સોજીના પીઝા બનાવવાની રીત | soji na pizza banavani rit

સોજીના પીઝા બનાવવાની રીત - soji na pizza banavani rit - સોજીના પીઝા રેસીપી - soji pizza recipe in gujarati
Image credit – Youtube/Hebbars Kitchen
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe  Hebbars Kitchen YouTube channel on YouTube આજે આપણે સોજીનાં પિઝા બનાવવાની રીત ( soji na pizza banavani rit – સોજીના પીઝા રેસીપી  – soji pizza recipe in gujarati ) શીખીશું. પિઝા નું નામ સાંભળી નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે આજ આપણે મેંદા કે યિસ્ટ વગર પિઝા બનાવવાની રીત શીખીએ એના માટે નીચે મુજબની સામગ્રી જોઈશે.

સોજી નો પિઝા બેઝ બનાવવા માટે જરૂરી સામગ્રી | soji no pizza bez banava jaruri samgri

  • સોજી 1 કપ
  • છાસ 1 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • ઇનો ½ ચમચી
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

પિઝા સોસ બનાવવા માટેની સામગ્રી | pizza sos banava jaruri samgri

  • ટમેટા સોસ ¼ કપ
  • ચીલી સોસ 1 ચમચી
  • ચીલી ફ્લેક્સ ½ ચમચી
  • મિક્સ હર્બસ ½ ચમચી

ટોપિંગ માટેની સામગ્રી | toping mate ni samgri

  • મોઝરેલા ચીજ ¼ કપ
  • ડુંગરી ની સ્લાઈસ 4-5
  • ટમેટા ની સ્લાઈસ 3-4
  • કેપ્સીકમ સ્લાઈસ 5-6
  • મકાઈના દાણા 2-3 ચમચી
  • ઓલિવ 3-4
  • હલેપીનોસ 3-4
  • ચીલી ફ્લેક્સ ½ ચમચી
  • મિક્સ હર્બસ ½ ચમચી

સોજી નો પિઝા બેઝ બનાવવાની રીત | soji no pizza base banavani rit

સૌ પ્રથમ એક વાસણમાં સોજી લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું નાખો ત્યાર બાદ એમાં છાસ નાખી મિક્સ કરો ને હવે અડધો કપ જેટલું પાણી નાખી મિક્સ કરી ( છાસ ની જગ્યાએ દહીં પણ ઉમેરી શકો છો જો દહી લ્યો તો અડધો કપ દહી ને એક કપ પાણી લેવુ ) હવે ઢાંકી ને દસ પંદર મિનિટ સોજી ને પલળવા માટે એક બાજુ મૂકો

પંદર મિનિટ પછી સોજી બરોબર પલળી જાય એટલે ફરી એક વાર એને ચમચા વડે મિક્સ કરો ને મિશ્રણ મીડીયમ ઘટ્ટ કરવા જરૂર મુજબ પા કપ કે એનાથી ઓછી કે વધુ પાણી નાખવાનું હસે  (પાણી સોજી ના પ્રકાર ઉપર આધાર રાખે છે)

Advertisement

પિઝા સોસ બનાવવાની રીત | pizza sos banavani rit

એક કપ માં ટમેટા સોસ લ્યો એમાં ચીલી સોસ ને ચીલી ફ્લેક્સ ને મિક્સ હર્બસ નાખી મિક્સ કરો તૈયાર છે પિઝા સોસ

સોજીના પીઝા રેસીપી | soji pizza recipe in gujarati

સોજી ના મિશ્રણમાં ઇનો નાખી મિક્સ કરો

ગેસ પર એક નોન સ્ટીક કડાઈમાં એક બે ચમચી તેલ નાખી બધી બાજુ લગાવી દયો હવે એમાં બે ત્રણ કડછી સોજી નું મિશ્રણ નાખો ને બધી બાજુ એક સરખું ફેલાવી દો અને ઢાંકણ ઢાંકી ધીમે તાપે બે મિનિટ ચડાવી લ્યો

બે મિનિટ પછી હવે ઉપરની બાજુ એક બે ચમચી તેલ લગવાઓ ને આરામ થી તૂટી ના જાય એમ ઉથલાવી લ્યો

હવે એના પર તૈયાર કરેલ પિઝા સોસ લગાવો એના પર મોઝરેલા ચીજ નાખો એના પર ડુગરી, ટમેટા , કેપ્સીકમ ની સ્લાઇસ મૂકો સાથે મકાઈ ના દાણા છાંટો ને ઓલિવ ને હેલેપીનોજ મૂકો

હવે ફરી એના પ્ર ત્રણ ચાર ચમચી જેટલું મોઝરેલા ચીજ છાંટો ને ઉપર ચીલી ફ્લેક્સ ને મિક્સ હર્બસ છાંટી ને ઢાંકી બે મિનિટ ચીજ ઓગળે ત્યાં સુધી ચડાવો

તૈયાર પિઝા ને પ્લેટ માં કાઢી ને  પિઝા કટર થી કટ કરો ને મજા લ્યો સોજીના પિઝા

Soji pizza recipe notes

  • સોજી ને પંદર મિનિટ પલળ્યા પછી બરોબર હલાવી ને મિક્સ કરવી
  • પિઝા કડાઈ કે તવી પર બનાવી શકો છો
  • બાળકો માટે બનાવતા હો તો ચીલી ફ્લેક્સ કે ચીલી સોસ ની માત્રા ઓછી કરી નાખવી
  • મોઝરેલા ચીજ સાથે પોસેસ ચીજ પણ નાખી શકો છો અથવા તમને કે બાળકો ને ભાવતું ચીજ પણ નાખી શકો છો

સોજીના પીઝા બનાવવાની રીત – soji na pizza banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મિલ્ક કેક બનાવવાની રીત | milk cake banavani rit | milk cake recipe in gujarati

દાલ ફ્રાય તડકા બનાવવાની રેસીપી | Dal fry tadka recipe in Gujarati

સ્વાદિષ્ટ રસમલાઈ બનાવવાની રીત | Rasmalai Recipe in Gujarati

સ્વાદિષ્ટ બાલુશાહી મીઠાઈ રેસીપી | Balushahi Recipe in Gujarati

રાજસ્થાની લાલ મરચા નું મસાલા અથાણું બનાવવાની ખુબજ સરળ રીત | Bharela lal marcha banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement