નમસ્તે મિત્રો આજે આપણે શીખીશું સરસોં દા સાગ, સરસો નું શાક , સરસવ નું શાક બનાવવાની રીત, sarson ka saag recipe in Gujarati, sarso nu shaak recipe in Gujarati
સરસો નું શાક – Sarson ka Saag recipe in Gujarati
સરસો નું શાક બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે.
- ૧ મોટી જુડી સરસો ના પાંદ
- અડધી જુડી પાલક
- અડધી જુડી મેથી
- પા જુડી ચીલ
- પા જુડી મૂળા ના પાંદ
- અડધો કપ ચણા દાળ
- ૧ મૂળો
- ૩-૪ ઘી
- ૧-૨ ચમચી લસણ ની પેસ્ટ
- ૧ ડુંગરી જીની સુધારેલ
- ૩ લીલા મરચા સુધારેલા
- ૧-૨ ચમચી છીણેલું આદુ
- ૧ ચમચી મકાઈ નો લોટ
- સ્વાદ મુજબ મીઠું
સરસોં દા સાગ રેસેપી – સરસવ નું શાક બનાવવાની રીત
સૌ પ્રથમ સરસો ના પાંદડા ને સાફ કરી બરોબર ધોઈ ને સુધારી લેવા, મેથી ને સાફ કરી ધોઈ ને સુધારી લેવા, મૂળા ના પાંદ અને પાલક ને સાફ કરી ધોઈ ને સાફ કરી કાપી લ્યો ને ચીલ ને સાફ કરી ધોઈ સુધારી લેવી આમ બધી જ ભાજી સાફ કરી ધોઈ સુધારી ને એક બાજુ મૂકો
હવે ચણા દાળ ને ધોઈ ને ૩-૪ કલાક પલાળી લેવી પલળી જાય એટલે તેને એક કડાઈ માં ૨-૩ કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં પલાળેલી ચણા દાળ નાખો ને સુધારેલા મૂળા ના કટકા નાખી ઢાંકણ ઢાંકી ૫-૭ મિનિટ બાફી લ્યો,
ત્યાર બાદ તેમાં સુધારેલ સરસો, પાલક,મેથી,ચીલ ને મૂળા ના પાંદ નાખી ૫-૭ મિનિટ બાફી લ્યો બફાઈ જાય એટલે તેને ઠંડુ થાય ત્યારે પછી તેને મિક્ષર જાર માં પીસી લ્યો
સરસો નું શાક બનાવવા હવે ગેસ પર એક કડાઈ માં ઘી ને ગરમ કરો ઘી ગરમ થાય ત્યારે તેમાં લસણ ની પેસ્ટ નાખી૧-૨ મિનિટ સેકો,
ત્યાર બાદ તેમાં સુધારેલી ડુંગરી નાખો ને સુધારેલ લીલા મરચા ને આદુ ની પેસ્ટ નાખીને ૪-૫ મિનિટ સેકો ત્યાર બાદ તેમાં મકાઈ નો લોટ નાખી ને ૨ મિનિટ સેકો, sarso nu shaak recipe in Gujarati
તેમાં સરસો ની પીસી ને તૈયાર કરેલ પેસ્ટ નાખી બરોબર મિક્સ કરો ને ૪-૫ મિનિટ ચડવો, sarson ka saag recipe
બરોબર ચળી જાય એટલે ગેસ બંધ તેને બીજા વાસણ માં કાઢી વઘરીયા માં ૧ ચમચી ઘી ગરમ કરી તેમાં અડધી ચમચી લાલ મરચા નો પાવડર નાખી ગેસ બંધ કરી સરસો ના શાક પર રેડી દઈ ગરમ ગરમ પીરસો સરસોં દા સાગ, રસોં નું શાક રેસીપી.
તમને અમારા દ્વારા આપવામાં આવેલ સરસવ નું શાક બનાવવા ની રીત, કેવી લાગી કોમેન્ટ મા અચૂક જણાવજો
Sarso nu shaak recipe in Gujarati
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
લીલા ચણા નું શાક બનાવવાની રીત – Lila chana nu shaaak recipe
ઘરે બનાવો પંજાબી વેજ કોલ્હાપુરી – Vej Kolhapuri recipe in Gujarati
ઘરે બનાવો સ્વાદિષ્ટ ગુજરાતી હાંડવો – Handva recipe in Gujarati
સ્વાદિષ્ટ દાલ મખની રેસીપી – Dal Makhani Recipe in Gujarati
શિયાળા માટે ની સ્પેસીયલ વાનગી તલ નો ગજક – Tal no gajak Recipe
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે