નમસ્તે મિત્રો આજે આપણે મુઘલાઈ મીઠાઈ શાહી ટુકડા બનાવવાની રીત – Shahi tukda banavani rit શીખીશું, do subscribe Poonam’s Kitchen YouTube channel on YouTube If you like the recipe , શાહી ટુકડા બનાવવા ખુબજ ઓછી સામગ્રી અને ખૂબ જ ઓછી સામગ્રી માંથી ઝટપટ તૈયાર થઈ જાય છે તો ચાલો જાણીએ Sahi tukda recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
શાહી ટુકડા બનાવવા જરૂરી સામગ્રી
- ચાસણી બનાવવા માટેની સામગ્રી
- પાણી 2 કપ
- ખાંડ ½ કપ
- કેવડા પાણી 1 ચમચી
રબડી બનાવવા માટેની સામગ્રી
- ફૂલ ક્રીમ દૂધ 2 કપ
- કન્ડેસ મિલ્ક ⅓ કપ
- કોર્ન ફ્લોર 1 ચમચી
- કેસર ના તાંતણા 10-12
- એલચી પાઉડર ¼ ચમચી
- કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ 5-6 ચમચી
ટુકડા બનાવવા માટેની સામગ્રી
- બ્રેડ સ્લાઈસ
- ઘી 1-2 ચમચી
Shahi tukda banavani rit
આજ આપણે સૌપ્રથમ ચાસણી બનાવતા શીખીશું ત્યારબાદ રબડી બનાવતા શીખુશું ત્યારબાદ ટુકડા બનાવતા શીખીશું.
ચાસણી બનાવવાની રીત
ગેસ પર એક કડાઈમાં પાણી અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને ખાંડ ઓગળી લ્યો ખાંડ સાવ ઓગળી જાય એટલે હલાવતા રહી બે ત્રણ મિનિટ ઉકાળી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી કેવડા પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો અને ઠંડી થવા દયો ચાસણી
રબડી બનાવવાની રીત
ગેસ પર એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ લ્યો ફૂલ તાપે એક ઉભરો આવે ત્યાં સુંધી ફૂલ તાપે ચડાવો ત્યાર બાદ ગેસ મીડીયમ કરી હલાવતા રહી દૂધ ને ઉકાળો દૂધ ઉકળી ને પોણા ભાગ નું થાય એટલે એમાં કન્ડેસ મિલ્ક નાખી મિક્સ કરી લ્યો અને ગેસ ને ધીમો કરી નાખો
હવે એક વાટકા માં કોર્ન ફ્લોર માં બે ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો ને તૈયાર મિશ્રણ ને દૂધ માં નાખી બરોબર બે ચાર મિનિટ હલવતા રહો જેથી દૂધ ઘટ્ટ થઈ જાય એટલે એમાં કેસરના તાંતણા, એલચી પાઉડર અને ડ્રાય ફ્રુટ ની બે ત્રણ ચમચી નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો ને રબડી ને ઠંડી થવા દયો ત્યાર બાદ ફ્રીઝ માં મૂકો
ટુકડા બનાવવાની રીત
મેંદા અથવા ઘઉંના લોટ ની બ્રેડ લ્યો એની કિનારી ચાકુથી કાપી લ્યો અને વચ્ચે થી કાપી ત્રિકોણ કે ગોળ કટકા કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરી ધીમા તાપે એમાં બ્રેડ ના કટકા ને બને બાજુ ગોલ્ડન શેકી લ્યો અને બ્રેડ ને ઠંડી થવા દયો
શાહી ટુકડા બનાવવાની રીત | Sahi tukda recipe in gujarati
હવે બ્રેડ ઠંડી થાય એટલે તૈયાર કરેલ ચાસણી માં બોડી ને કાઢી ને પ્લેટ માં મૂકો એના પર તૈયાર કરેલ રબડી નાખો ને ઉપર બાકી માં ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી સર્વ કરો શાહી ટુકડા.
Shahi tukda banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Poonam’s Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
જલેબી બનાવવાની રીત | jalebi banavani rit | jalebi recipe
કિચન કિંગ મસાલો બનાવવાની રીત | kitchen king masalo banavani rit
ટમેટા રસમ બનાવવાની રીત | tameta rasam banavani rit | tomato rasam recipe in gujarati
ગ્રેવી વાળા સાબુદાણા બનાવવાની રીત | greavy vara sabudana banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે