સિડડું બનાવવાની રીત | Siddu banavani rit | Siddu recipe in gujarati

સિડડું બનાવવાની રીત - Siddu banavani rit - Siddu recipe in gujarati
Image credit – Youtube/Cooking with Rekha Hindi
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે સિડડું બનાવવાની રીત – Siddu banavani rit શીખીશું. આ સિડડું હિમાચલ ની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે જે બાફી ને તૈયાર કરવા માં આવે છે , do subscribe Cooking with Rekha Hindi YouTube channel on YouTube If you like the recipe , અને આથા વાળા લોટ માં અડદ દાળ મસાલા સાથે પીસી ને સ્ટફિંગ કરી પાણી ઉપર બાફી ને તૈયાર થાય છે અને ગરમ ગરમ ઘી સાથે સર્વ થાય છે આ એક પ્રકારની બાફેલી સ્ટફિંગ બ્રેડ કહી શકો છો તો ચાલો જાણીએ Siddu recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

સિડડું બનાવવા જરૂરી સામગ્રી

  • ઝીણો પીસેલા ઘઉંનો લોટ 2 કપ
  • યિસ્ટ 1 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • નવશેકું પાણી ¼ કપ
  • પાણી જરૂર મુજબ

સિડડું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • અડદ દાળ 1 કપ
  • હળદર ½ ચમચી
  • ધાણા પાઉડર 1 ચમચી
  • જીરું પાઉડર 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

સર્વિંગ માટેની સામગ્રી

  • ઘી

સિડડું બનાવવાની રીત | Siddu recipe in gujarati

સૌપ્રથમ આપણે સિડડું નો લોટ બાંધવાની રીત શીખીશું ત્યારબાદ સિડડું નું સ્ટફિંગ બનાવતા શીખીશું

સિડડું નો લોટ બાંધવાની રીત

એક વાટકા માં યીસ્ટ લ્યો એમાં ખાંડ અને નવશેકું પાણી નાખી મિક્સ કરી પાંચ દસ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો દસ મિનિટ પછી યીસ્ટ એક્ટિવ થઈ જાય એટલે એક મોટા વાસણમાં ઝીણો ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક્ટિવ યિસ્ટ નાખી મિક્સ કરો

Advertisement

હવે થોડું થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ બરોબર મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી બે કલાક ફરમેંટ થવા દયો.

સિડડું નું સ્ટફિંગ બનાવવાની રીત

અડદ દાળ ને સાફ કરી એક વાસણમાં લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણી ઘસી ને ધોઇ લ્યો ને બે ત્રણ ગ્લાસ પાણી નાખી આખી રાત અથવા છ સાત કલાક પલાળવા મૂકો

દાળ બરોબર પલાળી લીધા બાદ એનું પાણી નિતારી લ્યો ને મિક્સર જાર માં નાખો સાથે એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, ધાણા પાઉડર, જીરું પાઉડર નાખી પીસી લ્યો વચ્ચે વચ્ચે ચમચી થી હલાવી લેવું જેથી મિશ્રણ બરોબર પીસાઈ જાય હવે પીસેલી દાળ ને એક વાસણમાં કાઢી લ્યો

સિડડું બનાવવાની રીત

ગેસ પર એક વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મૂકો ને ઢાંકણ પર એક મોટું કપડું બાંધી લેવું અને ચારણી માં ઘી કે તેલ લગાવી ગ્રીસ કરી એક બાજુ મૂકો

લોટ બે કલાક માં બરોબર ફૂલી ગયો હસે વાસણમાં એક બાજુ થી જે સાઇઝ ના સિડડું બનાવવા હોય એ સાઇઝ નો લોટ લ્યો અને ગોળ વાટકા જેવો આકાર આપો ને એમાં દોઢ થી બે ચમચી ( જે પ્રમાણે લોટ લીધો હોય એ પ્રમાણે સ્ટફિંગ ભરવું) ભરી એક બાજુ  થી બંધ કરતા જઈ પૂરો બરોબર બંધ કરી લ્યો ને ગોળ બનાવી લ્યો ને ગ્રીસ કરેલ ચારણી માં મૂકો

આમ લોટ માં સ્ટફિંગ ભરી એક એક સિડડું બનાવતા જાઓ ને એક ચારણી માં સમાય એટલા બનાવી લ્યો (અહી તમે ઈડલી સ્ટેન્ડ પણ વાપરી શકો છો) ત્યાર બાદ ચારણી ને પાણી ઉકળતી કડાઈ માં મૂકો ઉપર થી કપડું બાંધેલ ઢાંકણ ઢાંકી મિડીયમ તાપે વીસ પચીસ મિનિટ ચડાવી લ્યો .

પચીસ મિનિટ પછી ચારણી ને બહાર કાઢી લ્યો ને બીજા સિડડું ને બાફવા મૂકો ને ગરમ ગરમ ઘી સાથે સર્વ કરો સિડડું.

Siddu banavani rit | Recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking with Rekha Hindi ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ડ્રાયફ્રુટ મઠો બનાવવાની રીત | Dry fruit matho banavani rit

અખરોટ કેળા ના કપ કેક બનાવવાની રીત | Akhrot kela na cupcake banavani rit

લીલા ચણા ની ચાટ બનાવવાની રીત | Lila chana ni chat banavani rit

પાન કોબી ની પેટીસ બનાવવાની રીત | pan kobi ni petis banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement