Saunth powder banavani rit | સૂંઠ પાઉડર બનાવવાની રીત

Saunth powder - સૂંઠ પાઉડર
Image credit – Youtube/Vasant Kitchen
Advertisement

આજ કાલ બજાર માં ભેળસેળ થી બનેલા મસાલા મળતા હોય છે ત્યારે આપણે ઘરે બનાવેલા મસાલા નો ઉપયોગ કરવાનું વધારે પસંદ કરીએ છીએ. આવા જ મસાલા માં એક મસાલો છે Saunth powder – સૂંઠ પાઉડર. આ પાઉડર નો ઉપયોગ આપણે ઘણી વિવિધ વાનગીઓ તેમજ દવા તરીકે પણ ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે જો ભેળસેળ વાળો હોય તો લાભ ની જગ્યાએ નુકશાન કરી તો માત્ર ત્રણ ચાર દિવસ માં શુધ્ધ સૂંઠ પાઉડર ઘરે બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • આદુ 1 કિલો

Saunth powder banavani rit 

સૂંઠ પાઉડર બનાવવા સૌપ્રથમ આદુ સાફ કરી ખરાબ કે બગડેલા કટકા અલગ કરી અથવા કાપી અલગ કરી લ્યો ત્યાર બાદ પાણી મા  નાખી દસ મિનિટ પલાળવા દયો અને દસ મિનિટ પછી એક એક આદુના કટકા ને બરોબર હાથ થી પાણીમાં જ  સાફ કરી બીજા સાફ પાણીમાં નાખતા જાઓ. જેથી આદુ બરોબર ધોઇ ને સાફ થાય અને રેતી કે કાંકરી ના આવે. આમ બધું આદુ સાફ કરી લ્યો.

હવે બીજા પાણીથી પણ બરોબર ધોઇ લઈ એક કોટન ના કપડાં માં નાખી કપડા થીનલૂછી લૂછી સાફ અને કોરું કરી લ્યો. અને પંખા નીચે ફેલાવી મૂકો જેથી કોઈ પાણી હોય તો એ પણ ના રહે. હવે વેફર કરવા માં મશીન લઈ એમાં એક એક કટકા ની જેમ બટાકા ની ચિપ્સ કરીએ એમ આદુની ચિપ્સ કરતા જાઓ. આમ બધા આદુની ચિપ્સ કરી લ્યો.

Advertisement

હવે તૈયાર ચિપ્સ ને પંખા નીચે અથવા તડકા માં  સાફ કોરા કપાળ પર છુટ્ટી છુટ્ટી ફેલાવી ને સૂકવવા મૂકો. જો પંખા નીચે સુકાવશો તો ચાર પાંચ દિવસ લાગશે એને જો તડકા માં સુકવશો તો ત્રણ ચાર દિવસ માં આદુની ચિપ્સ સુકાઈ જસે અને બરોબર સુકાઈ જાય એટલે ભેગી કરી લ્યો.

 ત્યારબાદ મિક્સર જાર માં થોડી થોડી ચિપ્સ નાખી પીસી પાઉડર બનાવી લ્યો અને ત્યાર બાદ ચારણી થી પાઉડર ને ચાળી લ્યો. આમ બધી ચિપ્સ ને પીસી અને ચાળી લ્યો અને ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો. જ્યારે પણ વાપરવા કાઢો ત્યાર સાફ કોરી ચમચી થી લેવો જેથી લાંબો સમય સુંધી સારો રહે. તો તૈયાર છે સૂંઠ પાઉડર.

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

Advertisement