શિયાળો આવતાંની સાથે જ ઘણા બધા વ્યક્તિઓને શરદી ઉધરસ અને સ્વાસ્થ્યને લગતી બીજી સમસ્યાઓ પણ થવા લાગે છે જેની પાછળનું મુખ્ય કારણ એ શિયાળા નું વાતાવરણ અને શિયાળામાં કરવામાં આવતું ભોજન છે ઘણી વ્યક્તિઓને તેને કારણે અપચાની સમસ્યા થાય છે શરદી ઉધરસ થાય છે સ્કિનને લગતી સમસ્યાઓ થાય છે આ બધી સમસ્યાઓથી બચી રહેવા માટે, શિયાળા નો ખોરાક જે તમારા સ્વાસ્થ્ય ને ફાયદાકારક છે તેમજ શું ના ખાવું જોઈએ.
શિયાળાની અંદર આપણે આપણા સ્વાસ્થ્ય સારું રાખવા માટે સારી ઇમ્યુનિટી જાળવી રાખવા સારું ભોજન ગ્રહણ કરવું જોઇએ જેના કારણે આપણા શરીરને જરૂરી આંતરિક ગરમાશ મળી રહે અને આપણે ઠંડી સાથે લડી શકીએ અને આપણું સ્વાસ્થ્ય સારી રીતે જાળવી શકીએ
શિયાળા નો ખોરાક જે તમારા સ્વાસ્થ્ય ને ફાયદાકારક છે
દાડમ નું સેવન કરવું જોઈએ
તમને જણાવીએ કે દાડમ ની અંદર ટેનિન અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ આ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે જે ઠંડીના સમયમાં આપણા શરીરમાં થતા દુખાવા માં રાહત અપાવવા મદદરૂપ થાય છે તેમજ સંધિવાના સમસ્યામાં પણ દાડમ નું સેવન કરવું ફાયદાકારક સાબિત થાય છે
ઘી નું સેવન કરો
ઘી એ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તે આપણા શરીરને અંદરથી ગરમાવટ આપે છે તમે ગમે તે સ્વરૂપે તેનું સેવન કરી શકો છો જો ઈચ્છો તો કોઈ વાનગીમાં ઉમેરીને અથવા તો રોટલી દ્વારા કે અન્ય કોઇ ભોજન સાથે પણ તેનું સેવન કરી શકો છો
ઘણી બધી વ્યક્તિઓનું માનવું છે કે તે તમને સ્થૂળતા તરફ લઈ જાય છે પરંતુ જો તમે એક દિવસમાં વધુમાં વધુ ૧૫ ગ્રામ સુધી તેનું સેવન કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેમજ તે શિયાળાની અંદર તમારી સ્કિનને ડ્રાય થતા રોકે છે
ખાટા ફળો નુ સેવન કરવું
જો તમે શિયાળામાં ખાટા ફળોનું સેવન કરો છો તો આ ખાટા ફળો ની અંદર રહેલ વિટામીન-સી તમને શિયાળામાં થતી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ થાય છે તેમાં પણ ખાસ કરીને શિયાળામાં શરદી ઉધરસની સમસ્યા માં ખાતા ફળ ખૂબ જ ફાયદાકારક છે
શિયાળા નો ખોરાક – હળદરવાળા દૂધનું સેવન કરો
થોડું-ઘણું આપણા વાતાવરણ ની અંદર ફેરફાર એ ઘણી બધી વ્યક્તિઓને શરદી ઉધરસની સમસ્યા સાથે લઈને આવે છે પરંતુ જો તમે હળદરવાળા દૂધનું સેવન કરો છો તો હળદર ની અંદર રહેલા એન્ટીબાયોટિક ગુણો અને દૂધની અંદર રહેલ કેલ્શિયમ બંને તમારા શરીર માટે ફાયદાકારક રહે છે
તેમજ તે શરદી, ઉધરસ, હાડકા મજબુત કરવા અને સારી નીંદર માં પણ મદદરૂપ થાય છે
લીલા મરચાનું સેવન કરો
શિયાળામાં જ્યારે તમારું નાક બંધ થઇ જાય છે ત્યારે જો લીલા મરચાનો સેવન કરવામાં આવે તો લીલા મરચા ની અંદર રહેલ કેપ્સાઈન તમારું નાક ખોલવામાં મદદરૂપ થાય છે અને લીલા મરચાં આપણા શરીરની અંદર ગરમાવો ઉત્પન્ન કરે છે શિયાળામાં તમે રોજ એકથી બે મરચા નું સેવન કરવું જોઈએ
ગોળનું સેવન કરવું
ગોળ ની અંદર મેગ્નેશિયમ, આયરન, પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે જે તમને શરદી ઉધરસ તેમજ પાચનને લગતી સમસ્યાઓમાં ફાયદાકારક છે,
જો તમને કફની સમસ્યા હોય તો આ કફ નીકાળવામાં પણ ગોળ ફાયદાકારક સાબિત થાય છે,
ઘણી વ્યક્તિ કફની સમસ્યામાં ગોળ અને હળદર ની ગોળી બનાવી તેનું સેવન કરે છે અને કફથી છુટકારો મેળવે છે,શિયાળા નો ખોરાક
મધનું સેવન કરવું
મધની તાસીર ગરમ છે તેથી તે આપણા શરીરની અંદર ગરમાવો ઉત્પન્ન કરવામાં મદદરૂપ થાય છે તે શરદી ઉધરસ અને સામાન્ય તાવ જેવી સમસ્યાઓ દૂર રાખવામાં મદદરૂપ થાય છે
જો તમે ઈચ્છો તો સવારે એક ગ્લાસ નવશેકા પાણીની અંદર એક ચમચી મધ ઊમેરી તેનું સેવન કરી શકો છો.
ડાયાબીટીસ ના દર્દી એ તેમના ડો. ની સલાહ લીધા પછીજ મધ નું સેવન કરવું હિતાવહ છે,શિયાળા નો ખોરાક.
જમીનની અંદર થતી શાકભાજીનું સેવન કરવું
જમીનની અંદર થતા શાકભાજી જેવા કે મૂળા, હળદર, સકરીયા, આદૂ કે જે જમીનની અંદર થાય છે તે દરેક શાકભાજી આપણને ઠંડીથી બચાવા મા મદદરૂપ થાય છે અને તે તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમને ધીમું કરે છે જેને કારણે આપણા શરીરની અંદર ગરમાવો ઉત્પન્ન થાય છે,
જો તમે ઈચ્છો તો શાકભાજીનું સેવન સલાડ કે સૂપ બનાવીને પણ કરી શકો છો
તુલસીનું સેવન કરો
તુલસી ની અંદર વિટામિન એ, વિટામિન સી, ઝીંક, અને આયરન હોય છે જે ઠંડીને કારણે થતી બીમારીઓથી બચાવવા માં મદદરૂપ થાય છે તમે ઇચ્છો તો રોજ સવારે તુલસીના બે-ચાર પાંદડાનું સેવન કરી શકો છો જે તમારી ઇમ્યુનિટી સારી કરશે અને તમારા શરીરને ગરમ પણ રાખશે ઘણી વ્યક્તિ ચાય દૂધ મા પણ તુલસી ઉમેરી તેનું સેવન કરે છે
પાણીનું વધુ સેવન કરો
શિયાળામાં સામાન્ય રીતે દરેક વ્યક્તિને ઓછી પાણીની તરસ લાગે છે પરંતુ બને તેટલું શિયાળાની અંદર પાણી અથવા તો પ્રવાહી નું વધારે સેવન કરવું જોઇએ તે આપણા સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે
ઓટ્સ નું સેવન કરો
ઓટ્સ ની અંદર સોલ્યુબ્લ ફાઈબર અને ઝિંક સારા પ્રમાણમાં હોય છે જે તમને શરદી સામે લડવામાં મદદરૂપ સાબિત થશે તમે ઈચ્છો તો સવારે નાસ્તામાં ઓટ્સ નું સેવન કરી શકો છો
લીલા શાકભાજીનું સેવન કરો
લીલા શાકભાજી ની અંદર સારા પ્રમાણમાં વિટામિન સી પોટેશિયમ ફાઈબર મેગ્નેશિયમ અને બીજા ઘણા બધા પોષક તત્વો હોય છે,
જે તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે અને તમને શરદી જેવી સમસ્યાઓથી બચાવી રાખે છે અને તમારા શરીરનું હીમોગ્લોબિન પણ વ્યવસ્થિત કરે છે
એવોકાડો નું સેવન કરો – શિયાળા નો ખોરાક
એવાકાડો ની અંદર વિટામિન ઈ, વિટામિન એ, વિટામિન સી, ફોલિક એસિડ, મેગ્નેશિયમ અને પોટેશિયમ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે તેમજ ફાઈબરની વાત કરીએ તો તેની અંદર મોનોનસેચ્યુરેટેડ (Monounsaturated ) ફાઈબર પણ હોય છે જે આપણા હૃદય અને સ્વસ્થ બનાવી રાખવામાં મદદરૂપ થાય છે
લસણનું સેવન કરો
લસણ કે જે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણોને થી ભરપુર છે જો તેનું સેવન કરવામાં આવે તો તે શરદી જેવા રોગોમાં ખુબજ અસરકારક સાબિત થાય છે તેમજ આપણા સ્વાસ્થ્યને બીજા અનેક ફાયદા કરે છે
બાજરાનું સેવન કરો
શિયાળામાં બાજરો એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી એવું પ્રોટીન, ફાઇબર, વિટામિન બી, મેગ્નેશિયમ પોટેશિયમ, એન્ટિઓક્સિડન્ટ ની પુરવાર કરે છે જેને કારણે આપણા શરીરની અંદર ગરમાવો બની રહે છે,
તમે બાજરાનું કોઈપણ સ્વરૂપે સેવન કરી શકો છો તમે ઈચ્છો તો બાજરાની રાબ અથવા તો બાજરાના રોટલા બનાવીને તેનું સેવન કરી શકો છો
ડ્રાયફ્રુટ નું સેવન કરો
ડ્રાયફ્રુટ ની વાત કરીએ તો અખરોટ, પિસ્તા, બદામ,અંજીર, ખજુર કે જે આપણા શરીરની અંદર ગરમાવો ઉત્પન્ન કરવામાં મદદરૂપ થાય છે અને આ સિવાય આપણા સ્વાસ્થ્ય માટે અનેક ફાયદાઓ પણ કરે છે,
જો તમે રોજ ડ્રાયફુટ નો સેવન કરવા ઈચ્છો છો તો વધુમાં વધુ ૫ થી ૬ ગ્રામ ડ્રાયફ્રુટ નું રોજિંદા જીવનમાં સેવન કરવું જોઈએ તમે ઈચ્છો તો કોઈ વાનગી માં તેને ઉમેરી ને પણ તેનું સેવન કરી શકો છો
બદામનું સેવન કરો
જો તમે બદામનું સેવન કરો છો તો તે શિયાળામાં થતી કબજિયાતની સમસ્યા થી દૂર રહેવામાં મદદરૂપ થાય છે તેમજ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે
તલનું સેવન કરો
શિયાળો આવતાં જ આપણા સર્વ એના ઘરે ચીક્કી બનવાનું શરૂ થઈ જાય છે તેમજ શિયાળામાં આ તલની ચીકી આપણે ખૂબ જ પસંદ આવે છે તલ એ આપણને ઠંડક સામે રક્ષણ મેળવવા મા મદદરૂપ થાય છે,
તેમજ તેની અંદર રહેલ કેલ્શિયમ અને આયરન આપણા હાડકા મજબુત કરવાની સાથે સાથે આપણા શરીરની અંદર રહેલ માંસપેશીઓને પણ મજબૂત કરવામાં મદદરૂપ થાય છે,
તમે તલનું સેવન કોઈ વાનગી માં ઉમેરીને અથવા તો મુખવાસ તરીકે પણ કરી શકો છો,શિયાળા નો ખોરાક.
આદુનું સેવન કરો
આપણે સૌ જાણીએ છીએ કે આદુ એ શિયાળામાં એક ઉત્તમ ઔષધી તરીકે કાર્ય કરે છે અને ઘરે ઘરે સવારે ચાય મા પણ આદુ ઉમેરવામાં આવે છે આદુ આપણા શરીરની અંદર ગરમાવો ઉત્પન્ન કરવામાં મદદરૂપ થાય છે તેમજ તે આપણું મેટાબોલિઝમ પણ સારું કરે છે તેમજ તે આપણા રક્ત સંચાર પ્રાણાલીને પણ ફાયદાકારક છે
શિયાળામાં આહારમાં નીચે જણાવેલ વસ્તુઓનું સેવન કરવું ટાળવું જોઈએ
શિયાળા મા ઘણા સમય પહેલા કાપેલી શાકભાજીનું સેવન કરવું જોઇએ નહીં ઘણો સમય પહેલા કાપીને રાખેલા શાકભાજી ની અંદર રહેલ વિટામિન્સ ઓછા થઈ જાય છે
શિયાળા મા પોપકોર્ન નું સેવન કરવું જોઇએ નહીં કારણ કે તેમા કેલેરી અને સોડિયમ ની માત્રા વધુ હોય છે
શિયાળામાં તરેલી વાનગી નું સેવન કરવું જોઇએ નહીં
શિયાળાની અંદર હોટ ચોકલેટનું સેવન કરવું જોઇએ નહીં કારણ કે તેની અંદર રહેલી ખાંડ ની માત્રા તમારા સંપૂર્ણ દિવસ ની કેલેરી માં ૩૦૦ થી ૪૦૦ ટકા વધારો કરે છે
શિયાળામાં ફાસ્ટ ફૂડનું સેવન કરવાનું ટાળવું જોઇએ કારણ કે તેની અંદર પણ કેલેરી ખૂબ જ પ્રમાણમાં હોય છે
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
Fulavar na Fayda in gujarati | ફૂલાવર નું સેવન કરવાના ફાયદા | ફુલાવર ના ફાયદા
લસણ ખાવાના ફાયદા | લસણ ના ફાયદા | લસણ ના ઘરેલું ઉપચાર | lasan na fayda
મૂળા ના ફાયદા | મૂળા નું સેવન કરવાના ફાયદા | muda na fayda | mula na fayda in gujarati
નાગરવેલના પાન ના ફાયદા | નાગરવેલના ફાયદા | nagarvel na pan | nagarvel na pan na fayda
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે