સરગવાના પાંદ ની ચટણી બનાવવાની રીત | sargva na paan ni chutney banavani rit

સરગવાના પાંદ ની ચટણી - sargva na paan ni chutney - સરગવાના પાંદ ની ચટણી બનાવવાની રીત - sargva na paan ni chutney banavani rit - sargva na paan ni chutney recipe in gujarati
Image credit – Youtube/BhairavShakti
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે સરગવાના પાંદ ની ચટણી બનાવવાની રીત – sargva na paan ni chutney banavani rit શીખીશું, do subscribe YouTube channel on YouTube If you like the recipe , સરગવાના ના ફાયદા થી તો બધા જ પરિચિત છે જ  તો એ વિશે વિશેષ વાત ના કરતા આજ આપણે એમાંથી બનતી સ્વાદિષ્ટ ચટણી વિશે વાત કરીએ તો આ ચટણી ને તમે રેગ્યુલર ચટણી તરીકે કોઈ પણ વાનગી સાથે ખાઈ શકો છો. આ ચટણી સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી પણ છે તો ચાલો જાણીએ sargva na paan ni chutney recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

સરગવાના પાંદ ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • સરગવાના પાંદ 3-4 કપ
  • છીણેલું નારિયેળ ½ કપ
  • તેલ 1-2 ચમચી
  • રાઈ ¼ ચમચી
  • જીરું ½ ચમચી
  • સૂકા લાલ મરચા 2 -3
  • ચણા દાળ / દાડિયા દાળ 2-3 ચમચી
  • અડદ દાળ 1-2 ચમચી
  • આંબલી નો પલ્પ / લીંબુનો રસ 2-3 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

સરગવાના પાંદ ની ચટણી બનાવવાની રીત | sargva na paan ni chutney recipe in gujarati

સરગવાના પાંદ ની ચટણી બનાવવા સૌપ્રથમ સરગવાના પાંદ ને દાડી થી અલગ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ ને ચારણી માં નાખી વધારા નું પાણી નિતારી લ્યો. આમ પાંદ ને બરોબર સાફ કરી નિતારી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં દાડિયા દાળ, સૂકા લાલ મરચા, જીરું, અડદ દાળ નાખી ને ધીમા તાપે હલાવતા રહો. દાળ શેકાઈ ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકતા રહો. બધા સૂકા મસાલા બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ને ઠંડા થવા દયો.

Advertisement

હવે એજ કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સાફ કરી નિતારી રાખેલ સરગવાના પાંદ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ફૂલ તાપે હલાવતા રહી ને પાંદ ને શેકી લ્યો. બે મિનિટ શેકી લીધા બાદ ગેસ બંધ કરી નાખો.

હવે મિક્સર જારમાં શેકી રાખેલ દાળ ને મસાલા નાખો સાથે તેલ માં શેકી રાખેલ સરગવાના પાંદ નાખો અને ત્યાર બાદ એમાં છીણેલું નારિયેળ અને આંબલી નો પલ્પ / લીંબુનો રસ નાખો અને ઢાંકણ બંધ કરી પીસી લ્યો . ચટણી પીસવા માટે જો પાણી ની જરૂર લાગે તો જરૂર મુજબ થોડું પાણી નાખી ને પીસી લ્યો તો તૈયાર છે સરગવાના પાંદ ની ચટણી.

sargva na paan ni chutney banavani rit | Recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર BhairavShakti ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

રાગી વેજીટેબલ સૂપ બનાવવાની રીત | Ragi vegetable soup banavani rit | Ragi vegetable soup recipe in gujarati

લસણ વગર નો ઠેંસો બનાવવાની રીત | Lasan vagar no theso banavani rit

તરબૂચ ની છાલ ની ચટણી | Tarbuch ni chal ni chutney

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement