સફરજન ચાટ બનાવવાની રીત | Safarjan chat banavani rit

સફરજન ચાટ બનાવવાની રીત - Safarjan chat banavani rit - Apple chat recipe in gujarati
Image credit – Youtube/Sanjeev Kapoor Khazana
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે સફરજન ચાટ બનાવવાની રીત – Safarjan chat banavani rit શીખીશું, do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube If you like the recipe , આપણે ચાર્ટ તો ઘણી પ્રકારના ટેસ્ટ કરેલ છે મીઠી, તીખી, ચટપટી ચાર્ટ નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય ને ભૂખ ના હોય અથવા જે સફરજન ના ખાતા હોય એને પણ ખાવાની ઈચ્છા થઈ જાય છે તો આજ આપણે એક એવુજ હેલ્થી ને ટેસ્ટી ચાર્ટ લઈ આવ્યા છીએ જે એક વખત બનાવશો તો વારંવાર બનાવવાની ઈચ્છા થઈ જશે તો ચાલો જાણીએ Apple chat recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

સફરજન ચાટ બનાવવા જરૂરી સામગ્રી

  • લીલા સફરજન 1
  • લાલ સફરજન 1
  • છનેલું આદુ 1 ચમચી
  • સંચળ ¼ ચમચી
  • ચાર્ટ મસાલો ½ ચમચી
  • મરી પાઉડર ⅛ ચમચી
  • લીંબુનો રસ ½ ચમચી
  • મધ 1 ચમચી
  • ફુદીના ના પાન 8-10
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • શેકેલ સફેદ તલ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

સફરજન ચાટ બનાવવાની રીત | Apple chat recipe in gujarati

સફરજન ચાટ બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં આદુ છીણી ને લ્યો એમાં મરી પાઉડર, સંચળ, મીઠું, ચાર્ટ મસાલો નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો,

ત્યાર બાદ લાલ સફરજન ધોઇ સાફ કરી કોરા કરી લ્યો અને ચાકુથી મિડીયમ સાઇઝ ના નાના નાના ટુકડા કરી લ્યો અને હવે લીલા સફરજન ને પણ ધોઇ ને મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો

Advertisement

અહી તમે તમારા શહેર માં મળતા સફરજન નો ઉપયોગ કરી શકો છો ને તમે બીજા કોઈ ફ્રુટ પણ વાપરી શકો છો પણ ધ્યાન રાખવું કે મીઠા ફળ સાથે મીઠા ફળ વાપરવા ને ખાટા ફળ સાથે ખાટા ફળ વાપરવા મીઠા ને ખાટા ફળ મિક્સ ના કરવા

હવે તૈયાર કટકા ને પહેલા તૈયાર કરેલ આદુ મસાલા વાળા વાસણમાં નાખો સાથે એમાં  શેકેલ જીરું પાઉડર, મધ, લીંબુનો રસ, ઝીણા ઝીણા સુધારેલ ફુદીના ના પાંદ નાખી બરોબર બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે ચાર્ટ.

ચાટ ને સર્વ કરતી વખતે ઉપર થી થોડું શેકેલ જીરું પાઉડર, શેકેલ સફેદ તલ અને ફુદીના ના પાન થી ગાર્નિશ કરી ઠંડી ઠંડી ચાર્ટ સર્વ કરો સફરજન ચાર્ટ.

Safarjan chat banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સીંગદાણા ની ચટણી બનાવવાની રીત | singdana ni chutney banavani rit

મેંગો સુજી કેક બનાવવાની રીત | mango suiji cake banavani rit | mango suji cake recipe in gujarati

પ્રસાદ નું દેશી ચણાનું શાક બનાવવાની રીત | prasad nu desi chana nu shaak banavani rit

દહીં ભાત બનાવવાની રેસીપી | curd rice recipe in gujarati | dahi bhat banavani rit gujarati ma

મીઠી બુંદી બનાવવાની રીત | meethi boondi banavani rit | meethi boondi recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement