
મિત્રો ગરમી ની ઋતુ માં ઠંડું ઠંડું ખાવું કોને ના ગમતું હોય અને એમાં પણ ગરમી ની ઋતુ ના ફ્રૂટ માં સક્કરટેટી , તરબૂચ , કેરી બધા જ ફ્રૂટ માંથી કંઈક ને કંઈક નવું ઘરેજ બનાવી શકીએ તો પછી બારથી લેવા ની જરૂર જ ના પડે તો એવી જ એક મસ્ત ઠંડી ઠંડી shakkar teti ni gulfi – સક્કરટેટી ની ગુલ્ફી બનાવાતા આપડે ઘરમાં જ ખુબજ સરળ રીતે બનાવતા શીખીશું .
Ingredients
- સક્કરટેટી 1 મિડયમ સાઇઝ ની
- ભેંસ નું ફુલ ફેટ વાળું દૂધ 4-5 કપ
- ખાંડ ½ કપ
- બદામ 2 ચમચી
- કાજુ 2 ચમચી
- પિસ્તા 2 ચમચી
- કેસર 1 ચપટી
shakkar teti ni gulfi banavani rit
સક્કરટેટી ની ગુલ્ફી બનાવવા માટે સૌ પ્રથમ એક મિડયમ સાઇઝ ની સક્કરટેટી ની સારી રીતે પાણી માં ધોઈ અને ઉપર નો ભાગ થોડો કાપી લેશું ત્યાર બાદ વચ્ચે ના ભાગ માં બીજ હોય ઇ વાળા ભાગ ને પણ કોઈ ગોળ કટર કે ચાકુ ની મદદ થી અંદર નાખી અને તેના વચ્ચે ના ભાગ માંથી બધા બીજ કાઢી ને સાઇડ મૂકી દેશું .
ત્યાર બાદ એક ગેસ પર નોસ્ટિક પેન અથવા તો કડાઈ માં 4-5 કપ જેવું દૂધ નાખી અને અને ધીમા તાપે ત્યાર સુધી હલાવીશું જયા સુધી દૂધ અડધું કે પછી ઘાટું ના થઈ જાય. ત્યાર બાદ બીજી એક કડાઈ લઈ અને તેમાં કાજુ , બદામ , પિસ્તા નાખી એને મિડયમ તાપે 7-8 મિનિટ સુધી ક્રિસ્પી થાય ત્યાર સુધી સેકી લેશું બધુ શેકાઈ ગયા બાદ ગેસ પરથી કડાઈ ઉતારી ને બધા ડ્રાયફ્રુટ ને ઠંડા થવા દેશું . ઠંડા થઈ ગયા બાદ બધી વસ્તુ ના કટકા કરી લેશું .
હવે દૂધ માં આપડે ½ કપ ખાંડ નાખી અને ખાંડ ઓગળે ત્યાર સુધી ચડવાશું ત્યાર બાદ તેમાં 1 ચપટી જેવી કેસર અને બધા ડ્રાયફ્રુટ નાખી અને મિશ્રણ ઘાટું થાય ત્યાર સુધી ચડવાશું . ઘાટું થઈ ગયા બાદ મિશ્રણ ને ઠંડુ થવા દેશું . ઠંડું થઈ ગયા બાદ તૈયાર મિશ્રણ ને આપડે જે સક્કરટેટી ને વચ્ચે થી કટ કરી હતી તેમાં તૈયાર મિશ્રણ ને નાખી દેશું અને ઉપર થી સક્કરટેટી નો ભાગ કાપ્યો હતો તેજ સક્કરટેટી ના ભાગ થી ઢાંકી અને તેના પર 4 જેવી ટુથપીક લગાવી દેશું
ત્યાર બાદ સક્કરટેટી ને ફ્રીઝર માં મૂકી અને 7-8 કલાક જેવી ઠંડી થવા દેશું . ઠંડી થઈ ગયા બાદ ઉપર ના ભાગ ને અલગ કરી અને તમને ગમે એવી સાઇઝ ના કટકા કરી અને સર્વિંગ પ્લેટ માં નાખી અને સર્વ કરશું.
તો તૈયાર છે આપડી સક્કરટેટી ની ગુલ્ફી જેને તરત ખાવા ટાઈમ પર જ સર્વ કરીશું.
નીચે પણ આવીજ સ્વાદિષ્ટ રેસીપી આપી છે તે પણ અચૂક જુઓ
Shakkarteti faluda banavani rit | સક્કરટેટી ફાલુદા બનાવવાની રીત
Mava malpua banavani rit | માવા માલપુઆ બનાવવાની રીત
Ghu na lot na pasta banavani rit | ઘઉંના લોટના પાસ્તા બનાવવાની રીત
rajkot ni chutney recipe | રાજકોટ ની ચટણી