આજ ના આર્ટીકલ મા અમે તમને સફરજન ખાવાના ફાયદા, સફરજન ખાવાથી થતા ફાયદા, સફરજન ના ફાયદા, safarjan na fayda, apple benefits in Gujarati, સફરજન વિશે માહિતી આપવાનો પ્રયાસ કરેલ છે.
સફરજન વિશે માહિતી
“An apple a day keep doctor away” ઠંડા પહાડી પ્રદ્શોનું વતની સફરજન ઉત્તમ ફળો પૈકીનું એક ફળ છે. સફરજન ની લગભગ ૨૨ જાતો ની શોધ થયેલી છે. અત્યારે તેમાંથી મિશ્ર કરીને આશરે બે હજાર થી વધારે પેટા જાતો ઉગાડવામાં આવે છે.
કુદરતી ઉગી નીકળેલા ઝાડોના ફળ ખાટા, તુરા અને નાના થાય છે. એ ફળ ખાવામાં ઉપયોગ માં આવતા નથી પરંતુ તેનો ઉપયોગ મુરરબો બનાવવામાં થાય છે.
હિમાલય ના ઉત્તર-પશ્ચિમ તરફના ભાગમાં કુદરતી રીતે સફરજન ઉગી નીકળે છે. ભારત માં કાશ્મીર, મહાબળેશ્વર,નીલગીરી,વગેરે પહાડો પર સફરજન વાવવામાં આવે છે.
સફરજન માં ગ્લુકોઝ, કાર્બોહાઈડ્રેટ, ફોસ્ફરસ, પોટેશિયમ, આયરન, મેલિક એસીડ, લીસીથીન વગેરે ખનીજ ક્ષારો છે. વિટામીન બિ૧ અને વિટામીન સી છે. એસીડ નું પ્રમાણ પ્રમાણ હોવાથી તે ખોરાક ને પચવામાં મદદ કરે છે.
safarjan na fayda – સફરજન ના ગર્ભ કરતા તેની છાલ માં વિટામીન સી વધારે પ્રમાણ માં હોય છે. બીજા ફળો કરતા સફરજન માં ફોસ્ફરસ નું પ્રમાણ વધારે હોય છે.
સફરજન ખાવાના ફાયદા
સફરજન માં આયરન નું પ્રમાણ પણ વધુ હોય છે. તેના કટકા કરીને ખાતી વખતે હવામાં રહેલ ઓક્સીજન તેમાં ભળી જવાથી શરીર માં લોહતત્વ ખુબ વધી જાય છે.
જે શરીર માટે સારું માનવામાં આવે છે. તેમાં રહેલું ફોસ્ફરસ લોહી અને મગજની નબળાઈ ધરાવતા વ્યક્તિઓ માટે ખુબ જ સારું માનવામાં આવે છે. જ્ઞાનતંતુ ની નબળાઈ અને મગજ ની નબળાઈ વાળા માટે સફરજન એક ઉત્તમ ફળ છે.
સફરજન છાલ સાથે ખાવું વધારે ગુણકારી માનવામાં આવે છે. કારણકે જો તમે છાલ કાઢી નાખશો તો તમે સફરજન માં ૩૦% ગુણો કાઢી નાખ્યા કહેવાશે
સફરજન ને બરાબર ચાવી ને ખાવાથી આપણા મોઢા માં લાળ બને છે અને આ લાળ મોઢા ની સફાઈ કરે છે અને બેક્ટેરિયા બનવા દેતી નથી. આવી રીતે ચાવી ને ખાવાથી દાંત અને પેઢા મજબૂત બને છે.
એક ગ્લાસ સફરજન ના જ્યુસ માં થોડીક સાકર નાખી ને પીવાથી સુકી ઉધરસ માં ફાયદો થાય છે. દરરોજ પાકેલું સફરજન ખાવથી સુકી ઉધરસ અવશ્ય મટી જશે.
સફરજન ખાવાથી થતા ફાયદા
દરરોજ રાત્રે સુતા પહેલા ૨ સફરજન ખાઓ. લગભગ ૭ દિવસ સુધી ખાઓ. આનાથી પેટ ની અંદર રહેલા કીડા મરી જાય છે અને પાચનશક્તિ મજબૂત બને છે.
સફરજન નો મુરર્બો ખાવાથી આમશય સંબંધી રોગ માં ફાયદા થાય છે.
સફરજન ના ફાયદા તેની અંદર એન્ટી-ઓક્સીડેન્ટ, ફાઈબર, વિટામીન-સી અને વિટામીન-બી મળી રહે છે. નિયમિત સફરજન ખાવાથી રાત ના ઓછુ દેખાવાની બીમારી હોય તેને ઘણો ફાયદો થાય છે. મોતિયાબિંદ,ગ્લુકોમા, જેવી આંખ ની બીમારી માં પણ સફરજન ફાયદાકારક છે.
જો વારે વારે ઉલટી થવાની સમસ્યા થી પરેશાન છો તો અડધું પાકેલું સફરજન ખાવથી ઉલટી બંધ થઇ જાય છે.
સફરજન ના પાંદડા ને પીસી ને ત્વચા પર લગાવવાથી ત્વચા સંબંધી રોગો દૂર થાય છે. સફરજન ના થડ ને ડાળખી ને લઇ ને પીસી ને દાદર કે ખરજવું થયું હોય તો ત્યાં લાગવાથી ફાયદો થાય છે.
સફરજન ના ફાયદા – Safarjan na fayda
વીજળી નો કરંટ લાગવાથી, આગ માં દાઝી જવાથી, ગરમ પાણી થી બળી જવાથી, જે ફોડલીઓ થઇ જાય છે અને જલ્દી મટી નથી રહ્યું તો સફરજન ના પાંદડા ને પીસી ને ફોડલી વાળી જગ્યા એ લાગવાથી લાભ થાય છે.
યાદશક્તિ વધારવા માટે સફરજન ખાવું બહુ જ ફાયદેમંદ સાબિત થયું છે. સફરજન મગજ ની કોશિકાઓ ને સ્વસ્થ બનાવે છે. માટે જ બાળક ને નાનપણ થી જ સફરજન ખાવાની આદત નાખવી જોઈએ.
વજન ઘટાડવા માટે સફરજન ખાવું જોઈએ. કેમ કે સફરજન હાઈપો કૈલોરિક ડાયટ માનવામાં આવે છે. હૃદય રોગ માટે પણ સફરજન ખાવું ફાયદાકારક સાબિત થાય છે.
Apple benefits in Gujarati
સફરજન માં વિટામીન-સી ભરપૂર માત્રા માં હોય છે એટલે જ તે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે.
દરરોજ એક સફરજન ખાવથી હાડકા ને લગતી બીમારિયો માં ફાયદો થાય છે. અને હાડકા મજબૂત બને છે. લીવર ના દર્દીઓ અને યકૃત પણ એક સફરજન ખાવાથી બરાબર કામ કરે છે.
સફરજન એન્ટી એન્જીંગ નું કામ કરે છે. નિયમિત સેવન થી ત્વચા માં ચમક આવે છે. વૈજ્ઞાનિકો ના મત મુજબ દરરોજ એક સફરજન ખાવાથી લોહી ચોખ્ખું થઇ જાય છે.
લીલા સફરજન માં ફલાવોનોઈડ વધુ માત્રા માં હોય છે જે અસ્થમા ના દર્દીઓ માટે સારું એવું ફાયદાકારક પુરવાર થયા છે. સફરજન ના નિયમિત સેવન થી ફેફસાં નો ખતરો ઓછો થઇ જાય છે.
ગર્ભાવસ્થા દરમિયાન સફરજન ખાવાથી બાળક ની માસપેશી મજબૂત બને છે. ટાઇપ-૨ ડાયાબીટીસ માં પણ ફાયદેમંદ છે સફરજન.
સફરજન ના ફાયદા અને ઘરેલું ઉપચારો
વાળ ને સ્મૂધ અને સિલ્કી બનવા હોય તો એક સફરજન ને પીસી ને તેમાં દહીં, એલોવેરા જેલ, અને થોડુક નારિયેળ તેલ અથવા ઓલીવ ઓઈલ નાખી ને આ પેક ને વાળ માં ૨૦ મિનીટ સુધી લગાવી રાખો. પછી સાદા પાણી થી ધોઈ નાખો. તમારા વાળ એકદમ સ્મુધ, સિલ્કી અને ચમકદાર બની જાશે.
આંખો નીચે કાળા કુંડાળા થઇ ગયા છે તો પણ કરો સફરજન નો ઉપયોગ. તમે તેનો ફેસપેક બનાવી ને લગાવો. અમુક દિવસ માં જ ડાર્ક સર્કલ દૂર થઇ જશે.
હૃદય, મગજ, લીવર અને હોજરી માટે સફરજન એક ઉત્તમ ફળ છે. તેના સેવન દ્વારા આ બધા અંગો ને મજબૂત બનાવી શકાય છે.
સફરજન ને શેકી , કચરી, પોટીશ બનાવી, રાત્રે આંખ પર બાંધવાથી નબળી આંખ વાળા માટે ફાયદો થાય છે. આંખની પીડા મટી જાય છે.
સફરજન નો રસ ખાવાના સોડા સાથે મિલાવીને દાંત પર ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે અને દાંત ની છારી દૂર થઇ દાંત ચમકદાર બને છે.
safarjan na fayda રાત્રે સફરજન નું સેવન કરવાથી સવારે પેટ સાફ આવે છે અને ઉદરશુદ્ધિ થાય છે. સફરજન ને શેકીને ખાવાથી બગડી ગયેલી પાચનક્રિયા સુધરે છે.
સફરજન ખાવાના ફાયદા અને ઘરગથ્થું ઉપચારો | apple benefits in gujarati
સફરજનનાં ઝાડની છાલ અને તેના પાંદ ને ઉકળતા પાણીમાં નાખીને ૧૫ મિનીટ સુધી રાખી ઢાકી દઈ ને ગાળી તેમાં અડધા લીંબુનો રસ અને સાકાર નાખીને એ પાણી પીવાથી તાવની ગભરામણ,તરસ, થાક, લીવર ની નિર્બળતા વગેરે માં ફાયદો થાય છે.
તંદૂરસ્ત શરીર બનાવવા માટે સફરજન ના નાના કટકા કરીને તેને કાચ કે ચિનાઈ માટીના વાસણ માં નાખીને ઝાકળ પડે એવી રીતે રાત્રે છત પર રાખી આવો, આ કટકા ને સવારે ખાવાથી શરીર મા નવી ઉર્જા નો સંચાર થાય છે અને શરીર બળવાન બને છે. આ પ્રયોગ સતત એક મહિના સુધી કરવો.
સફરજન પાચનશક્તિ વધારે છે, લોહી ને સુધારે છે, પિત્ત ને મટાડે છે, કફ ને દૂર કરે છે. અતિસાર ની સમસ્યા માં તે ફાયદાકારક છે.
લોહી બગડી જવાથી વારંવાર ગુમડા થતા હોય, ત્વચા ને લગતી સમસ્યા વારંવાર થતી હોય, રાત્રે ખંજવાળ ની સમસ્યા પરેશાન કરતી હોય, અને ઊંઘ બરાબર આવતી ના હોય તો થોડાક મહિના સુધી અનાજ બંધ કરી માત્ર સફરજન નું સેવન કરવાથી ફાયદો થાય છે.
Safarjan na fayda ane Gharelu Upchar
વજન વધી જવાથી જરા પણ કામ થતું ના હોય, ભૂખ અને તરસ સહન થતી નાં હોય, ઘભરામણ થતી હોય, થોડુક ચાલવાથી શ્વાસ ભરાઈ જાતો હોય ત્યારે પણ માત્ર સફરજન પર રહીને આ બધી સમસ્યા માંથી છુટકારો મેળવી શકાય છે.
જે વ્યક્તિઓને પેશાબ માં યુરિક એસીડ વધારે પ્રમાણ માં જતું હોય, સાંધા માં દર્દ રહેતું હોય, પાચન ક્રિયા બગડેલી જ રહેતી હોય તો તેમણે પણ માત્ર સફરજન નું સેવન કરવાથી લીવર ની ક્રિયા સુધરે છે અને એસીડ નું પ્રમાણ ઓછું થઇ જાય છે.
તાવ માં પાતળા ઝાડા થતા હોય, ઝાડા માં કાચો આમ જતો હોય, પેટ દબાવવાથી દુખાવો થતો હોય તો તેઓએ સફરજન નું સેવન વધારી દેવું જોઈએ.
સફરજન ખાવાથી પાચનક્રિયા મજબૂત બને છે, સ્ફૂર્તિ આવે છે, અને ત્વચા ચમકદાર બને છે.
ઘરેલું ઉપચાર અને સફરજન ખાવાના ફાયદા | apple benefits in gujarati
લો બ્લડપ્રેશર વાળા દર્દીઓ માટે સફરજન ઉત્તમ ફળ મનાય છે. સફરજન નો સ્વાદ ખાટો મીઠો હોય છે, ખાટા મીઠા સ્વાદ વાળા સફરજન જ ઉત્તમ ગણાય છે, કારણકે ખાટા સફરજન જ પિત્ત વાયુ ને શાંત કરે છે, તરસ મટાડે છે, અને આતરડા ને મજબૂત બનાવે છે.
તમે સફરજન ને પીસી ને તેની પેસ્ટ ચહેરા પર લગાવી શકો છો. ત્વચા ચમકીલી અને કરચલીઓ મુક્ત બને છે.
વાળ ને સિલ્કી અને ચમકદાર બનાંવા માટે એક સફરજન, નાની વાટકી દહીં, અને એક મોટી ચમચી નારિયેળ નું તેલ અને એક ચમચી એલોવેરા જેલ લઈને મીક્ષર માં પીસી લો. આ પેસ્ટ ને વાળ માં ૧૫ થી ૨૦ મિનીટ રહેવા દઈ ઠંડા પાણી થી ધોઈ નાખો. વાળ એકદમ સિલ્કી બની જશે. દર ૧૫-૨૦ દિવસે તમે આ પ્રયોગ કરી શકો છો.
સફરજન ના નુકશાન
આમ તો સફરજન નું સેવન કરવું એ સ્વાસ્થ્ય માટે એકદમ ફાયદેમંદ જ છે પણ જો તેનું વધારે માત્રા માં સેવન થઇ જાય તો નુકસાન થઇ શકે છે. એવા જ અમુક નુકસાન ની જાણકારી.
સફરજન ઠંડા હોઈ કેટલીક વ્યક્તિઓને માફક આવતા નથી, તેના થી શરદી, ઉધરસ થઇ શકે છે.
કોઈક વ્યક્તિની શરીર ની તાસીર પ્રમાણે તેઓને કબજીયાત પણ થઇ શકે છે, અને વધારે ખાવાથી નુકસાન થઇ શકે છે.
વધારે સફરજન નું સેવન કરવાથી શરીર માં શુગર લેવલ વધવાની શક્યતા રહેલી છે.
અમુક વ્યક્તિઓને એલર્જી ની સમસ્યા હોય છે તો તેમણે સફરજન ના સેવન થી દૂર રહેવું.
સફરજન ને લગતા કેટલાક મુજ્વતા પ્રશ્નો
વિટામીન સી સફરજનમાં વધારે માત્રા મા હોય છે તેની સાથે સાથે તેની અંદર ફોસ્ફરસ, કાર્બોહાઈડ્રેટ,પોટેશિયમ,આયરન પણ મળી આવે છે
સવારે સફરજન નું સેવન કરવું યોગ્ય માનવામાં આવે છે જો ભૂખ્યા પેટે ખાવામા આવે તો વધારે સારું.
વજન વધારવા માટે પણ સફરજન નું સેવન કરી શકાય છે અને વજન ઘટાડી પણ શકાય છે કારણકે સફરજન મા ઘણાબધા ખનીજ તત્વો અને વિટામિન્સ હોય છે જે વજન વધારવા અને ઘટાડવા બંને મા ફાયદો કરે છે.
એક સફરજન મા ૧૦૦ ગ્રામ કેલેરી હોય છે માટે દિવસ મા એક મધ્યમ સાઈઝ ના સફરજન નું સેવન કરવું હિતાવહ માનવામાં આવે છે.
Apple benefits in Gujarati
આશા છે અમારા દ્વારા સફરજન વિશે માહિતી સફરજન ખાવાના ફાયદા, સફરજન ના ફાયદા, safarjan na fayda , apple benefits in Gujarati તમને ગમી હશે.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
એપલ સીડર વિનેગર ના ફાયદા | એપલ સીડર સરકો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત
રાઈ ના ફાયદા | રાઈ ના ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત | રાઈ ના તેલ ના ફાયદા |Rai na Fayda
પનીર ખાવાના ફાયદા | health benefits of paneer in Gujarati
બીટ ખાવાના ફાયદા | બીટ નું જ્યુસ પીવાના અનેક ફાયદાઓ | benefits of beetroot
આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે