સફેદ ચમકતા દાંત કોને પસંદ ના હોય. સફેદ અને ચમકતા દાંત આપણા વ્યક્તિત્વ ને ચાર ચાંદ લગાવી દે છે. આજે અમે તમને એવોજ પ્રશ્ન, પીળા દાંત ને દૂધ જેવા સફેદ કરવાના સરળ અને પ્રાકૃતિક ઉપાયો જણાવીશું,safed dant karvana gharelu upay in Gujarati,દાંત સફેદ કરવાના ઉપાય.
દાંત સફેદ કરવાના ઉપાય – Safed dant karvana gharelu upay in Gujarati
આજના જમાના માં આવા દાંત મેળવવા માટે ઘણા લોકો પાણી ની જેમ પૈસા વેડફી નાખે છે. અને જાણતા અજાણતા કેમિકલ યુક્ત ઉત્પાદનો નો ઉપયોગ કરીને દાંત ને નુકસાન પહોચાડે છે, અને તેના પરિણામ સ્વરૂપે દાંતો ની પીળાશ નો સામનો કરવાનો વારો આવે છે.
આમ તો દાંત ની બીજી ઘણી બધી બીમારિયો હોય છે. જેમકે, પેઢા માંથી લોહી નીકળવું,દાંત માં સડો થઇ જવો, દાંત પીડા પડી જવા વગેરે….. કુદરતે આ બધી બીમાંરીઓં થી બચવા માટે આપણને ઘણી બધી ઔષધિઓ આપી છે. તેનો ઉપયોગ કરી ને તમે આ બીમારીઓ માંથી છુટકારો મેળવી શકો છો.
તો ચાલો જણાવીએ તમને આં ઔષધિઓ અને તેના ઉપયોગ વિશે,safed dant karvana gharelu upay
પીળા દાંત સફેદ કરવા કરો લિમડા નું દાતણ
લિમડો એક એવું વૃક્ષ છે ઘણી બધી બીમારીઓ માં કામ આવે છે. લિમડામાં માત્ર કસદાર પદાર્થ જ નહિ, પણ તેની ડાળખીઓ માં એન્ટી સેપ્ટિક ગુણો હોય છે જે તમારી શ્વાસ ની દુર્ગંધ ને દૂર કરે છે. દાંતો ને મજબૂત બનાવે છે. અને સાથે સાથે કેવિટી માંથી પણ બચાવે છે.
પીળા દાંત સફેદ કરવા બાવળ નું દાતણ વાપરો
બાવળ નું ઝાડ વર્ષો થી દાંતો ની સફાઈ કરવામાટે ઉપયોગ થતું આવ્યું છે. તમે જોશો તો આજ ઘણી બધી ટૂથપેસ્ટ માં બાવળ નો ઉપયોગ થાય છે. બાવળ ની ડાળખીઓ માં આવેલું ટેનિન પીળા દાંતો ને સફેદ કરવામાં મદદ કરે છે.
વડ નું દાતણ નો ઉપયોગ કરો
વડ ના મુળિયા માં એક જાત નું કસદાર પદાર્થ હોય છે. જે ઝાડ મોટું થતા તેની ડાળખીઓ માં પહોચી જાય છે. તેની ડાળખી નો ઉપયોગ દાતણ તરીકે કરી ને તમારા દાંતો ની પીળાશ ને દૂર કરી શકો છો.
દાંત સફેદ કરવાના ઉપાય લીંબૂ અને મીઠું
૧ ચમચી સફેદ મીઠું અને ૧ ચમચી લીંબૂ નો રસ લ્યો.
આ મિશ્રણ ને ટૂથપેસ્ટ ની જેમ દાંતો પર ઘસો.
અઠવાડિયામાં બે વખત કરી શકો છો.
લીંબૂ માં બ્લીચીંગ નો ગુણ અને મીઠા માં એક્સફોલિએન્ટ ગુણ આ બન્ને ગુણો ભેગા થઇ ને તમારા દાંત ની પીળાશ ને જલ્દથી થી દૂર કરશે.
તુલસી નો ઉપયોગ દાંત સફેદ કરવા
તુલસી એક એવું છોડ છે જે દરેક ભારતીય ના ઘરે હોય જ છે. તુલસી દાંતો ને પીળા થવાથી બચાવે છે. પાયોરિયા થી પણ બચાવે છે.આવો જાણીએ કઈ રતે કરશો તુલસી નો ઉપયોગ.
તુલસી ના અમુક પાંદડાઓ લઇ તેને સુકવી નાખો.
સુકાઈ જાય એટલે તેને પીસી ને કોઈ પણ બોટલ માં ભરી લ્યો.
દરરોજ બ્રશ અથવા ઈચ્છો તો હાથની આંગળીઓ વડે દાંત ને ઘસો.
દાંત સાફ કરવાની વસ્તુ બેકિંગ સોડા અને લીંબૂ.
૧ ચમચી બેકિંગ સોડા અને ૧ ચમચી લીંબૂ ના રસ ને મિક્ષ કરો.
આ મિશ્રણ ને ટૂથબ્રશ વડે દાંત પર લગાવો.
૨-૩ મિનીટ સુધી રહેવા દો. પછી પાણી વડે કોગળા કરી લો.
શરૂઆત માં અઠવાડિયા માં બે વાર આ રીતે કરવુ, અને પછી ૮-૧૦ દિવસ પછી દિવસ માં એક વાર કરવું.
દાંત સાફ કરવાની વસ્તુ કોલસો
કોલસા નો પાવડર લો.
ટૂથબ્રશ ની મદદ થી તેને દાંત પર હળવે હાથે ઘસો.
અઠવાડિયામાં એક કે બે વાર કરવું.
ચારકોલ દાંત માં રહેલી ગંદકી ને હટાવી ને દાંત ને ચમકીલા બનાવે છે સાથે સાથે બેક્ટેરિયા ને દૂર કરે છે, સડો થવા દેતું નથી, અને પેઢા ને મજબૂત બનાવે છે.
દાંત સફેદ કરવાના ઉપાય મા સ્ટ્રોબેરી નો ઉપયોગ કરો
એક સ્ટ્રોબેરી અને એક ચમચી બેકિંગ સોડા.
સ્ટ્રોબેરી ને મેશ કરી તેમાં બેકિંગ સોડા નાખો.
હવે આ મિશ્રણ ને ટૂથબ્રશ વડે કે આંગળી વડે દાંતો પર લગાવી ૧-૨ મિનીટ લગાવી રાખો.
પછી ઠંડા પાણી થી કોગળા કરી લ્યો.
અઠવાડિયામાં એક વાર આ પ્રયોગ કરવો.
સ્ટ્રોબેરી માં રહેલું વિટામીન-સી પેઢા ને મજબૂત બનાવે છે અને દાંત ની પીળાશ ને દૂર કરે છે.
દાંત સફેદ કરવાની રીત મા ઉપયોગ કરો સંતરા નું તેલ.
સંતરા ના તેલ ના ૨-૩ ટીપા લો.
તેને તમે ટૂથબ્રશ પર નાખો, પછી તેના પર જે ટૂથપેસ્ટ કરતા હોવ એ લગાવો.
પછી બ્રશ કરી લો.
એક થી બે અઠવાડિયા સુધી આ પ્રયોગ કરી શકો છો.
સંતરા માં એંટી ફંગલ ગુણ હોય છે જે દાંત માં કેવિટી થવા દેતો નથી.
સંતરા ની છાલ નો ઉપયોગ કરો
સંતરા ની છાલ ને દાંત પર થોડી વાર ઘસો.
પછી બ્રશ કરી લો.
એક એક દિવસ ના અંતરે આ પ્રયોગ કરી શકો છો.
સંતરા માં બ્રોમેલેન નામનું એક તત્વ હોય છે જે દાંત ને સફેદ કરવામાં મદદ કરે છે.
દાંત સાફ કરવાની વસ્તુ સિંધવ મીઠું
સિંધવ મીઠું લઇ ને તેમાં થોડું પાણી ઉમેરો.
આ પેસ્ટ ને હાથ ની આંગળીઓ વડે અથવા ટૂથબ્રશ વડે દાંત પર ઘસો.
વધેલા પાણી ના કોગળા કરી લ્યો.
પછી સાદા પાણી થી કોગળા કરી લો.
અઠવાડિયા માં બે થી ત્રણ વખત આ પ્રયોગ કરો,દાંત સફેદ કરવાના ઉપાય.
જામફળ ના પાંદડા વાપરો સફેદ દાંત માટે
જામફળ ના ૧ થી ૨ પાંદડા લો.
પેસ્ટ બનાવી લો.
આ પેસ્ટ ને દાંત પર હળવે હાથે ઘસો.અને થોડી વાર રહેવા દ્યો.
થોડાક દિવસ રોજ આ પ્રયોગ કરવો.
આ પ્રયોગ કરવાથી મોઢા નો ચેપી રોગ, પેઢા માં સોજો હોય તો તે ધીમે ધીમે દૂર થઇ જાય છે.
કેળા ના છિલકા નો ઉપયોગ કરો
કેળા ની છાલ લ્યો.
તેના નાના નાના ટુકડા કરી ને દાંત પર હળવે હાથે ઘસો.
પછી નવસેકા પાણી થી ધોઈ નાખો.
દરરોજ આ પ્રયોગ કરી શકો છો.
કેળા ની છાલ માં મેગનીઝ અને પોટેશિયમ જેવા ખનીજ તત્વો હોય છે. જે દાંત ની પીળાશ ને દૂર કરવામાં મદદ કરે છે.
દાંત સફેદ કરવા આટલું ધ્યાન રાખો
ઘરેલું ઉપચાર કરવાની સાથે સાથે અમુક કાળજી પણ લેવી જરૂરી છે. તો જ આ ઘરેલું ઉપચાર અસર કરશે,તો ચાલો જાણીએ દાંત ની કાળજી લેવા માટે શું ખાવું શું નાં ખાવું જેથી દાંત ને લગતી કોઈ પણ બીમારીઓ નો સામનો કરવો જ નાં પડે.
ખાટા ફળો ખાવાનું રાખવું.
ડેયરી ઉત્પાદનો જેવી કે દૂધ અને દૂધ ની બનાવટો માં કેલ્શિયમ અને ફોસ્ફેટ હોય છે. આમાં રહેલા ખનીજ તત્વો દાંત ને મજબૂત બનાવામાં મદદ કરે છે.
ગ્રીન અથવા અથવા બ્લેક ટી માં પોલીફેનોલ્સ હોય છે, જે બેક્ટેરિયા ને મારી નાખે છે.
ચોકલેટ કે મીઠાઈ ખાવાનું ટાળવું.
કોઈક એવી ખાદ્ય વસ્તુઓ જેમાં સ્ટાર્ચ નું પ્રમાણ વધારે હોય એવી વસ્તુ ખાવાનું ટાળો.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
ચશ્માના નંબર ઉતારવાના ઉપાય | chasma na number utarvana upay
બીલીપત્ર ના ફાયદા | બીલીપત્ર નો ઉપયોગ | બીલી ના ફાયદા | bel prta na fayda | bili na fayda
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે