સીતાફળ રબડી બનાવવાની રીત | sitafal rabdi banavani rit | sitafal rabdi recipe in gujarati

સીતાફળ રબડી - સીતાફળ રબડી બનાવવાની રીત - sitafal rabdi - sitafal rabdi banavani rit - sitafal rabdi recipe in gujarati
Image credit – Youtube/Yogi Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે સીતાફળ રબડી બનાવવાની રીત – sitafal rabdi banavani rit શીખીશું. આ રબડી ખૂબ ટેસ્ટી લાગે છે અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે do subscribe Yogi Kitchen YouTube channel on YouTube  If you like the recipe  શિયાળા માં ખુબ સારા સીતાફળ મળતા હોય છેતો ચાલો જાણીએ sitafal rabdi recipe in gujarati બનાવવા જરૂરી સામગ્રી.

સીતાફળ રબડી બનાવવા જરૂરી સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
  • સીતાફળ 2-3
  • કેસર 10-15
  • એલચી પાઉડર 1-2 ચપટી
  • મોરો માવો છીણેલો 1 કપ
  • મિલ્ક પાઉડર 2-3 ચમચી
  • ખાંડ 5-7 ચમચી
  • બદામ ની કતરણ 3-4 ચમચી
  • પિસ્તા ની કતરણ 2-3 ચમચી

સીતાફળ રબડી બનાવવાની રીત | sitafal rabdi recipe in gujarati

સીતાફળ રબડી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો ને દૂધ માં એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી ઉકળવા દયો ને વચ્ચે વચ્ચે હલાવી લ્યો

હવે સીતાફળ ને ધોઇ સાફ કરી લ્યો અને ત્યાર બાદ બે ભાગ કરી ને ચમચી થી પલ્પ કાઢી લ્યો ને બીજ અલગ કરી લ્યો અને ચમચી થી સીતાફળ પલ્પ ને થોડા મેસ કરી લ્યો

Advertisement

દૂધ ઉકળી ને અડધું રહે ત્યાં સુધી ઉકાળી લ્યો ત્યાર બાદ એમાં કેસર ના તાંતણા, એલચી પાઉડર અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને ગરી દૂધ ને ઉકાળો ખાંડ ઓગળી જાય ને દૂધ ઉકળે એટલે એમાં બદામ ની કતરણ ને મોરો માવો છીણેલો નાખી મિક્સ કરી લ્યો ( જો માવો ના હોય તો એની જગ્યાએ મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી શકો છો )

અને દૂધ સાથે બરોબર મિક્સ કરી ઉકળી લ્યો માવો બરોબર ચડવા આવે એટલે એમાં મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી સીતાફળ નો પલ્પ નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગરમ ગરમ કે ઠંડી કરી ને સર્વ કરો સીતાફળ રબડી.

sitafal rabdi banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Yogi Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મેથી દાળ બનાવવાની રીત | methi dal banavani rit | methi dal recipe in gujarati

ઘઉં ના લોટ ની તંદુરી રોટલી બનાવવાની રીત | ghau na lot ni tandoori rotli banavani rit

ઠેકુઆ બનાવવાની રીત | Thekua banavani rit | thekua recipe in gujarati

મીઠી મઠરી બનાવવાની રીત | meethi mathri banavani rit | meethi mathri recipe in gujarati

અચારી મસાલા પરોઠા બનાવવાની રીત | achari masala paratha banavani rit | achari masala paratha recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement