Schezwan Sauce banavani rit | સેઝવાન સોસ બનાવવાની રીત

Schezwan Sauce - સેઝવાન સોસ
Image credit – Youtube/Chef Neha Deepak Shah
Advertisement

આપડે ઘરે જ એક Schezwan Sauce – સેઝવાન સોસ બનાવતા શીખીશું . સેઝવાન સોસ એક એવી વસ્તુ છે જેનો આપડે ગણી બધી વસ્તુ માં ઉપયોગ માં લઈ શકીશુ . અને ઈ પણ આજે બઉજ સરળ રીતે અને ઘર માંથી જ મળી જતી વસ્તુ માંથી આપડે બઉજ સરળ રીતે બનાવતા શીખીશું .

Ingredients list

  • લસણ ના 3 ગાંઠીયા લગભગ ½ કપ
  • ડુંગળી નાની 1 નંગ
  • આદુ નો ટુકડો 1 સમરેલો
  • આદુ છીણેલું ½ ચમચી
  • આખા કાશ્મીરી લાલ મરચા 8-10 નંગ
  • 2 મરચા ( 1 લાલ મરચું , 1 લીલું મરચું )
  • લીલા ધાણા ની દાંડી 2 ચમચી
  • તેલ 3-4 ચમચી
  • સોયા સોસ 1 ચમચી
  • વિનેગર 2 ચમચી
  • ટમેટાં ની પેસ્ટ 2 ચમચી ( ટામેટા ની પ્યુરી )
  • ખાંડ 1 ચમચી
  • મીઠું અને મરી

Schezwan Sauce banavani rit

સેઝવાન સોસ બનાવવા માટે સૌ પ્રથમ આખા લાલ મરચા ને પાણી માં 1 કલાક માટે પલાડી રાખશું પલાડતાં પેલે મરચા માંથી બધા બીજ કાઢી અને પછી પલાળવા મૂકીશું મરચા પલળી જાય એટલે મિક્સર જાર માં નાખી અને મરચા ની એક પેસ્ટ તૈયાર કરી લેશું . ત્યાર બાદ જે લસણ આપડે લીધું હતું તે. બધા લસણ ને ચોપર માં નાખી અને સાવ જીણું ચોપ કરી લેશું અને સાઇડ માં મૂકી દેશું .

ત્યાર બાદ હવે એક કડાઈ લઈ ને ગેસ પર ગરમ કરવા મૂકીશું કડાઈ ગરમ થાય એટલે તેમાં તેલ ¼ કપ જેટલું તેલ નાખી અને અને તેલ ગરમ થાય એટલે તેમાં જે ચોપ કરેલું લસણ હતું તે કડાઈ માં નાખી અને થોડું મીઠું નાખી અને મિડયમ તાપે 2-3 મિનિટ સુધી લસણ કાચું ના રે ત્યાર સુધી લસણ ને સેકી લેવુ જેથી લસણ માંથી જે કાચી સુગંધ આવે તે નીકળી જાય . લસણ ને બઉ વધારે કૂક નથી કરવાનું ઈ વસ્તુ નું ખાસ ધ્યાન રાખશું .વધારે તેલ નાખવાથી આપડો સોસ લાંબો ટાઈમ સુધી આપડે સ્ટોર કરી શકીશું .

Advertisement

હવે લસણ શેકાઈ જાય ત્યાર બાદ તેમાં 1 લાલ મરચું , 1 લીલું મરચું , 1 ઇંચ આદુ બધું સુધારેલી વસ્તુ ને તેમાં નાખી દેશું ત્યાર બાદ તેમાં ધાણા ની જે પાછળ ની દાંડી હોય છે ધાણા ની દાંડી નાખશું 2 ચમચી , અને હવે જે આદુ નાખશું તે આદુ ખમણી ને નાખશું ½ ચમચી બધું વસ્તુ ને હલાવી ને સારી રીતે સેકી લેશું . ત્યાર બાદ જે સૂકા મરચા ની પેસ્ટ તૈયાર કરી હતી તે નાખી અને ધીમા તાપે 5-6 મિનિટ સેકી લેશું . સોસ નો કલર એક દમ મસ્ત લાલ થઈ ગયો છે અને તેલ છૂટું પડી ગયું છે .

ત્યાર બાદ તેમાં ટામેટા ની પેસ્ટ નાખશું 2 ચમચી નાખશું ટમેટાં ની પેસ્ટ માં સારી માત્રા માં MSG હોય છે જે નેચરલ છે . જેના કારણે આપડે આજીનોમોટો નાખવાની જરૂર નઈ પડે બધું બરાબર મિક્સ કરી અને તેમાં 1 ચમચી જેવી ખાંડ , વિનેગર 2 ચમચી , સોયા સોસ 1 ચમચી , થોડા કાળા મરી નો પાવડર નાખી બધી વસ્તુ ને મિક્સ કરી લેશું મરી નાખવાથી સોસ માં સારી એવી તીખાશ આવી જશે 1-2 મિનિટ સુધી સેકી લીધા બાદ આપડો મસ્ત સેઝવાન સોસ તૈયાર છે જેને તમે તરત પણ યૂઝ કરી શકો છો અથવા તો કાચ ની બરણી માં ભરી અને ફ્રીઝ માં પણ રાખી શકો છો .

નીચે પણ આવીજ સ્વાદિષ્ટ રેસીપી આપી છે તે પણ જુઓ

Advertisement