નમસ્તે મિત્રો If you like the recipe do subscribe N’Oven – Cake & Cookies YouTube channel on YouTube આજે આપણે સમોસા રોલ બનાવવાની રીત – Samosa roll banavani rit શીખીશું. ઘણા એવા હસે જેને સમોસા ભાવતા તો બહુ હસે પણ સમોસા બનાવવા ની જંજટ માં પડવું નથી હોતું તો એમના માટે આજ ખૂબ સરળ રીતે સમોસા નો સ્વાદ માણીએ એ પણ કોઈપણ જંજટ વગર તો ચાલો જાણીએ Samosa roll recipe in gujarati બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.
સમોસા રોલ બનાવવા જરૂરી સામગ્રી
- તરવા માટે તેલ
સમોસા નું પડ બનાવવા માટેની સામગ્રી
- મેંદા નો.લોટ / ઘઉનો લોટ 1 કપ
- તેલ 2-3 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- કલોંજી/ અજમો ½ ચમચી
- પાણી જરૂર મુજબ
સમોસા રોલ નું પૂરણ બનાવવા માટેની સામગ્રી
- બાફેલા બટાકા 3-4
- આદુ પેસ્ટ ½ ચમચી
- લસણ પેસ્ટ ½ ચમચી (ઓપ્શનલ છે)
- ચીલી ફ્લેક્સ ½ ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- કોર્ન ફ્લોર 2 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- બાફેલ લીલા વટાણા ¼ કપ (ઓપ્શનલ છે)
સ્લડી બનાવવા માટેની સામગ્રી
- મેંદા / ઘઉનો લોટ 2-3 ચમચી
- પાણી 4-5 ચમચી
સમોસાના પડ માટેનો લોટ બાંધવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ / ઘઉનો લોટ ચારણી થી ચારી ને લ્યો હવે એમાં સ્વાદ મુજબ મીઠું, કલોંજિ/ અજમો હાથ થી મસળી ને નાખી ત્યાર બાદ તેલ નાંખી બરોબર મિક્સ કરી લ્યો
હવે જરૂર મુજબ થોડું થોડું કરી પાણી નાખી રોટલી ના લોટ જેવો નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને પાંચ સાત મિનિટ બરોબર મસળી લ્યો ને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો
સમોસા નું પૂરણ બનાવવાની રીત
એક વાસણમાં બાફેલા બટાકા ને મેસ કરી ને લ્યો એમાં લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, ચીલી ફ્લેક્સ, આદુ પેસ્ટ, લસણ પેસ્ટ, કોર્ન ફ્લોર ( જો તમારે બાફેલ વટાણા નાખવા હોય તો એ પણ નાખવા ) અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો
હવે હાથ ધોઇ સાફ કરી લ્યો ને થોડુ તેલ લગાવી જે સાઇઝ ના સમોસા રોલ બનાવવા હોય એ સાઇઝ ના મિશ્રણ માંથી લાંબા લંબગોળ ગોલા બનાવી ને તૈયાર કરો
સ્લડી બનાવવા ની રીત
એક વાટકામાં બે ત્રણ ચમચી લોટ લ્યો એમાં ચાર પાંચ ચમચી પાણી નાખી ને સ્લડી તૈયાર કરી એક બાજુ મૂકો
સમોસા રોલ બનાવવાની રીત | Samosa roll recipe in gujarati
હવે બાંધેલા લોટ ને ફરી મસળી ને લ્યો અને એમાંથી એક મોટો લુવો લ્યો ને કોરા લોટ ની મદદ થી પાતળી રોટલી વણો રોટલી ને બને એટલી પાતળી વણી ને તૈયાર કરી લ્યો
હવે તૈયાર કરેલ બટાકા ના ગોલા ને એક બાજુ રોટલી પર મૂકી ગોલા ની સાઇઝ ના લાંબા ઊભા ચીરા પાડી લાંબી પટ્ટી તૈયાર કરો આમ એક રોટલી માંથી જેટલા લાંબી પટ્ટી તૈયાર થાય એટલી પટ્ટી તૈયાર કરો
ત્યારબાદ બટાકા ના ગોલા ને પટ્ટી ને એક સાઈડ મૂકી ગોળ ગોળ ફેરવી લ્યો છેલ્લે તૈયાર કરેલ સ્લડી લગાવી પેક કરી નાખો આમ બધા જ સમોસા રોલ તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ સમોસા રોલ નાખી મીડીયમ તાપે ગોલ્ડન તરી લ્યો (જો તરતી વખતે સાઈડ માંથી મિશ્રણ નીકળતું હોય તો સ્લડી ને થોડી વધારે પાતળી કરી એમાં સમોસા રોલ ની બને સાઈડ ને બોરી ને તેલ માં તરવા નાખવી) આમ બધા જ સમોસા રોલ ને તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ સોસ સાથે સર્વ કરો સમોસા રોલ
Samosa roll banavani rit video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર N’Oven – Cake & Cookies ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
મેથીના ચીઝ સ્ટફડ પકોડા બનાવવાની રીત | methi na cheese stuffed pakoda banavani rit
કુરકુરી ભીંડી બનાવવાની રીત | kurkuri bhindi banavani rit | kurkuri bhindi recipe in gujarati
ગુલકંદ બનાવવાની રીત | gulkand recipe in gujarati | gulkand banavani rit
મગદાળ ની મંગોળી બનાવવાની રીત | મગદાળ ની વળી | mag ni dal ni vadi banavani rit | mangodi banavani rit
પકોડી બનાવવાની રીત | pakodi banavani rit | પાણીપુરી ની પુરી બનાવવાની રીત
કટોરી ચાટ બનાવવાની રીત | katori chaat banavani rit | katori chaat recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે