ને ત્યાર બાદ ફોતરા હાથ વડે ઘસી ને ઉતારી લ્યો ને મિક્સર જારમાં અધ્ધ કચરા પીસી લેવા
સૌ પ્રથમ એક વાસણમાં સાફ કરેલા સાબુદાણા લ્યો એને એક બે પાણી થી બરોબર ધોઇ લેવા ત્યાર બાદ એક કપ સાબુદાણા માં એક કપ પાણી નાખી પાંચ છ કલાક સુધી પલાળી રાખો અથવા આખી રાત પણ પલળી રાખી શકો છો
સાબુદાણા બરોબર પલળી જાય એટલે એક મોટા વાસણમાં સાબુદાણા લ્યોએમાં શેકેલા સીંગદાણા નો ભૂકો નાખો ત્યાર બાદ મેસ કરી બાફેલા બટાકા નાખો
હવે એમાં પીસેલા મરચા ની પેસ્ટ, લીંબુ નો રસ, ખાંડ, જીરું, લીલા ધાણા સુધારેલા ને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી હલકા હાથે મિક્સ કરો
એક વાર બધું બરોબર મિક્સ થઇ જાય ત્યાર બાદ થોડું મસળી ને મિશ્રણ ને ભેગુ કરવું હવે એમાંથી જે સાઇઝ ના વડા બનાવવા હોય એટલો લુવા બનાવો ને બને હથેળી વચ્ચે સેજ દબાવી ને વડા નો આકાર આપો આમ બધા વડા બનાવી લ્યો
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી થોડા થોડા વડા નાખો વડા નાખ્યા બાદ એક મિનિટ હલાવ્યા વગર ચડવા દયો.
એક મિનિટ પછી વડા ને બીજી બાજુ ઉથલાવી નાખો ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ગોલ્ડન તરી લીધા બાદ એને તેલ માંથી કાઢી લ્યો ને બીજા તરવા નાખો આમ બધા વડા તૈયાર કરી લ્યો
આ વડા ને તમે તવી પર શેકી ને અપમ પાત્ર માં શેકી ને પણ તૈયાર કરી શકો છો
લીલી ચટણી બનાવવાની રીત
લીલા ધાણા ને સાફ કરી પાણી થી બે ત્રણ વાર ધોઇ લ્યો હવે મિક્સર જારમાં સાફ કરેલા લીલા ધાણા, જીરું, લીલા મરચા, ખાંડ, લીંબુ નો રસ ને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી લ્યો ને જરૂર લાગે તો પાંચ છ ચમચી પાણી નાખી ચટણી તૈયાર કરી લ્યો તો તૈયાર છે લીલી ધાણાની ચટણી
Saudana vada recipe notes
- સાબુદાણા ને ઓછા માં ઓછા 4-5 કલાક તો પલળવા
- લીંબુ ખાંડ તમારા સ્વાદ મુજબ વધુ ઓછી માત્રામાં નાખી શકો છો અથવા ના નાખવા હોય તો ના નાખો
સાબુદાણા વડા બનાવવાની રીત | sabudana vada banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો
નીચે પણ બીજી ફરાળી રેસીપી ની લીંક છે જે અચૂક એક વાર જુવો
ફરાળી ઢોકળા બનાવવાની રીત | Faradi Dhokra banavani rit
ફરાળી હાંડવો બનાવવાની રીત | farali handvo banavani rit | farali handvo recipe in gujarati
ફરાડી Stuffed સાબુદાણા વડા બોમ્બ Sabudana Vada Bombs
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો