નમસ્તે મિત્રો આજે આપણે સિંધી મીઠી લોલી બનાવવાની રીત – Sindhi mithi loli banavani rit શીખીશું, do subscribe A WOW DISH FROM MOM’S KITCHEN YouTube channel on YouTube If you like the recipe , આ સિંધી મીઠી લોલી , સિંધી ચોથે /ચોથા ને સિંધી ટીક્કી, પકવાન, ઘચ, ગછ, થાદરી સ્પેશ્યલ ગચ, મીઠી લોલી, મોહિની અને મહાલક્ષ્મી પકવાન જેવા નામ થી ઓળખાય છે. જે ખાવા માં ખુબજ ટેસ્ટી ને ક્રિસ્પી લાગે છે ને આ લોલી મે તમે લાંબો સમય સુંધી સાચવી પણ શકો છો તો ચાલો જાણીએ Sindhi mithi loli recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
સિંધી મીઠી લોલી બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉંનો લોટ 1 કપ
- મેંદો 1 કપ
- સોજી 2 ચમચી
- નારિયળ છીણેલું 2 ચમચી
- પીસેલી ખાંડ ½ કપ
- મીઠું 1 ચપટી
- ઘી ¼ કપ
- એલચી દાણા2-4
- તરવા માટે તેલ
- પાણી જરૂર મુજબ
સિંધી મીઠી લોલી બનાવવાની રીત | Sindhi mithi loli recipe in gujarati
સિંધી મીઠી લોલી બનાવવા સૌપ્રથમ એક વાટકા સોજી માં બે ત્રણ ચમચી પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે એક વાસણમાં ઘઉંનો લોટ અને મેંદા નો લોટ ને ચાળી લ્યો. ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ નાખો અને સાથે છીણેલું નારિયળ નું છીણ, એલચી પાઉડર , મીઠું અને બેકિંગ પાઉડર અને પલાળેલી સોજી અને થોડું થોડુ ઘી નાખી મિક્સ કરતા જાઓ ઘી ને લોટ બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં થોડુ થોડુ પાણી નાખી ને મિડીયમ નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ મસળી લ્યો અને ત્યાર બાદ ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો. પંદર મિનિટ પછી ફરી લોટ ને બરોબર મસળી લ્યો.
હવે એમાંથી એક સરખા ત્રણ ચાર ભાગ કરી લ્યો ત્યાર બાદ વેલણ વડે મિડીયમ જાડી રોટલી બનાવી લ્યો અને ચાકુ થી સરખા ચાર ભાગ કરી લ્યો ને કાંટા ચમચી થી કાણા કરી લ્યો આમ બધા લોટ ને વણી કાણા કરી કાપી ને કટકા કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ/ ઘી ને ગરમ કરવા મૂકો તેલ / ઘી ગરમ થાય એટલે એમાં કટકા કરેલ પીસ નાખી ને મિડીયમ ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો આમ બધી જ લોલી ને ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ ઉપર નારિયળ નું છીણ અને પીસેલી ખાંડ છાંટી ને મજા લ્યો સિંધી મીઠી લોલી.
Sindhi mithi loli banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર A WOW DISH FROM MOM’S KITCHEN ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
જીરા રાઈસ ની રેસીપી | jeera rice banavani rit | jeera rice recipe in gujarati
ત્રણ પ્રકારના મિલ્કશેક બનાવવાની રીત | Tran prakar na milk shake banavani rit
મગદાળ ટોસ બનાવવાની રીત | Mag daal toast banavani rit
બ્રેડ નો નાસ્તો બનાવવાની રીત | Bread no nasto banavani rit
ચીકુ મિલ્ક શેક બનાવવાની રીત | Chiku milk shake banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે