નમસ્તે મિત્રો આજે આપણે શક્કરિયા ની વેફર બનાવવાની રીત શીખીશું. આપણે ફરાળ માં બટાકાની વેફર તો ઘણી ખાતા હોઈએ છીએ ને બટાકા ની ઇન્સ્ટન્ટ ને સુકમની કરેલી વેફર પણ બનાવી ખાતા હોય છીએ પણ આજ આપણે શક્કરિયાં ની ઇન્સ્ટન અને ફરાળ માં ખાઈ શકાય એવી વેફર બનાવીશું જે એકદમ ક્રિસ્પી, હેલ્થી ને ટેસ્ટી લાગશે તો શક્કરિયા ની ચિપ્સ બનાવવાની રીત – shakkariya ni vefar banavani rit gujarati ma recipe – shakkariya ni chips banavani rit – shakkariya wafers recipe in gujarati શીખીએ જેના માટે નીચે મુજબની સામગ્રી જોઈશે.
શક્કરિયા ની વેફર બનાવવા જરૂરી સામગ્રી | shakkariya ni vefar recipe ingredients
- શક્કરિયાં 2
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- તેલ તળવા માટે
- પાણી જરૂર મુજબ
શક્કરિયા ની વેફર બનાવવાની રીત | shakkariya ni vefar gujarati ma recipe | shakkariya wafers recipe in gujarati
શક્કરિયા ની વેફર બનાવવાની રીત મા સૌપ્રથમ શક્કરિયાં ને પાણી મા થોડી વાર પલાળી મુકો જેથી શક્કરિયાં પર લાગેલી માટી ધૂળ ચોંટી હોય તે નીકળી જાય અને હાથ વડે ઘસી ને સાફ કરી સાફ પાણી થી ધોઈ લ્યો
એક મોટા વાટકામાં બે ત્રણ ગ્લાસ પાણી લ્યો એમાં ફરાળી મીઠું સ્વાદ મુજબ નાખો ને મીઠા ને ઓગળી લેવું
હવે વેફર કરવાના સ્લાઇજર લ્યો એનાથી શક્કરિયાં ની સ્લાઈસ કરો ને સ્લાઈસ ને મીઠા વાળા પાણી માં નાખો આમ બધી સ્લાઈસ કરી મીઠા વાળા પાણી માં નાખી દયો
દસ મિનિટ પછી સ્લાઈસ ને પાણી માંથી કાઢી પાણી નિતારી લ્યો ને એક સાફ કોરા કપડા અથવા નેપકીન ઉપર એક એક અલગ અલગ મૂકો ઉપર બીજું કપદુંકે નેપકીન મૂકી દબાવો ને કોરી કરો ત્યાર બાદ પાંચ દસ મિનિટ પંખા નીચે કોરી થવા દયો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં કોરી કરેલી શક્કરિયાં ની વેફર થોડી થોડી નાખો ને ક્રિસ્પી થાય ત્યાં સુધી તરો ત્યાર બાદ જારા થી કાઢી લ્યો ને બીજી વેફર તરવા માટે નાખો આમ બધી વેફર તરી લ્યો (જો એક સાથે ઘણી નાખશો તો તેલ એકદમ ઠંડું થઈ જશે ને વેફર કીસ્પી નહિ બને ને એક બીજામાં ચોંટી જસે એટલે થોડી થોડી જ નાખવી)
( જો તમે પાતળી વેફર કરશો તો જપાટે તરી જસે ને બરવા લાગશે ને જો થોડી જાડી વેફર હસે તો તરવા માં થોડી વાર લાગશે એટલે ના સાવ પાતળી કે ના સાવ જાડી સ્લાઈસ કરવી)
આ જ વેફર ને જો તમે વધુ હેલ્થી બનાવવા માગતા હો તો એને તેલ થી ગ્રીસ કરેલ બેકિંગ ટ્રે પર એક એક કરી ને મૂકો અને ઉપર તેલ વારો બ્રશ કરી ઓવેન માં 180 ડિગ્રી પર બે ત્રણ મિનિટ બેક કરો ને ત્યાર બાદ બહાર કાઢી ઠંડી થવા દયો ને ચેક કરો ચડી ને ક્રિસ્પી થાય તો બહાર કાઢી લ્યો આમ ખૂબ ઓછા તેલ માં તમારી વેફર તૈયાર થશે
તૈયાર વેફર ને ઠંડી થવા દયો ને ત્યાર પછી ગરમ ગરમ ચા દૂધ સાથે મજા લ્યો તમને શક્કરિયા ની વેફર બનાવવાની રીત કેવી લાગી જરૂર જણાવશો
shakkariya ni vefar banavani rit | shakkariya ni chips banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ઘઉં ના લોટ ના બિસ્કીટ બનાવવાની રીત | ghau na lot na biscuit banavani rit
ભરેલા ભીંડા નું શાક બનાવવાની રીત | bharela bhinda nu shaak banavani rit
દાળિયા ની ચીકી બનાવવાની રીત | dariya ni chikki recipe in gujarati
બ્રેડ પકોડા બનાવવાની રીત | Bread pakoda recipe in gujarati | Bread pakoda banavani rit
પાવભાજી બનાવવાની રીત | pav bhaji banavani rit | pav bhaji recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે