નમસ્તે મિત્રો If you like the recipe do subscribe CookingShooking Hindi YouTube channel on YouTube આજે આપણે સોજી ના સક્કરપારા બનાવવાની રીત – soji na shakarpara recipe in gujarati શીખીશું. ઘઉંના લોટ માંથી, મેંદા ના લોટ માંથી તો આપણે શક્કરપારા બનાવતા હોઈએ છીએ પણ આજ આપણે soji na shakarpara banavani rit શીખીએ જેના માટે નીચે મુજબની સામગ્રી જોઈશે
સોજી ના સક્કરપારા બનાવવા જરૂરી સામગ્રી | soji na shakarpara ingredients
- સોજી 1 કપ
- મીઠું 1 ચમચી
- પાણી જરૂર મુજબ
સોજી ના સક્કરપારા ગાર્નિશ માટેની સામગ્રી
- ચીઝ મસાલા પાઉડર 2-3 ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- મીઠું ½ ચમચી
- સંચળ ½ ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
સોજી ના સક્કરપારા બનાવવાની રીત | soji na shakarpara recipe in gujarati
સૌ પ્રથમ મિક્સર જારમાં સોજી ને સાફ કરી ને લ્યો ત્યાર બાદ ઢાંકણ બંધ કરી બે થી ત્રણ વખત મિક્સર ને પ્લસ મોડ માં ફેરવી લ્યો ને સોજી ને પીસી લ્યો
એક વાટકામાં લાલ મરચાનો પાઉડર, સંચળ, મીઠું ને ચાર્ટ મસાલો નાખી મિક્સ કરીને મસાલો તૈયાર કરી લ્યો
હવે પીસેલી સોજી ને એક કથરોટ માં લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખતા જઈ નરમ લોટ બાંધી લ્યો ( લોટ પરેઠા ના કે રોટલીના લોટ જેવો બાંધવો ના ઘણો નરમ ના ઘણો કઠણ)
બાંધેલ લોટ ને ચાર પાંચ મિનિટ થોડી વાર મસળી લ્યો લોટ બરોબર મસળી લીધા બાદ ભીનું કપડું કરી નીચોવી ને ઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી એક બાજુ રહેવા દયો
વીસ મિનિટ પછી લોટ ને ફરી એક બે મિનિટ મસળી લ્યો ત્યાર બાદ એના ચાર છ કે આઠ ભાગ કરી લુવા તૈયાર કરી લ્યો ને એક એક લુવા ને મસળી ને નાની પુરી બનાવી લ્યો ને એક બાજુ મૂકો
આમ બધી નાની પૂરી વણી એક બાજુ મૂકો હવે ત્રણ કે ચાર પુરી લ્યો ને એને એક ઉપર એક મૂકી દયો ને વેલણ થી બધી બાજુ એક સરખી વણી ને રોટલી જેમ વણી લ્યો રોટલી ને જાડાઈ જેમ થોડી જાડી રાખવી હવે ચાકુ થી કે કુકી કટર થી મનગમતા આકાર માં કાપી લ્યો આમ બધા લુવા માંથી ત્રણ ચાર પુરી એક એક ઉપર રાખી રોટલી બનાવી ને કટ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ફૂલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપ કરી નાખો ને તેમાં તૈયાર કરેલ સોજી ના કટકા થોડા થોડા કરી છૂટા છૂટા નાખી દયો ને ઝારા ની મદદ થી હલાવી બધી બાજુ થી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો (કટકા નાખો ત્યારે તેલ ફૂલ ગરમ હોવું જોઈએ)
ગોલ્ડન બ્રાઉન તરી લીધા બાદ એક વાસણમાં કાઢી લ્યો ને એના પર જરૂર મુજબ ચીઝ મસાલા પાઉડર કે ઘરે તૈયાર છાંટી દેવો ( મસાલો તરી ને કાઢી ને સીધો છાંટવો જેથી શક્કરપારા પર બરોબર લાગે)
આમ બધા જ સોજી ના શક્કરપારા તરી લ્યો ને એના પર મસાલો છાંટી લ્યો ને ઠંડા થવા દેવા સાવ ઠંડા થાય પછી જ એર ટાઈટ ડબ્બામાં ભરી નાખો ને મજા લ્યો સોજીનાં શક્કરપારા
soji na shakarpara banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે