નમસ્તે મિત્રો do subscribe Swaraa’s Sweet Delights YouTube channel on YouTube If you like the recipe આજે આપણે સેન્ડવીચ ભાખરવડી બનાવવાની રીત – sandwich bhakarwadi banavani rit શીખીશું. ભાખરવડી તો બધાને ખૂબ પસંદ આવતી હોય છે પણ ઘણી વખત એ બનાવવા માટેની જંજટ નથી ગમતી એટલે નથી બનાવતા પણ આજ આપણે જંજટ વગર ની ભાખરવડી બનાવતા શીખીશું તો ચાલો જાણીએ sandwich bhakarwadi recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
ભાખરવડી નો લોટ બાંધવા માટેની સામગ્રી
- મેંદા નો લોટ 2 કપ
- બેસન ¼ કપ
- તેલ ¼ કપ
- અજમો ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
ભાખરવડી મસાલો બનાવવા માટેની સામગ્રી
- સૂકું છીણેલું નારિયેળ 3-4 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- ખસખસ 1 ચમચી
- સફેદ તલ 1 ચમચી
- કાચી વરિયાળી 1 ચમચી
- આદુ લસણ પેસ્ટ ½ ચમચી ( ઓપ્શનલ છે જો ના ખાતા હો તો ના નાખવા)
- આંબલી ની ચટણી જરૂર મુજબ
- જીની સેવ 2-3 ચમચી
- ખાંડ 3 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- તરવા માટે તેલ
સેન્ડવીચ ભાખરવડી બનાવવાની રીત | sandwich bhakarwadi recipe in gujarati
સૌ પ્રથમ આપણે શીખીશું ભાખરવડી નો લોટ બાંધવાની રીત ત્યારબાદ ભાખરવડી નો મસાલો બનાવવાની રીત અને છેલ્લે સેન્ડવીચ ભાખરવડી બનાવવાની રીત શીખીશું.
ભાખરવડી નો લોટ બાંધવા ની રીત
સૌપ્રથમ એક વાસણમાં મેંદા નો લોટ અને બેસન ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં હાથ થી મસળી ને અજમો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ત્યાર બાદ એમાં તેલ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો હવે થોડુ થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને બે મિનિટ મસળી લ્યો ને ઢાંકી ને એક બાજુ મૂકો
ભાખરવડી નો મસાલો બનાવવાની રીત
મિક્સર જારમાં સૂકું છીણેલું નારિયેળ, ગરમ મસાલો, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર, ખસખસ, સફેદ તલ, કાચી વરિયાળી, આદુ લસણ પેસ્ટ ( ઓપ્શનલ છે જો ના ખાતા હો તો ના નાખવા), ખાંડ, સ્વાદ મુજબ મીઠું નાખી પીસી નાખી ને મસાલો તૈયાર કરી લ્યો
સેન્ડવીચ ભાખરવડી બનાવવાની રીત
બાંધેલા લોટ ને ફરી મસળી લ્યો ને જે સાઇઝ ની રોટલી બનાવી હોય એ સાઇઝ ના લુવા કરી લ્યો ત્યાર બાદ કોરો લોટ લઈ ને પાતળી રોટલી બનાવી લ્યો આમ બધી પાતળી રોટલી બનાવી લ્યો
હવે એક રોટલી લ્યો એના પર આંબલી ની ચટણી બરોબર લગાવી લ્યો ત્યાર બાદ એના પર તૈયાર કરેલ મસાલો એક સરખો લગાવી લ્યો એના પર ઝીણી સેવ છાંટી નાખો ત્યાર બાદ બીજી રોટલી પર પણ આંબલી ની ચટણી લગાવી એને ચટણી વાળો ભાગ મસાલા બાજુ આવે એમ મૂકી દયો અને વેલણ વડે ફરી થોડી વણી લ્યો
ત્યાર બાદ બને બાજુ કાંટા ચમચી થી કાણા કરી લ્યો અને જે સાઇઝ ની ભાખરવડી બનાવી હોય એ સાઇઝ માં ચોરસ ત્રિકોણ કે ડાયમંડ આકારમાં કાપી લ્યો હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ કટકા નાખી ને મિડીયમ તાપે ગોલ્ડન તરી લ્યો
હવે તારેલ ભાખરવડી કાઢી લ્યો ને એમાં બીજી ભાખરવડી નાખી તરી લ્યો આમ બધી ભાખરવડી તરી ને તૈયાર કરી લ્યો ને ઠંડી થાય પછી એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી તો તૈયાર છે સેન્ડવીચ ભાખરવડી.
sandwich bhakarwadi banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Swaraa’s Sweet Delights ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
તંદુરી ફુલાવર બનાવવાની રીત | tandoori fulavar banavani rit | tandoori fulavar recipe in gujarati
ભાત ના કુરકુરે બનાવવાની રીત | bhat na kurkure banavani rit | bhat na kurkure recipe in gujarati
ડુંગળી બટકા ની પૂરી બનાવવાની રીત | dungri bataka ni puri banavani rit
ફુલાવર બટાકા નું સુકુ શાક બનાવવાની રીત | fulavar bataka nu shaak banavani rit
પનીર કચોરી બનાવવાની રીત | Paneer kachori banavani rit | Paneer kachori recipe in gujarati
તુવેર ના ટોઠા બનાવવાની રીત | tuver na thotha banavani rit | tuver na thotha recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે