નમસ્તે મિત્રો આજે આપણે સોજી મિલ્ક કેક બનાવવાની રીત – Soji milk cake banavani rit શીખીશું. અત્યાર સુંધી આપણે દૂધ માંથી બનેલ મિલ્ક કેક અથવા બીજા કેક બનાવી ને મજા લીધી હસે, do subscribe N’Oven – Cake & Cookies YouTube channel on YouTube If you like the recipe , પણ આજ આપણે થોડા અલગ ટેસ્ટ વાળો કેક બનાવશું જે એકદમ ટેસ્ટી ને અલગ જ લાગશે તો ચાલો જાણીએ suji milk cake recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
સોજી મિલ્ક કેક બનાવવા જરૂરી સામગ્રી
- સોજી 1 કપ
- ઘી ½ કપ
- મિલ્ક પાઉડર ¾ કપ
- ખાંડ ¾ કપ
- પાણી ½ કપ
- બેકિંગ સોડા ¼ ચમચી
સોજી મિલ્ક કેક બનાવવાની રીત | suji milk cake recipe in gujarati
સોજી મિલ્ક કેક બનાવવા માટે સૌ ગેસ પ્ર એક કડાઈમાં સોજી ને એક બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઘી નાખી શેકી લ્યો ને પાંચ સાત મિનિટ ધીમા તાપે શેકી લ્યો ને સોજી શેકાઈ ને ગોલ્ડન થાય સુંધી શેકી લ્યો
હવે એમાં થોડો થોડો કરી મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ કડાઈને ગેસ પરથી ઉતારી લ્યો અથવા તો બીજા ગેસ પર મૂકો નેબે ચાર મિનિટ હલાવતા રહેવું જેથી સોજી બરી ના જાય ( અહી તમે શેકતી વખતે ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી શકો છો )
હવે બીજી કડાઈમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી ગેસ પર મૂકો ને ખાંડ ઓગળી ને ઉકળવા દયો ને ચાસણી ઉકાળી ને ઘટ્ટ થઈ ને ચિકાસ પકડે અને અડધો તાર જેવી ચાસણી બને એટલે એમાં શેકેલ સોજી નું મિશ્રણ નાખી મિક્સ કરી લ્યો
મિશ્રણ ને ચાર પાંચ મિનિટ ફૂલ તાપે હલાવતા રહો ને ઘટ્ટ થવા લાગે અને કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી શેકો ત્યાર બાદ એમાં બેકિંગ સોડા નાખી મિક્સ કરી નાખો ને ગેસ બંધ કરી ઘી થી ગ્રીસ કરેલ થાળી માં તૈયાર મિશ્રણ નાખી એક સરખું ફેલાવી દયો (અહો તમે પસંદ હોય તો એલચી પાઉડર અને ડ્રાય ફ્રુટ ની કતરણ પણ નાખી શકો છો )
હવે થોડું ઠંડું થાય એટલે ચાકુથી કાપી ને કાપા કરી લ્યો ત્યાર બાદ પૂરું ઠંડુ ત્યાર બાદ એમાં ચાકુથી ફરી કાપા પાડી કટકા કરી લ્યો ને ત્યાર બાદ કટકા અલગ કરી ને મજા લ્યો સોજી મિલ્ક કેક.
Soji milk cake banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર N’Oven – Cake & Cookies ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
સોલ કઢી બનાવવાની રીત | Sol kadhi banavani rit | Sol kadhi recipe in gujarati
દહીં પાપડી ચાટ બનાવવાની રીત | Dahi papdi chat banavani rit
રાગી ના ઢોસા બનાવવાની રીત | ragi na dosa banavani rit | ragi dosa recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે