મિત્રો આજે આપણે ગુજરાતી સફેદ કઢી બનાવવાની રીત – Safed kadhi banavani rit શીખીશું. કઢી દરેક રાજ્ય માં બનતી હોય છે પણ દરેક ની બનાવવાની રીત અને સ્વાદ માં ફરક હોય છે , do subscribe Sheetal’s Kitchen – Hindi YouTube channel on YouTube If you like the recipe , ક્યાંક કઢી મીઠી તો ક્યાંક તીખી તો ક્યાંક શાક નાખી ને બનાવવામાં આવતી હોય છે આજ આપણે ગુજરાત માં બનતી મીઠી સફેદ કઢી બનાવવાની રીત શીખીશું જેને તમે ભાત, ખીચડી, રોટલી, રોટલા સાથે ખાઈ શકો છો જે સ્વાદમાં ખાટી મીઠી હોય છે અને બનાવવાની ખૂબ સરળ છે તો ચાલો જાણીએ safed kadhi recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
સફેદ કઢી બનાવવા જરૂરી સામગ્રી
- ખાટી છાસ 3-4 કપ
- બેસન 3 ચમચી
- જીરું 1 ચમચી
- મીઠા લીમડા ના પાન 8-10
- લીલા મરચા અને આદુ પેસ્ટ 1-2 ચમચી
- લવિંગ 2-3
- તજ નો ટુકડો 1
- સૂકા આખા લાલ મરચાં 1
- મેથી દાણા ¼ ચમચી
- ગોળ / ખાંડ 2-3 ચમચી
- ઘી 2-3 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
સફેદ કઢી બનાવવાની રીત | safed kadhi recipe in gujarati
ગુજરાતી સફેદ કઢી બનાવવા સૌપ્રથમ એક તપેલીમાં ખાટી છાસ લ્યો એમાં ચાળી ને બેસન નાખો સાથે આદુ મરચાંની પેસ્ટ, ખાંડ, સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ( જો બેસન ના ગાંઠા રહી ગયા હોય તો એક વખત ચારણી માં ચાળી લ્યો અને ગાંઠા ને તોડી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો.)
તપેલી ને ગેસ પર મૂકો અને ચમચાથી હલાવતા જાઓ ( જો તમને બીજું કામ હોય તો ગેસ ધીમો રાખો નહિતર ગેસ ફૂલ રાખી એક ઉભરો આવે ત્યાં સુંધી ઉકાળી લ્યો. ) કઢી માં એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી બીજા ગેસ પર વઘારીયા માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં મેથી દાણા, સૂકા લાલ મરચા, લવિંગ, તજ અને જીરું નાખી તતડાવી લ્યો. બધા મસાલા બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખો.
ઉકળતી કઢી માં તૈયાર કરેલ વઘાર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ બીજી દસ મિનિટ ચડાવી લ્યો દસ મિનિટ પછી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગરમ ગરમ સર્વ કરો ગુજરાતી સફેદ કઢી.
Safed kadhi banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Hindi ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ચાર પડ વાળા પરાઠા અને વઘારેલું દહી બનાવવાની રીત | char pad vara parotha
સુખી ભેલ ની ચટણી બનાવવાની રીત | suki bhel ni chutney banavani rit
આદુ, લસણ, ડુંગળી અને ટમેટા ની પેસ્ટ બનાવવાની રીત | Aadu lasan dungri ane tameta ni pest banavani rit
આઈસક્રીમ કોન બનાવવાની રીત | Ice cream cone banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે