સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત | Sandwich dhokla banavani rit

સેન્ડવીચ ઢોકળા - Sandwich dhokla - સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત - Sandwich dhokla banavani rit
Image credit – Youtube/Rekha Panwar's Kitchen
Advertisement

આપણે ઘરે બચી ગયેલ બ્રેડ થી સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત – Sandwich dhokla banavani rit શીખીશું. બજાર માં મળતા સેન્ડવીચ અને બર્ગર કરતા પણ ટેસ્ટી સેન્ડવીચ ઢોકળા આજે આપણે ઘરે બનાવતા શીખીશું, do subscribe Rekha Panwar’s Kitchen YouTube channel on YouTube If you like the recipe , જે પણ એકવાર ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે જોતાજ ખાવાનું મન થાય તેવા સુંદર દેખાય છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી બચી ગયેલ બ્રેડ થી સેન્ડવીચ ઢોકળા બનાવતા શીખીએ.

સેન્ડવીચ ઢોકળા બનાવવા માટેની સામગ્રી

  • સોજી 1 કપ
  • દહી ¾ ચમચી
  • પાણી 1 કપ
  • બ્રેડ 5
  • બેકિંગ સોડા ½ ચમચી
  • ગ્રીન ચટણી
  • સોસ

સ્ટફિંગ  બનાવવા માટેની સામગ્રી

  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સુધારેલા ટામેટા 1
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
  • ગ્રેટ કરેલું નારિયલ 1 ચમચી

વઘાર કરવા માટેની સામગ્રી

  • તેલ 1 ચમચી
  • હિંગ 1 ચપટી
  • રાઈ ½ ચમચી
  • લીલાં મરચાં 2-3
  • લીમડાના પાન 8-10
  • પાણી 3-4 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • લીંબુ નો રસ ½ ચમચી
  • ખાંડ 1 ચમચી

ઢોકળા બનાવવા માટે મિશ્રણ બનાવવા માટેની રીત

સેન્ડવીચ ઢોકળા નું મિશ્રણ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં સોજી લ્યો. હવે તેમાં દહી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં જરૂર મુજબ પાણી નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. મિશ્રણ થોડુ પાતળું જ બનાવવુ. સોજી હોવાથી થોડી વારમાં પોતેજ ઘટ થઈ જાસે. ત્યાર બાદ તેને ઢાંકી ને દસ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.

સ્ટફિંગ બનાવવા માટેની રીત

સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા ટામેટા, ઝીણા સુધારેલા લીલાં મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું અને ગ્રેટ કરેલ નારિયલ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું ટેસ્ટી સ્ટફિંગ.

Advertisement

સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત

સેન્ડવીચ ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં એક બ્રેડ લ્યો. હવે એક કટોરી ની મદદ થી તેને રાઉન્ડ સેપ માં કટ કરી લ્યો. આવી રીતે પંચે બ્રેડ ને કટ કરી લ્યો.

હવે પાંચ કટોરી લ્યો. હવે તેને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેની વચ્ચે એક સ્ટેન્ડ રાખો. હવે પાણીને ગરમ થવા દયો.

પાણી ગરમ થાય ત્યાં સુધી ઢોકળા ના મિશ્રણ ને બીજા બાઉલ માં અડધું કાઢી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બેકિંગ સોડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે આ મિશ્રણ ને કટોરી માં સરખે ભાગે ચમચી ની મદદ થી નાખી દયો. હવે આ કટોરી ને એક ચારણી માં રાખી દયો. ત્યાર બાદ આ ચરણી ને કઢાઇ માં રાખી દયો. હવે તેને ઢાંકી ને ત્રણ થી ચાર મિનિટ સુધી ચડવા દયો.

ત્યાર બાદ પંચે બ્રેડ ઉપર ગ્રીન ચટણી સરસ થી લગાવી લ્યો. હવે કઢાઇ નું ઢાંકણ ખોલી લ્યો. હવે તેની ઉપર ગ્રીન ચટણી લગાવી ને રાખેલી બ્રેડ રાખો. હવે તેની બીજી બાજુ ચમચી ની મદદ થી સોસ લગાવી લ્યો.

ત્યાર બાદ તેની ઉપર ચમચી ની મદદ થી સ્ટફિંગ નાખો. હવે બાકી રહેલ ઢોકળા ના મિશ્રણ માં બેકિંગ સોડા નાખી સરસ થી હલાવી લ્યો. ત્યાર બાદ આ મિશ્રણ ને ચમચી ની મદદ થી કટોરી માં નાખો જેથી સ્ટફિંગ કવર થઈ જાય.

હવે ફરીથી તેને ઢાંકી ને દસ મિનિટ સુધી ચડવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે કઢાઇ માંથી ચારણી બારે કાઢી લ્યો. હવે તેમાંથી કટોરી ને બારે કાઢી લ્યો. હવે તેને ઠંડી થવા માટે રાખી દયો.

ત્યાર બાદ ચાકુ ની મદદ થી તેને ફરતે કટ લગાવી લ્યો. હવે તેને ધીરે થી કટોરી માંથી બારે કાઢી લ્યો. હવે તૈયાર છે આપણા સેન્ડવીચ ઢોકળા.

વઘાર કરવા માટેની રીત

વઘાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં એક ચપટી હિંગ નાખો. હવે તેમાં લીલાં મરચાં ને ચીરી ને નાખો. હવે તેમાં લીમડા ના પાન નાખો. હવે તેમાં ત્રણ થી ચાર ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો.

હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, લીંબુ નો રસ અને એક ચમચી જેટલી ખાંડ નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે પાણી એક વાર ઉકળે તેટલું ગરમ થાય ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે એક સર્વિંગ પ્લેટ લ્યો. હવે તેની પર સેન્ડવીચ ઢોકળા રાખો. હવે તેની ઉપર ચમચી ની મદદ થી વઘાર રેડો. હવે તેની ઉપર ઝીણા સુધારેલા લીલાં ધાણા અને લાલ મરચાં નો પાવડર છાંટો. હવે તૈયાર છે આપણા ટેસ્ટી સેન્ડવીચ ઢોકળા.

Sandwich dhokla recipe notes

  • ઢોકળા નું મિશ્રણ તૈયાર કરવા માટે દહી ની જગ્યા એ તમે છાશ નો ઉપયોગ કરી શકો છો.

Sandwich dhokla banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Rekha Panwar’s Kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rekha Panwar’s Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

બચી ગયેલ ગૂંથેલા લોટ નો નાસ્તો | Bachi gayel gunthela lot no nasto

ફરાળી કેક બનાવવાની રીત | Farali cake banavani rit

લીલા વટાણા નું અથાણું બનાવવાની રીત | Lila vatana nu athanu banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement