નમસ્તે મિત્રો આજે આપણે શક્કરિયા ની ખીર બનાવવાની રીત શીખીશું. વ્રત કે ઉપવાસ હોય ત્યારે વધારે પડતું તરેલ વાનગીઓ બનાવતી હોય ત્યાર આપણે હેલ્થી વાનગીઓ માં શું બનાવવું એ વિચારતા હોઈએ છીએ આજે આપણે એવીજ એક હેલ્થી વાનગી શક્કરિયાં ની ખીર ની રેસીપી બનાવવાની રીત( shakkariya ni kheer banavani rit , shakkariya ni kheer recipe in gujarati, shakkariya ni khir banavani rit ) શીખીશું એના માટે નીચે મુજબની સામગ્રી જોઈશે.
શક્કરિયા ની ખીર બનાવવા જરૂરી સામગ્રી | shakkariya ni kheer banava jaruri samgri
- ફૂલ ક્રીમ દૂધ 2 કપ
- શક્કરિયાં છીણેલા 1 કપ
- ખાંડ ¼ કપ
- કેસરના તાંતણા 7-8
- કાજુ, બદામ, પીસ્તા કતરણ 4-5 ચમચી
- ઘી 2-3 ચમચી
શક્કરિયા ની ખીર બનાવવાની રીત | shakkariya ni kheer banavani rit
શક્કરિયાં ની ખીર બનાવવા સૌ પ્રથમ શક્કરિયાં ને પાણી મા બરોબર ધોઇ લેવા જેથી એના પર ચોંટેલા ધૂળ માટી નીકળી જાય હવે શક્કરિયાં ને છોલી લઈ ફરી એક વખત ધોઇ લેવા જેથી શક્કરિયાં બરોબર સાફ થઈ જાય
હવે છોલી ને સાફ કરેલા શક્કરિયાં છીણી વડે છીણી લ્યો
ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં છીણેલું શક્કરિયા નાખી ને ધીમા તાપે ચાર પાંચ મિનિટ શેકો
હવે શેકેલા શક્કરિયાં માં ફૂલ ક્રીમ દૂધ નાખો ને બરોબર હલવો હવે ગેસ ને મિડીયમ તાપે કરી નાખવો ને મિડીયમ તાપે શક્કરિયાં ને દૂધ સાથે આઠ દસ મિનિટ ચડવા દયો
ત્યારબાદ એમાં ખાંડ નાખી ફરી પાંચ સાત મિનિટ સુધી ચડવા દયો જેથી ખાંડ નું જે પાણી બનેલ હોય તે બરી જાય ને દૂધ પછી ઘટ્ટ થાય ને હવે એમાં કેસરના તાંતણા નાખી મિક્સ કરી લ્યો ને દૂધ ને ત્રણ ચાર મિનિટ ઉકળવા દયો
હવે બીજા ગેસ પર એક વઘરીયા માં એક ચમચી ઘી ગરમ કરો એમાં કાજુ બદામ ને પિસ્તા ની કતરણ ને ધીમે તાપે શેકી લ્યો શેકેલા ડ્રાય ફ્રૂટ માંથી એકાદ ચમચી એક બાજુ રાખી બાકીના શેકેલા ડ્રાય શક્કરિયાં ની ખીર માં નાખી હળવી ને મિક્સ કરી લ્યો
તૈયાર ખીર ને ગરમ ગરમ સર્વ કરો ઉપર એક બાજુ રાખેલા ડ્રાય ફ્રુટ છાંટી ને શક્કરિયાં ની ખીર
અહી તમે ખાંડ ની જગ્યાએ મધ નો ઉપયોગ પણ કરી શકો છો જો મધ નાખતા હો તો ખીર તૈયાર થઈ જાય ને ગેસ બંધ કરો ત્યાર બાદ મધ નાખવું
જો નાના બાળકો ને આપતા હો તો ખાંડ ની જગ્યાએ બે ત્રણ કલાક પહેલા ગરમ પાણી માં ચાર પાંચ ખજૂર ને અંજીર પલાળી નાખો બે કલાક પછી એની પીસી ને પેસ્ટ બનાવી એ પેસ્ટ ખીર માં નાખી બાળકો ને આપવા થી એમને ખૂબ ભાવસે મોટા ને પણ આ રીતે તૈયાર ખીર સારી લાગશે
shakkariya ni kheer recipe in gujarati | shakkariya ni khir banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sharmis Passions ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
પંજાબી વેજ ગ્રેવી બનાવવાની રીત | punjabi gravy banavani rit
ખોબા રોટી બનાવવાની રીત | khoba roti banavani rit | Khoba roti recipe in gujarati
ફાડા લાપસી બનાવવાની રીત | Fada lapsi banavani rit | fada lapsi recipe in gujarati
ખમણ ઢોકળા બનાવવાની રીત | khaman dhokla recipe in Gujarati | khaman banavani rit
વઢવાણી મરચા આથવાની રીત | vadhvani marcha banavani recipe | vadhvani marcha aathvani rit
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે