નમસ્તે મિત્રો આજે આપણે સન્નાટા રાયતું બનાવવાની રીત – Sannata raitu banavani rit શીખીશું. આ રાયતા ને તંદુરી રાયતું અને સન્નાટા દહી પણ કહેવાય છે આ રાયતું યુપી માં ખૂબ પ્રખ્યાત છે, do subscribe Foodingale YouTube channel on YouTube If you like the recipe , અને જે યુપી માં લગ્ન પ્રસંગ અને નાના મોટા પસંગ માં બનતું હોય છે જે સ્વાદ માં તો ટેસ્ટી લાગે છે સાથે સ્વસ્થ્ય માટે પણ ખૂબ ગુણકારી હોય છે ને પેટ ની સમસ્યા ઓ માં પણ ઘણું ઉપયોગી માનવામાં આવે છે તો ચાલો જાણીએ Sannata raita recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
સન્નાટા રાયતું બનાવવા જરૂરી સામગ્રી
- દહીં 1 કપ
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- લીલા ધાણા સુધારેલા 2 ચમચી
- સૂકવેલા ફુદીના ના પાંદડા 1 ચમચી
- ખારી બુંદી 1 કપ
- તેલ 1 ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ⅛ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી 1 કપ
- કોડિયું 1 / માટી નું નાનું કોઈ પણ વાસણ
સન્નાટા રાયતું બનાવવાની રીત | Sannata raita recipe in gujarati
સન્નાટા રાયતું બનાવવા સૌપ્રથમ દહી ને જેણી વડે જેરી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક મોટા વાસણમાં દહીં નાખો ને એમાં એક કપ પાણી નાંખી ફરી બરોબર જેણી વડે જેરી ને મિક્સ કરી સમુથ મિશ્રણ તૈયાર કરી લ્યો,
હવે એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, ઝીણા સમારેલા લીલાં ધાણા, લાલ મરચાનો પાઉડર, સૂકા ફુદીના ના પાંદડા ક્રશ કરી ને નાખો સાથે ખારી બુંદી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ફ્રીઝ માં ઠંડુ થવા દયો
હવે ગેસ પર એક માટી નું કોડિયું ધીમા તાપે ગરમ કરવા મૂકો એમાં એક બે ચમચી તેલ / ઘી નાખો ને ઘી / તેલ ને ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં જીરું અને હિંગ નાખી તતડાવો અને ગેસ બંધ કરી નાખો હવે ગરમ વઘાર વાળા કોડીયા ને દહી ના મિશ્રણ માં નાખો ને ઢાંકી ને પાંચ મિનિટ એમજ રહેવા દયો.
જ્યાં સુંધી વાસણમાં વઘાર નો ધુમાડો બેસી ન જાય ત્યાં સુંધી ઢાંકી ને રહેવા દેવો (તમે તેલ માં પણ વઘાર કરી શકો છો પણ ઘી ના વઘાર થી સ્વાદ ખૂબ સારો આવે છે )પાંચ સાત મિનિટ પછી ધુમાડો બેસી જાય એટલે ઢાંકણ ખોલી રાયતા માંથી કોડીયા ને બહાર કાઢી લ્યો ને રાયતા ને બરોબર મિક્સ કરી લ્યો ને મજા લ્યો સન્નાટા રાયતું.
Sannata raitu banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Foodingale ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ઇન્સ્ટન્ટ પૌવા પ્રિ મિક્સ બનાવવાની રીત | Pauva premix banavani rit
વર્જિન મોજીતો બનાવવાની રીત | virgin mojito banavani rit
ડ્રાયફ્રુટ મઠો બનાવવાની રીત | Dry fruit matho banavani rit
મસાલા કેરી બનાવવાની રીત | Masala keri banavani rit | Masala keri recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે