સંતરા ના ફાયદા | સંતરા નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ | Santra na fayda

Santra na fayda in Gujarati - સંતરા ના ફાયદા - Orange Health benefits in Gujarati - સંતરા ના ફાયદા - Orange Health benefits in Gujarati
Advertisement

આજે અમે આપ સમક્ષ સંતરા વિશે વાત કરવાના છીએ સંતરા કે જે 99 ટકા લોકોને ખૂબ જ પસંદ આવે છે અને સેવન કરવામાં ખૂબ જ સરળ છે તે ખટમીઠું હોવાની સાથે સાથે ખૂબ જ સારા પોષક તત્વો અને ગુણોથી ભરપૂર છે ચાલો જાણીએ સંતરાનું સેવન કરવાના ફાયદા, સંતરા નો રસ પીવાના ફાયદા, સંતરા ના ફાયદા, Santra na fayda , Orange Health benefits in Gujarati .

Santra na fayda in Gujarati

સ્વાદમાં ખાટી-મીઠી સુગંધમાં મધુર અને સ્પર્શ કરવામાં શીતળ એવા સંતરા ની. સંતરા લીંબુની જ એક જાત છે. તેને નારંગી તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભારત માં ઘણા પ્રાચીન સમય થી સંતરા જાણીતા છે. ભારત માં નાગપુર ના સંતરા ખુબ જ વખણાય છે. સંતરા માં ૮૭.૫% જેટલું પાણી હોય છે તેથી તેનો રસ પચવામાં ખુબ જ હલકો હોય છે.

Advertisement

લગભગ એક કલાકમાં તેનો રસ શરીરમાં શોષાઈ જાય છે બહુ સહેલાઈ થી પચી જાય છે. તેથી થાકેલા કે માંદા માણસોને સંતરાનો રસ આપવાથી ઘણો ફાયદો થાય છે.

વૈજ્ઞાનિક મત પ્રમાણે સંતરામાં વિટામીન-એ-બી-અને સી ની માત્રા સારા પ્રમાણ માં હોય છે. તેમાં આયરન અને કેલ્શિયમ પણ મળી રહે છે.

તેથી તેના સેવન થી શરીર ના વજન અને લોહીમાં વૃદ્ધિ થાય છે. લોહીની ફિકાશ દૂર થાય છે. લોહી લાલ રંગ નું બને છે. દાંત અને હાડકાની મજબૂતી વધે છે. સંતરા માં ફોસ્ફરસ જેવા ખનીજ દ્રવ્યો પણ હોય છે.

સંતરા ના ફાયદા 

સંતરા માં ૪૦% જેટલા વિટામિન્સ હોય છે. અને ખાસ કરીને વિટામીન-બિ- 1, સંતરા એ એવું ફળ છે કે જેની અંદર કોલેસ્ટ્રોલ, સોડિયમ કે ફેટ હોતું નથી તેમજ આપણે વિવિધ રોગોમાં ખુબ જ ફાયદાકારક છે

એક સંતરાની અંદર ૬૦ થી વધુ ફ્લાવોનોઇડ્સ અને 170 થી વધુ ફાઈટોકેમિકલ્સ હોય છે જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ ને સારી કરે છે – Orange Health benefits in Gujarati .

સંતરા હૃદય માટે ફાયદાકારક છે

તમને જણાવીએ કે સંતરાની અંદર ફાઇબર, પોટેશિયમ, વિટામિન સી અને ફ્લોરિન ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે આ તમામે તમામ તત્વો આપણા હૃદય ને સ્વસ્થ રાખવામાં ખૂબ જ ફાયદાકારક છે તેમજ તેની અંદર રહેલ પોટેશિયમ એક પ્રકારનું ઇલેક્ટ્રોલાઇટ ખનિજ છે

જે હૃદયના ધબકારા ઓ માટે ખૂબ જ ફાયદાકારક છે તેમજ પોટેશિયમ ને હાઈ બ્લડ પ્રેશર ને પણ કન્ટ્રોલ કરે છે જેથી આપણે હૃદયના સ્ટ્રોક ની સંભાવનાઓ ઘટે છે

તેમજ તેની અંદર ફોલેટ ની માત્રા પણ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે જે આપણા શરીરની અંદર homocysteine ના સ્તર ને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે આ હોમોસીસ્ટીન હૃદય માટે જોખમી છે – Santra na fayda.

કેન્સર માટે

સંતરાની અંદર વિટામિન c અને ઍન્ટિ-ઑક્સિડન્ટ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે જે આપણા શરીરની અંદર રહેલ કેન્સરના જીવાણુઓ સામે આપણી રક્ષા કરે છે તેમજ સંતરા અને બીજા ખાટા ફળો ની અંદર ડી-લીનોનેને(D-Linonene) હોય છે

જે વિવિધ પ્રકારના કેન્સર સામે આપણી રક્ષા કરે છે તેમજ તેની અંદર રહેલ વિટામીન-સી આપણા શરીરની કોશિકાઓ માટે નુકસાનકારક તત્વો સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે

સ્કીન માટે ફાયદાકારક

જેવું કે આપણે જાણીએ છીએ કે સંતરાની અંદર વિટામીન સી હોય છે પરંતુ સંતરાની છાલ માં સંતરા થી વધુ વિટામિન સી હોય છે માટે તેની છાલને ફેકવા કરતાં તેને સુકાવી અને તેનો પાવડર બનાવી તેને ડબ્બામાં ભરી રાખો

ત્યાર પછી તે પાવડર ને જ્યારે પણ ઉપયોગમાં લઇ શકાય છે તો ચાલો જાણીએ સંતરા ની છાલ ને કેમ ઉપયોગ લઇ શકીએ છીએ

સંતરા છાલ ની અંદર દૂધ અથવા ક્રીમ ઉમેરી ચહેરા પર લગાવવાથી ચહેરા પર  ગ્લો આવે છે અને ચહેરા પર રહેલા દાગ ધબ્બા ને કરચલીઓ દૂર રાખવામાં મદદરૂપ થાય છે

સંતરા માં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જે તમારી ત્વચાને અલ્ટ્રા વાયોલેટ કિરણો થી બચાવે છે અને સ્કીન ને ગ્લોવિંગ બનાવે છે.

જો તમે નિયમિત સંતરાની છાલનાં પાવડર સાથે મધ મિક્ષ કરીને આ પેસ્ટ લગવવાથી ખુબ જ ફાયદો થાય છે, Orange Health benefits in Gujarati. 

વાળ માટે ઉત્તમ – Santra na fayda

સંતરાની અંદર bio- flavonoid અને વિટામિન c હોય છે જે  આપણા વાળ ના વિકાસ માં મહત્વનો ભાગ ભજવે છે તેમજ તેની અંદર રહેલ ફોલિક એસિડ અને વિટામિન B વાળ માટે ઉત્તમ હોવાની સાથે સાથે તે વાળ ને ખરતા અટકાવે છે.

તમે ઈચ્છો તો સંતરાના રસ ની અંદર મધ અને પાણી ઉમેરી તેનો કન્ડિશનર તરીકે ઉપયોગ કરી શકો છો.

સંતરા ના ફાયદા આંખો માટે 

આપણે સૌ જાણીએ છીએ કે આપણા સ્વાસ્થ્ય માટે વિટામીન A ખૂબ જ મહત્ત્વનું છે અને આ વિટામિન A આપણે સંતરા માંથી મેળવી શકીએ છીએ તેમજ વિટામીન A સિવાય સંતરાની અંદર બીટાકેરોટિન, લેટેન અને zeaxanthin હોય છે

જે આપણી ઉંમર સાથે સાથે થતી આંખો ની નબળાઈ ને રોકે છે તેમજ આપણને આપણી આંખોની રેટિનામાં ઝાંઝવાં આવવા દેતા નથી

સંતરા ના ફાયદા તે બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે

આપણા શરીરની અંદર બ્લડ પ્રેશર ઓછું કરવા સોડિયમ નો ઉપયોગ ઓછો અને પોટેશિયમનો નો ઉપયોગ વધુ કરવો જોઈએ તેમજ સંતરાની અંદર રહેલ મેગ્નેશિયમ અને હેસ્પ્રીડીયન હાઈ બ્લપ્રેશર કન્ટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે – Santra na fayda 

સંતરા ડાયાબિટીસમાં ફાયદાકારક

સંતરાની અંદર ફાઇબર ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે જે ટાઇપ 1 ડાયાબિટીસ ના વ્યક્તિઓમાં સુગર લેવલ ઓછું કરે છે અને ટાઇપ 2 ડાયાબિટીસના ના દર્દીઓમાં સુગર , લિપિડ અને ઈન્સ્યુલીનના સ્તરમાં સુધારો કરે છે

તેમજ સંતરાની અંદર કેલેરી ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે જેથી તમે તેનું નિયમિત સેવન કરો છો તો તમારા શરીરની અંદર શુગર લેવલને કંટ્રોલમાં રહે છે તેમજ તમે ઈચ્છો તો સંતરા સિવાય બીજા ખાટા ફળોનું પણ સેવન કરી શકો છો

વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે

સંતરાની અંદર ગ્લીસેમિક ઈન્ડેક્સ , વસા અને ફાઇબર હોય છે જે વજન ઓછું કરવા માટે ખૂબ જ જરૂરી આહાર છે તેમજ તેની અંદર ફાઈબર પણ હોય છે જે આપણી પાચનક્રિયા સારી કરે છે અને ઝડપથી વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે

આપણું immune system સારું કરે છે

આપણે સૌ જાણીએ છીએ કે સારા immune system માટે વિટામીન સી એક મહત્વનો ભાગ ભજવે છે અને આ વિટામિન સી ખાટા ફળો ની અંદર ખૂબ જ પ્રમાણમાં હોય છે તેમજ તે આપણા શરીરની અંદર રહેલ શ્વેતકણ ના ઉત્પાદન માં પણ મદદરૂપ થાય છે

આ સફેદ કણ આપણે દરેક રોગો સામે રક્ષણ અપાવે છે  જેથી આપણે સામાન્ય શરદી-ઉધરસ અને બીજી નાની-મોટી સમસ્યાઓ આપણાથી દૂર રાખે છે

સંતરા ના ફાયદા તે કોલેસ્ટ્રોલ ઓછું કરે છે

સંતરાની અંદર રહેલ ફાઇબર પાચન તંત્ર માં ઉપયોગી હોવાની સાથે સાથે આપણા શરીરની અંદર રહેલા વધારાના ખરાબ કોલેસ્ટ્રોલને બહાર નીકળવામાં પણ મદદરૂપ થાય છે,Santra na fayda in Gujarati .

ખીલ ના ઉપચારમાં ઉપયોગી – Santra na fayda

આપણા શરીર પર રહેલા સૂક્ષ્મ છિદ્રો ની અંદર ગંદકી ને બેક્ટેરિયા જમા થવાને કારણે  આપણે ખીલ( pimple) ની સમસ્યા ઉદભવે છે સંતરાની અંદર સાઈટ્રિક એસિડ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે જે આપણને ખીલની સમસ્યાથી દૂર રાખવામાં મદદરૂપ થાય છે 

 જો તમે સંતરાની છાલનો પાઉડર બનાવી સ્કિન પર લગાવો છો તો ખીલની સમસ્યામાં તમારે સ્કિન પર થી ઓઈલ ઓછું કરે છે અને ફેસ પર રહેલ ડાઘા પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે – સંતરા ના ફાયદા, 

સંતરા ના ફાયદા તે ડિપ્રેશન ને દૂર કરે છે

આજના આ ભાગદોડ ભરેલા જીવનમાં ડિપ્રેશન એક સામાન્ય બાબત થઇ ગઈ છે. ત્યારે સંતરા નું સેવન કરવું ફાયદેમંદ સાબિત થાય છે,Santra na fayda in Gujarati.

સંતરા ના ફાયદા પથરીની સમસ્યામા

નિયમિત રીતે સંતરા ખાવાથી કીડની ને લાભ પહોચે છે અને કીડની માં થતી પથરી ને સંતરા ખાવાથી રોકી શકાય છે તથા જે વ્યક્તિઓને પહેલાથી જ પથરી છે તેઓ પણ જો સંતરા નું સેવન કરે તો વધતી નથી.

સંતરા નું જ્યુસ નિયમિત પીવાથી પાથરી નીકળી પણ જાય છે,Santra na fayda in Gujarati .

હરસ ની સમસ્યામાં સંતરા નું સેવન

હરસ થયા છે તો સંતરા ખાવથી ખુબ જ ફાયદો થાય છે. જે વ્યક્તિઓને હરસ મસા ની સમસ્યા છે તો તેઓએ સંતરાની છાલને સુકવીને તેનું ચૂર્ણ બનાવીને દરરોજ ગરમ પાણી સાથે લેવાથી ફાયદો થાય છે.

સંતરા ના ફાયદા ત્વચા સંબંધિત 

Santra – સંતરા ખાવથી, તેનો જ્યુસ પીવાથી અને તેની છાલ ને સુકવીને તેની પેસ્ટ બનાવીને ત્વચા પર લગાવવાથી ઘણા બંધ ફાયદા મળે છે. અને ત્વચા ચમકદાર બને છે.

સંતરા હેલ્થી સ્કીન માટે

Santra – સંતરા માં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જે તમારી ત્વચાને અલ્ટ્રા વાયોલેટ કિરણો થી બચાવે છે. અને સ્કીન ને ગ્લોવિંગ બનાવે છે. જો તમે નિયમિત સંતરાની છાલનાં પાવડર સાથે મધ મિક્ષ કરીને આ પેસ્ટ લગવવાથી ખુબ જ ફાયદો થાય છે.

સંતરા ચહેરા ને ચમકદાર બનાવે છે.

ચહેરા પેર સંતરાની છાલ ના પાવડરને સ્ક્રબ કરવામાં આવે અથવા તો તેના જ્યુસ ને રૂં ની મદદ થી લગાવવામાં આવે તો ચહેરો સાફ અને ચમકદાર બને છે.

સંતરા બ્લેકહેડ્સ દૂર કરવામાં ઉપયોગી છે

બ્લેકહેડ્સ દૂર કરવામાટે ઘણા પ્રકાર ના સ્ક્રબ બઝારમાં મળતા હોય છે. પણ બઝાર માં મળતા આવા સ્ક્રબ માં ઘણા બધા કેમિકલ નો ઉપયોગ કરવામાં આવે છે. જે ક્યારેક આપણી ત્વચાને નુકસાન પહોચાડી શકે છે.

ત્યારે ઘરે બનાવેલો સંતરા નો સ્ક્રબ બહુજ લાભકારક નીવડે છે. સંતરા ની છાલ ને સુકવીને તેનો કરકરો ભુક્કો કરીને રાખી દો. જયારે ઉપયોગ કરવો હોય ત્યારે તેમાં પાણી નાખીને સ્ક્રબ કરો. સ્ક્રબ ની સાથે સાથે તમે તેનો પીલ ઓફ માસ્ક બનાવીને પણ વાપરી શકો છો.

આ માસ્ક બનાંવા માટે સંતરા ના પાવડરમાં દહીં નાખીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવી નાખો. અને ૧૫ મિનીટ પછી ધોઈ લેવું. બ્લેકહેડ્સ ની સમસ્યા થોડાક જ દિવસ માં દૂર થઇ જશે.

તૈલીય ત્વચા માટે સંતરુ

જો તમારી સ્કીન તૈલીય છે તો તમે સંતરા ના રસ ને બરફની ટ્રે માં જમાવીને ચહેરા પર ઘસી શકો છો. આમ કરવાથી તૈલીય ત્વચા માં ફાયદો થાય છે.

સંતરા ના ઘરગથ્થું ઉપયોગો

સંતરાના સેવન થી સુકી, બરછટ, અને કાળી પડી ગયેલી ચામડીમાં ચેતન આવે છે અને ચામડી મુલાયમ બને છે. તેમાં ખનીજ ક્ષારો વધારે હોવાથી શરીર ની શુષ્કતા દૂર થાય છે.

સંધિવા જેવા રોગ માં સંતરા ને રામબાણ ઇલાઝ માનવામાં આવે છે. સાંધા નો દુખાવો, હાથ પગ માંદુખાવો થવો વગેરેમાં સંતરા ખાવથી ફાયદા થાય છે. શરદી અને ઉધરસ થઇ હોય ત્યારે સંતરા ના રસ ને સહેજ ગરમ કરીને પીવાથી ફાયદો થાય છે.

ચહેરા પર ના ખીલ અને તેના ડાઘ દૂર કરવામાં સંતરા ની છાલનો ભુક્કો ઉત્તમ માનવામાં આવે છે. સંતરા ની છાલ ને થોડાક દિવસ સુધી તડકે સુકવીને તેનો કરકરો ભુક્કો કરી લો. હવે આ ભુક્કા ને દહીં કે મધ સાથે મિક્ષ કરીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાથી ગજબ નો ફાયદો થાય છે અને ખીલ અને તેના ડાઘા માંથી છુટકારો મળે છે.

સંતરા ના ફૂલ નો રસ પીવાથી ઢીલા પડી ગયેલા સ્નાયુઓ અને હીસટીરિયા જેવા દર્દો માં ફાયદો થાય છે.

રાત્રે સુતી વખતે એક બે નારંગી ખાવથી કબજિયાત દૂર થાય છે. નારંગી જૂની કબજીયાત ને પણ દૂર કરવાનો ગુણ ધરાવે છે.

સંતરા ના ઘરેલું ઉપાય

નારંગી ખાવથી સગર્ભા સ્ત્રીઓના ઉબકા અને ઉલટી બંધ થાય છે.શરીર માં કૃમીઓ થઇ ગયા હોય તો તેનો પણ નાશ થાય છે.

સંતરા ખાવાથી લોહીનું ઊંચું દબાણ ઘટે છે, ચક્કર આવતા હોય તો તે મટે છે, શરીરની ખોટી ગરમી દૂર થાય છે અને ગુમડા તેમજ ચામડીના બીજા દર્દો મટી જાય છે.

નારંગી ના પાંદ નો ઉકાળો પીવાથી તાવ માં જલ્દી થી રાહત થાય છે. પેટ નો ગેસ ઓછો થાય છે અને આંતરડા સક્રિય બને છે.

સંતરા નો રસ પીવાથી પિત્ત ઓછો થાય છે અને લોહીમાં રહેલી ખટાશ દૂર થાય છે. તેનો રસ પીવાથી જઠરમાં વધેલી ખટાશ દૂર થાય છે, અને લોહી શુધ્ધ થાય છે. અને તેના નિયમિત સેવન થી આતરડા, મુત્રપિંડ વગેરે અવયવો પણ શુધ્ધ થાય છે.

નાના બાળકોને દૂધ માફક આવતું ના હોય અને વારંવાર ઝાડા થતા હોય તો દૂધ ની સાથે નારંગી નો રસ આપવાથી ઝાડા મટે છે. દૂધ પચે છે અને બાળક તંદુરસ્ત થાય છે. બાળકોના શરીર ની રચના માટે અને હાડકા માટે સંતરાનો રસ ઉત્તમ માનવામાં આવે છે.

Santra na gharelu upay

સંતરા ના રસમાં ઉત્તેજક અને પોષક તત્વો હોય છે તેથી રાત્રે સુતી વખતે અને સવારે ઉઠીને એક-એક નારંગીનો રસ પીવાથી થાકેલા અને માંદા માણસોમાં ઉત્સાહ વધે છે.

ખાટી નારંગી અતિ ગરમ અને વાત-પિત્ત નો નાશ કરે છે ભારે ખોરાક ને પચાવવામાં નારંગી મદદરૂપ થાય છે.

ભારે ભોજન તેમજ ઘણા આહારને કારણે હોજરી નબળી પડી જાય છે પરિણામે ખોરાક પુરેપુરો પચતો નથી અને સડવા લાગે છે અને પરિણામે ગેસ પેદા થાય છે. આ રીતે બગડેલા જઠર તેમજ આતરડાની શુદ્ધિ કરવા માટે સંતરા ખુબ જ ઉપયોગી અને ફાયદાકારક છે.

સંતરા નું સેવન કરવાથી જઠર અને આંતરડા ના માર્ગો સાફ થાય છે અને બન્નેની પાચનશક્તિમાં વધારો થાય છે.

Santra na ghargaththu upay

નારંગી પેશાબની પીળાશ દૂર કરે છે અને તેની બળતરા દૂર કરે છે તેમજ આંખોની ગરમી મટાડી ઠંડક અને શાંતિ આપે છે

સંતરા કે નારંગી લગભગ બારેમાસ મળે છે તેના ફળનો રસ મીઠો, ખાટો અને ગુણકારી હોય છે. તેનો રસ પીવાથી લોહીશુધ્ધી થાય છે અને પાચનશક્તિ વધે છે. સંતરા નું શરબત પણ બને છે, જે ઉનાળા માં પીવો બહુજ ગુણકારી હોય છે.

નારંગી સુપાચ્ય છે, તે શરીરની કૃત્રિમ ગરમી દૂર કરી શરીર ને ઠંડક આપે છે અને લોહી સુધારી અને વધારે છે. ભોજન બાદ નારંગી ખાવાથી કોઈપણ પ્રકારનો વિકાર થતો નથી.

સંતરા ના નુકસાન 

તમારા શરીર ની તાસીર ને અનુરૂપ સંતરા નું સેવન કરવું જોઈએ. ડાયાબીટીસ ના દર્દીઓએ સંતરા નું સેવન બહુ કરવું જોઈએ નહી. કારણકે સંતરા માં નેચરલ શુગર નું લેવલ ઘણું હોય છે. જેના કારણે શરીર માં શુગર લેવલ વધવાની શક્યતા રહે છે.

જે વ્યક્તિઓ વજન ઘટાડવા માટે ડાયટ કરતા હોય તેઓએ પણ સંતરા ના જ્યુસ નો ઉપયોગ કરવો જોઈએ નહિ, કારણકે તેમાં પહેલે થી જ કાર્બોહાઈડ્રેટ હોય છે. જે વજન વધારવાનું કામ કરે છે.

ઘણા લોકો ને ખાટી વસ્તુ ખાવાથી એલર્જી હોય તેઓએ પણ સંતરા નું સેવન કરવું જોઈએ નહિ.

જો તમે દાંત સંબંધિત કોઇપણ બીમારી થી પરેશાન છો તો સંતરું ખાવું જોઈએ નહિ, કારણ કે સંતરા માં ખટાશ નું પ્રમાણ વધારે હોય છે, જે દાંત ને નુકસાન પહોચાડી શકે છે.

સંતરા ને સંબંધિત લોકો ને મુજ્વતા કેટલાક પ્રશ્નો

શું દરરોજ ૩ સંતરા નું સેવન કરી શકાય ?

એક સાથે ૩ સંતરા નું સેવન કરવું હિતાવહ નથી. તમે આખા દિવસ દરમિયાન ૩ સંતરા નું સેવન કરી શકો છો

શું સંતરા નું રાત્રે સેવન કરવું જોઈએ?

ના, રાત્રે સુતા પહેલા સંતરા નું સેવન કરવું જોઈએ નથી, કારણ કે સંતરા મા એસીડ નું પ્રમાણ હોય છે જે સાત્રે સુતા પહેલા શરીર માટે સારું માનવામાં આવતું નથી.

સંતરા મા ક્યાં વિટામિન્સ હોય છે?

સંતરા મા વિટામીન એ, વિટામીન – સી, સારા પ્રમાણમાં હોય છે અને વિટામીન બી અને વિટામીન બી1 પણ હોય છે આ શિવાય તેમાં આયરન અને કેલ્શિયમ પણ મળી રહે છે.

Santra na fayda in Gujarati

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

શિયાળામાં ફુલાવર નું સેવન કરવાના ફાયદા 

સ્વસ્થ અને ફીટ રહેવા રોજીંદા જીવન માં કીસમીસ ના ફાયદા

એલોવેરા નું ખાલીપેટે જ્યુસ જે હ્રદય સિવાય બીજી ઘણી સમસ્યામાં ફાયદો કરે છે 

શિંગોડા જે થાઇરોડ જેવી 5 સમસ્યામાં છે ફાયદાકારક 

નાગરવેલ ના પાન નું સેવન કરવાના કેટલાક ફાયદા 

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરજો મિત્રો અને પરિવારજનો સાથે.

તમે અમને Facebook & Instagram મા પણ OfficialNaradmooni અથવા Naradmooni થી સેર્ચ કરી અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement