નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Masala Kitchen YouTube channel on YouTube આજે આપણે ઇન્સ્ટન્ટ સિકંજી બનાવવાની રીત શીખીશું.જ્યારે બજારમાં લીંબુ સસ્તા મળતા હોય ત્યારે લીંબુ લઈ નીચે જણાવેલ રીતે લીંબુ પાણી બનાવી રાખી દયો ને જ્યારે પણ લીંબુ પાણી પીવું હોય ત્યારે એક મિનિટમાં તૈયાર શિકંજી બનાવવાની રીત – shikanji banavani rit – shikanji recipe in gujarati તો ચાલો જાણીએ કઈ કઈ સામગ્રી જોઈશે.
શિકંજી બનાવવા જરૂરી સામગ્રી shikanji recipe ingredients
- લીંબુનો રસ 1 કપ
- ખાંડ 4 કપ
- સંચળ 2 ચમચી
લીંબુ પાણી બનાવવાની સામગ્રી
- પાણી જરૂર મુજબ
- બરફ જરૂર મુજબ
- ગાર્નિશ માટે ફુદીના ના પાન
શિકંજી નું પ્રિમિક્ષર બનાવવાની રીત
સૌ પ્રથમ લીંબુ ને ધોઇ સાફ કરી કોરા કરી લ્યો ત્યાર બાદ કટકા કરી એનો રસ નીકળી લ્યો રસ એક કપ જેટલો થાય એટલા લીંબુ નીચોવી લેવા
હવે એક મોટી થાળી કે ત્રાસ લેવો એમાં એક કપ લીંબુનો રસ નાખો ને એમાં ચાર કપ ખાંડ નાખો ને ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો વધારે નથી ચાલવાનું માત્ર મિક્સ કરવું હવે મિશ્રણ ને એક સરખી રીતે ફેલાવી દયો થાળીમાં ને પંખા નીચે સુકાવા મૂકો
એક દિવસ પંખા નીચે સુકાય એટલે ચમચાથી માત્ર ફરી મિક્સ કરો ને ફરી પંખામાં સૂકવો આમ ત્રણ દિવસ પછી જોશો તો મિશ્રણ બિલકુલ સુકાઈ ગયું હસે
હવે ચમચા થી બધું મિશ્રણ ને થાળી માંથી ઉખાડી લ્યો ને હજુ એ દિવસ સૂકવી લ્યો (ધ્યાન રહે કે ચમચી સાવ કોરી હોય અને મિશ્રણ ને ઘર માં પંખા નીચે સુકાવવું તડકામાં નહિ નહિતર ખાંડ ની ચાસણી બની જશે ને શુકસે નહિ)
ચોથા દિવસે બિલકુલ કોરો મિક્સર જારમાં સુકાયેલ લીંબુ ખાંડ નું મિશ્રણ લ્યો એમાં સંચળ નાખી ને પીસી ને પાઉડર તૈયાર કરી લ્યો તૈયાર પાઉડર ને કોરા એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો
શિકંજી બનાવવાની રીત | સિકંજી બનાવવાની રીત | shikanji recipe in gujarati
એક ગ્લાસમાં એક થી દોઢ ચમચી તૈયાર કરેલ લીંબુ ખાંડ પાઉડર નાખો એમાં પાણી / સોડા નાખો ને ચમચી થી મિક્સ કરો ને બરફના ટુકડા ને ફુદીના થી ગાર્નિશ કરી સર્વ કરો ઇન્સ્ટન્ટ લીંબુ પાણી.
આ તૈયાર પાઉડર તમે બહાર જ પાંચ છ મહિના સાચવી શકો છો ફ્રીઝ માં મૂકવાની જરૂર નથી માત્ર એ વાત ખાસ ધ્યાન રાખો કે તૈયાર પાઉડર માં પાણી ના પડે નહિતર પાઉડર બગડી જસે
શિકંજી બનાવવાની રીત | shikanji banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Masala Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ગુલકંદ બનાવવાની રીત | gulkand recipe in gujarati | gulkand banavani rit
મગદાળ ની મંગોળી બનાવવાની રીત | મગદાળ ની વળી | mag ni dal ni vadi banavani rit | mangodi banavani rit
પકોડી બનાવવાની રીત | pakodi banavani rit | પાણીપુરી ની પુરી બનાવવાની રીત
કટોરી ચાટ બનાવવાની રીત | katori chaat banavani rit | katori chaat recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે