નમસ્તે મિત્રો આજે આપણે શેકેલ મસાલા મરચા બનાવવાની રીત – Shekel masala marcha banavani rit શીખીશું, do subscribe Today’s recipe YouTube channel on YouTube If you like the recipe , આ મરચા તૈયાર કરી તમે રોટલી અને પરોઠા સાથે મજા લઇ શકો છો અને પ્રવાસ કે ટિફિન માં પણ લઈ જઈ શકો છો કોઈ શાક ના હોય તો પણ આ મરચા સાથે તમે રોટલી કે પરોઠા ખાઈ શકશો તો ચાલો જાણીએ શેકેલ મરચા મસાલા બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
શેકેલ મસાલા મરચા બનાવવા જરૂરી સામગ્રી
- મિડીયમ તીખા મરચા 100 ગ્રામ
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- આમચૂર પાઉડર 2 ચમચી
- લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- સંચળ ¼ ચમચી
- કાચી વરિયાળી અધ કચરી પીસેલી 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- ઘી / તેલ 1-2 ચમચી
શેકેલ મસાલા મરચા બનાવવાની રીત
શેકેલ મરચા મસાલા બનાવવા સૌપ્રથમ મરચા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી સાવ કોરા કરી લઈ એની દાંડી ને કાઢી નાખો ને દરેક મરચા પર ચાકુથી એક લાંબો ઊભો કાપો કરી લ્યો ને એક બાજુ મૂકો
હવે એક વાસણમાં ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર, લાલ મરચાનો પાઉડર, સંચળ, ગરમ મસાલો, કાચી વરિયાળી અધ કચરી પીસેલી અને મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એક એક મરચા માં જ્યાં કાપો કરેલ છે એમાં તૈયાર મસાલો નાંખી ને બરોબર બંધ કરી પેક કરતા જાઓ આમ બધા જ મરચા ને મસાલા થી બરોબર ભરી ને તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં ઘી / તેલ ગરમ કરો ને ઘી / તેલ ગરમ થાય એટલે એમાં મસાલા વાળા મરચા નાખો ને ગેસ સાવ ધીમો કરી હલકા હાથે મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો બે મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચાથી બરોબર મિક્સ કરી લ્યો
મરચા ને બરોબર મિક્સ કરી લીધા બાદ ફરી ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો ને ગરી ઢાંકણ ખોલી મિક્સ કરી ઢાંકી બે મિનિટ ચડાવી લ્યો બે મિનિટ બાદ ગેસ બંધ કરી તૈયાર શેકેલ મરચા મસાલા ને એક વાસણમાં કાઢી લ્યો ને મજા લ્યો શેકેલ મરચા મસાલા
Shekel masala marcha banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Today’s recipe ને Subscribe કરજો.
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ફરાળી કેક બનાવવાની રીત | Farali cake banavani rit
કસુરી મેથી બનાવવાની રીત | kasuri methi banavani rit | kasuri methi recipe in gujarati
ડુંગળી ની ચટણી બનાવવાની રીત | dungri ni chutney banavani rit | dungri ni chutney recipe in gujarati
પીળા કોળા નો હલવો બનાવવાની રીત | pila koda no halvo banavani rit
શલગમ નું શાક બનાવવાની રીત | shalgam nu shaak banavani rit | shalgam nu shaak recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે