Shakkarteti faluda banavani rit | સક્કરટેટી ફાલુદા બનાવવાની રીત

Shakkarteti faluda - સક્કરટેટી ફાલુદા
Image credit – Youtube/HomeCookingShow
Advertisement

ઉનાળો આવતા જ નાના મોટા બધા ને ઠંડુ ઠંડુ ખાવાની મજા આવી જતી હોય છે અને રોજ રોજ બહાર ની આઈસ્ક્રીમ, ઠંડાપીણા સ્વાસ્થ્ય માટે નુકશાન કારક હોવાના કારણે વધારે ટાળીએ છીએ પણ આ ઉનાળા માં આપણે વિવિધ પ્રકારની આઈસ્ક્રીમ, ઠંડા પીણા બનાવતા શીખીશું અને આજ આપણે શક્કરટેટી નો ઉપયોગ કરી આઈસ્ક્રીમ સાથે Shakkarteti faluda – સક્કરટેટી ફાલુદા બનાવી તૈયાર કરીશું.

Ingredients list

  • સક્કરટેટી 1 નંગ
  • ખાંડ 2 ચમચી ( ઓપ્શનલ )
  • બરફ ના ટુકડા
  • તકમારિયા 1 ચમચી
  • પાણી
  • વર્મિસિલી સેવ
  • વેનીલા આઈસ્ક્રીમ
  • સમારેલી બદામ

Shakkarteti faluda banavani rit

સક્કરટેટી ફાલુદા બનાવવા માટે સૌ પ્રથમ એક નાની વાટકી માં આપડે તકમરિયા ના બીજ લઈ અને તેમાં થોડું પાણી નાખી અને 15 મિનિટ જેવા પકડવા દેશું પલળી બીજ પલળી જસે એટલે તે બધા બીજ ફુલાઈ જશે . ત્યાર બાદ જે વર્મિસિલી સેવ બજાર માં મળે છે તે સેવ ને પણ બીજી બાજુ બાફવા મૂકી દેશું . એટલે ફાલુદા પણ તૈયાર છે .

ત્યાર બાદ હવે સક્કરટેટી લઈ અને પાણી થી સારી રીતે ધોઈ અને સુધારી,છોલી તેના બીજ કાઢી અને મિડયમ સાઇઝ ના કટકા કરી લેશું કટકા કરી લીધા બાદ તેને મિક્સર જાર માં નાખશું અને 2 ચમચી જેવી ખાંડ અને થોડા બરફ ના ટુકડા નાખી અને બધી વસ્તુ ને બરાબર પીસી લેશું . જ્યુસ તૈયાર થઈ ગયું છે .

Advertisement

હવે આપડે તેને એક કાચ ના ગ્લાસ માં પેલે પલાળેલા જે તકમરિયા ના બીજ ને પેલે 1 ચમચી નાખશું ત્યાર બાદ તૈયાર કરેલ જ્યુસ ને તેના પર નાખશું પછી તેના પર વેનીલા આઈસ્ક્રીમ નાખી અને છેલે તેના પર ગાર્નિશ કરવા માટે પિસ્તા ,કાજુ અને બદામ ની કતરણ નાખી અને સર્વ કરશું તો તૈયાર છે આપડો મસ્ત સક્કરટેટી નો ઠંડો ઠંડો ફાલુદા.

 

 

Advertisement