શેકેલ રીંગણા ના સ્લાઈસ બનાવવાની રીત | Shekel singan na slice banavani rit

શેકેલ રીંગણા ના સ્લાઈસ બનાવવાની રીત - Shekel singan na slice banavani rit
Image credit – Youtube/Ricette Perfette
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે શેકેલ રીંગણા ના સ્લાઈસ બનાવવાની રીત – Shekel singan na slice banavani rit શીખીશું. do subscribe Ricette Perfette YouTube channel on YouTube  If you like the recipe  રીંગણા તો  તમે અલગ અલગ રીતે શાક ભજીયા વગેરે માં ખાધા જ હસે પણ આજ એક અલગ રીત થી રીંગણા ને શેકી ને ખીચડી, રોટલી, બ્રેડ સાથે ખાઈ શકો એવી રીત લઈ આવ્યા છીએ તો ચાલો જાણીએ શેકેલ રીંગણા બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

શેકેલ રીંગણા ના સ્લાઈસ બનાવવા જરૂરી સામગ્રી

  • રીંગણા 1-2 મિડીયમ સાઇઝ ના
  • લસણ ની કણી 2-3 ની પેસ્ટ ( ઓપ્શનલ છે ના ખાતા હો તો ના નાખવી)
  • લીલા ધાણા સુધારેલા / બ્રેજીલ સુધારેલ 2-3 ચમચી
  • ઓલિવ ઓઈલ / તેલ જરૂર મુજબ 4-5 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • મરી પાઉડર ⅛ ચમચી
  • મિક્સ હર્બસ ½ ચમચી

શેકેલ રીંગણા ના સ્લાઈસ બનાવવાની રીત

શેકેલ રીંગણા બનાવવા સૌપ્રથમ રીંગણા ને ધોઇ સાફ કરો ને કપડા થી કોરા કરી લ્યો ત્યાર બાદ રીંગણા ની ચાકુથી મિડીયમ જાડી ગોળ ગોળ  રીંગ કાપી લ્યો ને એના પર સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી એક બાજુ પંદર વીસ મિનિટ મૂકો

હવે એક વાટકા માં તેલ / ઓલિવ ઓઈલ લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું ( રીંગણાં પર પહેલા નાખેલ છે તો એ મુજબ લેવું) ત્યાર બાદ એમાં લસણ ની પેસ્ટ, મરી પાઉડર, મિક્સ હર્બસ નાખી મિક્સ કરી ઢાંકી એક બાજુ મૂકો

Advertisement

ત્યારબાદ રીંગણા ને કપડા થી કે પેપર નેપકીન થી દબાવી ને કોરા કરી લ્યો ત્યાર બાદ કડાઈ માં કે તવી પર અલગ અલગ રીંગણા ને મૂકી બને બાજુ ઉથલાવી ઉથલાવી ને ગોલ્ડન શેકી લ્યો બને બાજુ ગોલ્ડન શેકી લીધા બાદ પ્લેટ માં કાઢી લ્યો ને બીજા રીંગણા ને પણ ગોલ્ડન શેકી લ્યો

હવે શેકેલ રીંગણા પર તૈયાર કરેલ મસાલા તેલ લાગવો અથવા એમાં બોળી. લ્યો અથવા તમે આ મસાલા તેલ માં રીંગણા ને શેકી પણ શકો છો ને તૈયાર શેકેલ રીંગણા ને બ્રેડ, રોટલી કે ખીચડી સાથે સર્વ કરો શેકેલ રીંગણા

Shekel singan na slice banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ricette Perfette ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

લીલા વટાણા ના પરોઠા બનાવવાની રીત | lila valadan na paratha banavani rit

બીટ નો જ્યુસ બનાવવાની રીત | bit no juice banavani rit | beet juice recipe in gujarati

પાન કોબી ની પેટીસ બનાવવાની રીત | pan kobi ni petis banavani rit

ઘઉંના લોટની બ્રેડ બનાવવાની રીત | ghau na lot ni bread recipe | ghau na lot ni bread banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement