નમસ્તે મિત્રો આજે આપણે સીંગદાણા ની ચટણી બનાવવાની રીત – singdana ni chutney banavani શીખીશું, do subscribe Zayka Ka Tadka YouTube channel on YouTube If you like the recipe , આ ચટણી તમે ઈડલી , ઢોસા, ઉત્તપમ, પરોઠા સાથે સર્વ કરો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે ને માત્ર પંદર વીસ મિનિટ માં બની ને તૈયાર થઈ જાય છે અને તમે એક વખત આ ચટણી ની સામગ્રી શેકી ને પીસી ને રાખી દયો ને જ્યારે પણ બનાવી હોય ત્યારે પાણી સાથે પીસી ને તૈયાર કરી શકો છો તો ચાલો જાણીએ singdana ni chutney recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
સીંગદાણા ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી
- શેકેલ સીંગદાણા 1 કપ
- આંબલી બીજ કાઢેલ 1 ચમચી
- આખા ધાણા ½ ચમચી
- જીરું ½ ચમચી
- મીઠા લીમડાના પાન 8-10
- સૂકા લાલ મરચા 4-5
- ગોળ / ખાંડ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
સીંગદાણા ની ચટણી ના વઘાર માટેની સામગ્રી
- તેલ 1 ચમચી
- અડદ દાળ 1 ચમચી
- રાઈ 1 ચમચી
- હિંગ 1-2 ચપટી
- મીઠા લીમડાના પાન 2-4
સીંગદાણા ની ચટણી બનાવવાની રીત | singdana ni chutney recipe in gujarati
સીંગદાણા ની ચટણી બનાવવા સૌપ્રથમ ગેસ પ્ર સીંગદાણા ને ધીમા તાપે હલાવતા રહી શેકી લ્યો સીંગદાણા શેકાવા આવે એટલે એમાં આંબલી, મીઠા લીમડાના પાન, આખા ધાણા, જીરું, સૂકા લાલ મરચા નાખી ધીમા તાપે બધી સામગ્રી ને બરોબર શેકી લ્યો
બધી સામગ્રી બરોબર શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી થોડી ઠંડી થવા દયો સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી સાથે સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખી ને એક વખત પીસી લ્યો હવે એમાં થોડું પાણી નાખી ફરીથી પીસી લ્યો,
ત્યાર બાદ જરૂર લાગે તો બીજી વાર થોડું પાણી નાખી પીસી ને સ્મુથ પીસી ને ચટણી તૈયાર કરી લ્યો (પાણી ની માત્રા તમને જે ટાઇપ ની ચટણી પસંદ હોય એ મુજબ નાખવું )
હવે ગેસ પર એક વઘરીયા માં તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, અડદ દાળ નાખી શેકો અડદ દાળ ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરી એમાં હિંગ , મીઠા લીમડા ના પાન નાખી મિક્સ કરી વઘાર તૈયાર કરી લ્યો તૈયાર વઘાર ને ચટણી માં નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે સીંગદાણા ની ચટણી.
singdana ni chutney banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Zayka Ka Tadka ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
લીલી ચટણી નું પ્રિમિક્સ બનાવવાની રીત | Lili chutney nu premix recipe in gujarati
મથુરા ના પેંડા બનાવવાની રીત | mathura na penda banavani rit | mathura peda recipe in gujarati
પરવળની મીઠાઈ બનાવવાની રીત | parwal ni mithai banavani rit | parwal ni mithai recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે